બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A lot of enthusiasm is being seen among the devotees regarding the Ganesh festival

ગણેશોત્સવની ધૂમ / વડોદરામાં 30 લાખના ખર્ચે ઊભું કરાયું પેલેસ તો રાજપીપળામાં 500 મૂર્તિઓનું એકસાથે પૂજન, અમદાવાદમાં યુવા પેઢીને ખાસ સંદેશ આપતા ગણેશજી: જુઓ 4 સૌથી ખાસ ગણેશ પંડાલ

Malay

Last Updated: 01:32 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Utsav 2023: આજે ગણેશોત્સવનો ચોથો દિવસ, બાપ્પાના ભક્તોમાં અનેરો ઉત્સાહ, વિવિધ જગ્યાએ વિવિધ થીમ ઉપર બનાવવામાં આવ્યા છે ભગવાન ગણેશના પંડાલ.

  • ટોરેન્ટોમાં ગુજરાતીઓ દ્વારા કરાઇ ગણેશ ઉત્સવની સ્થાપના
  • રાજપીપળામાં પંડાલમાં 500 જેટલી મૂર્તિઓ મૂકવામાં આવી
  • ગણપતિનો મોર્ડન પેલેસ પ્રકારનો પંડાલ તૈયાર કરાયો
  • અમદાવાદમાં યુવાનોને સંદેશ આપવા પ્રયાસ કરાયો 

વિધ્નહર્તા ગણેશનો ઉત્સવઃ દેશભરમાં ધામધૂમથી ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ગણેશોત્સવનો ચોથો દિવસ છે, જેને લઈને વિધ્નહર્તા ગણપતિ બાપ્પાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ જગ્યાએ વિવિધ થીમ ઉપર ભગવાન ગણેશના પંડાલ બનાવવામાં આવ્યા છે. આ વર્ષે પણ પ્રતિવર્ષ મુજબ નાના-મોટા ગણેશ મંડળો દ્વારા ભવ્યાતિભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યા છે. ઠેર-ઠેર ગણપતિ બાપ્પાના પંડાલો બનાવવામાં આવ્યા છે. જ્યાં બાપ્પાની આરતી, ભજન, ધુન, રાસ ગરબા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજીને ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. ફક્ત ગુજરાત જ નહીં કેનેડામાં પણ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આજના આ લેખમાં અમે આપને 4 ખાસ ગણેશ પંડાલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાંથી એક પંડાલમાં તો રૂ.30 લાખના ખર્ચે પેલેસ ઊભું કરાયું છે. 

રાજપીપળા: એક જ પંડાલમાં 500 ગણેશજીનું પૂજન 
રાજપીપળાના ભાટવાડા વિસ્તારમાં છેલ્લા 38 વર્ષથી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓમાંથી ગણેશજીની મૂર્તિનો શણગાર કરવામાં આવે છે. અહીની ખાસિયત એ છે કે પોતાની માનતા પૂર્ણ થતા ભક્તો દ્વારા ગણેશજીની નાની મૂર્તિ મૂકવામાં આવે છે. આ વર્ષે પણ એક જ પંડાલમાં 500 જેટલી મૂર્તિઓ મૂકવામાં આવી છે. એક જ પંડાલમાં 500 જેટલા ગણેશજીનાં પૂજનના દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે.  ત્યારે કહી શકાય કે એક જ મંડપમાં એકી સાથે 500 ગણેશજી પૂજાતા હોય તેવું આ એક માત્ર આસ્થાનું કેન્દ્ર છે.

કેનેડામાં ગણેશ ઉત્સવની ઉજવણી
ભારત-કેનેડા વચ્ચે સંબંધોમાં તિરાડ વચ્ચે પણ કેનેડામાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કેનેડાના ટોરેન્ટોમાં ગુજરાતીઓ દ્વારા શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. ગુજરાતીઓએ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે. જ્યાં ભક્તિભાવથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વિઘ્નહર્તા દેવ વિશ્વનું કલ્યાણ કરે તેવા ભાવથી ગણેશ સ્થાપના કરવામાં આવી છે. કેનેડામાં ગણેશજીની મહાઆરતી બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. 

વડોદરામાં પંડાલ તૈયાર કરવામાં 30 લાખનો કરાયો ખર્ચ
વડોદરામાં પણ એક અનોખો પંડાલ તૈયાર કરાયો છે. વડોદરા શહેરમાં રાજસ્તંભ સોસાયટી દ્વારા આશરે 30 લાખ રૂપિયાના ખર્ચે ગણપતિનો મોડર્ન પેલેસ ટાઈપનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. પંડાલમાં સીસીટીવી, મ્યુઝિક સિસ્ટમ તેમજ એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં સ્થાપિત કરવામાં આવેલી ગણપતિની 6 ફૂટની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સંપૂર્ણ માટીમાંથી બનવાઈ છે. ગણપતિ વિસર્જન માટે પણ આયોજકો દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. આયોજકોના જણાવ્યા અનુસાર, ગણપતિનો પંડાલ તૈયાર કરવામાં બે માસથી વધુનો સમય લાગ્યો છે. આયોજકો દ્વારા 6 માસ અગાઉથી જ પંડાલને લઈને આયોજન કરવામાં આવે છે.  

અમદાવાદના વેજલપુર કા રાજા 
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આજની યુવા પેઢીને ખાસ સંદેશ આપવાની થીમ પર ગણેશ પંડાલ સજાવવામાં આવ્યો છે. જ્યાં આજકાલ મા-બાપને ઘરડાઘરમાં મૂકી આવતા યુવાનોને દર્શાવવામાં આવ્યા છે ત્યાં બીજી તરફ ભગવાન ગણેશ માતા પાર્વતી અને પિતા મહાદેવની પ્રદક્ષિણા કરી રહ્યા છે. આમ ગણેશજીના જીવનથી આજના યુવાનોને સંદેશ આપવા પ્રયાસ કરાયો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by vanshuu__🔵 (@vanshuu_f)

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ