બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / A great conjunction will occur on Mahaashtami financial benefits will be given to the people of these four zodiac signs

ચૈત્ર નવરાત્રી 2023 / મહાઅષ્ટમી પર બનશે મહાસંયોગ આ ચાર રાશિના જાતકોને થશે નાણાંકીય લાભ

Manisha Jogi

Last Updated: 04:18 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાઅષ્ટમીના દિવસે ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આઠમના દિવસે છ ગ્રહ ચાર રાશિમાં બિરાજમાન થશે, જેનાથી મહાસંયોગનું નિર્માણ થશે.

  • મહાઅષ્ટમીના દિવસે ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે.
  • 700 વર્ષ પછી મહાસંયોગના કારણે 4 રાજયોગ બનશે.
  • માલવ્ય, કેદાર, હંસ અને મહાભાગ્ય યોગનું નિર્માણ થશે. 

22 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ છે. હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીથી હિન્દુ નવવર્ષની શરૂઆત થતી હોવાથી ચૈત્ર નવરાત્રીના મહત્વમાં વધારો થયો છે. 29 માર્ચના રોજ મહાઅષ્ટમીના દિવસે ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આઠમના દિવસે છ ગ્રહ ચાર રાશિમાં બિરાજમાન થશે, જેનાથી મહાસંયોગનું નિર્માણ થશે.

ગુરુ ગ્રહ હાલમાં મીન રાશિમાં બિરાજમાન છે, જે 28 માર્ચના રોજ મીન રાશિમાં જ અસ્ત થશે. મેષ રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે અને સૂર્ય પણ મીન રાશિમાં બિરાજમાન છે. શનિ ગ્રહ કુંભ રાશિમાં બિરાજમાન છે. મેષ રાશિમાં શુક્ર અને રાહુ બિરાજમાન છે. ગ્રહોના આ મહાસંયોગના કારણે અનેક રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગમાં માલવ્ય, કેદાર, હંસ અને મહાભાગ્ય યોગ શામેલ છે. 

મેષ રાશિમાં શુક્ર ગોચર કરશે, જેના કારણે માલવ્ય યોગનું નિર્માણ થશે મીન રાશિમાં હંસ અને મહાભાગ્ય યોગનું નિર્માણ થશે. આ રાજ્યોગ 700 વર્ષ પછી સર્જાઈ રહ્યો છે, જેના કારણે અનેક રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે જેના વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

મિથુન

આઠમના દિવસે રાજ્યોગનું નિર્માણ થવાને કારણે મિથુન રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે અપરિણિત લોકો માટે વિવાહ યોગ બનશે. દાંપત્યજીવન સારું રહેશે. આ રાશિના જાતકોને તરક્કી પ્રાપ્ત થશે. જે લોકો વિવાહના બંધનમાં બંધાશે તે લોકોના જીવનમાં ખુશીઓના નવા દ્વાર ખુલશે.

કર્ક 

કર્ક રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજ્યોગ શુભ સાબિત થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તે લોકોને નોકરી મળી શકે છે. ઓફિસમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. આ રાજયોગના કારણે પારિવારિક જીવનમાં શાંતિ આવશે. નવા ક્ષેત્રે રુચિમાં વૃદ્ધિ થશે, જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે, તે લોકોને હાલમાં નફો થઈ શકે છે. 

કન્યા

બેરોજગારોને નવી નોકરી મળવાનો યોગ સર્જાશે વિદ્યાર્થીઓ માટે હાલનો સમય શુભ સાબિત થશે. બિઝનેસ કરતા લોકોને કામ બાબતે બહાર જવું પડી શકે છે. આ બિઝનેસ યાત્રા ખૂબ જ ફળદાયી સાબિત થશે. બિઝનેસ કરતા લોકો માટે હાલનો સમય સર્વશ્રેષ્ઠ રહેશે અને રોકાણ માટે નવા રસ્તા ખુલશે.

મીન

મીન રાશિના જાતકોને સમાજમાં પ્રતિષ્ઠા મળશે. બિઝનેસ કરતા લોકો માટે હાલનો સમય ખૂબ જ સારો છે. અચાનકથી ધન લાભ થઈ શકે છે. નોકરિયાત લોકો માટે આ રાજ્યોગ વરદાનરૂપ સાબિત થશે, જે પણ કાર્યો અટકેલા છે, તે તમામ કાર્ય પૂર્ણ થશે. માઁ દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે. જે લોકો શિક્ષણ મેળવવા માટે વિદેશ જવા માંગે છે તે લોકોને તરક્કી મળી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ