બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / A fierce fire broke out on the seventh floor of a flat in Shahibagh

કરુણાંતિકા / આગની વચ્ચે સાતમાં માળે દીકરી 25 મિનિટ સુધી તરફડિયાં મારતી રહી, અમદાવાદ ફાયર વિભાગની 15 ગાડીઓ બચાવી ન શકી

Malay

Last Updated: 03:56 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શાહીબાગની ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા 17 વર્ષીય પ્રાંજલ બાલ્કનીમાં પોતાનો જીવ બચાવવા માટે તરફડિયા મારતી રહી અને અંતે મોતને ભેટી. પ્રાંજલની બૂમાબૂમથી માંડીને તેના સળગીને મોતને ભેટવા સુધીની દર્દભરી હકીકત પ્રત્યક્ષદર્શીએ રજૂ કરી.

  • શાહીબાગમાં આવેલા ફ્લેટના સાતમ માળે લાગી ભીષણ આગ
  • એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી 
  • 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની તરુણી આગમાં ફસાઈ ગઈ 
  • જીવ બચાવવા તડફડિયા મારતા મારતા મોતને ભેટી

અમદાવાદમાં આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ઓર્ચિંડ ગ્રીન નામની બિલ્ડિંગના સાતમા માળે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ લાગતા 17 વર્ષની સગીરાનું કરૂણ મોત નીપજ્યું છે. ફાયરબ્રિગેડની ભૂલને કારણે 17 વર્ષીય સગીરા પ્રાંજલનું મોત થયું હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીએ પ્રાંજલની બૂમાબૂમથી માંડીને તેના સળગીને મોતને ભેટવા સુધીની દર્દભરી હકીકત રજૂ કરી હતી.

ગિઝર ચાલુ કરતા અચાનક ફાટી નીકળી આગ 
વિગતવાર વાત કરીએ ગિરધરનગરમાં ઓર્ચિંડ ગ્રીન બિલ્ડિંગના બી બ્લોકના સાતમા માળે સુરેશ ગૌતમચંગ જીરાવાલા તેમના પરિવાર સાથે રહે છે. સુરેશભાઈના ભાઈની 17 વર્ષીય દીકરી પ્રાંજલ સુરતથી અમદાવાદ ભણવા માટે આવી હતી. તે સુરેશભાઈના ઘરે રહેતી હતી. આજે સવારે તે નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી. ત્યારે ગિઝર ચાલુ કરતા અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાંજલે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધીમે-ધીમે આગ આખા ફ્લેટમાં પ્રસરી ગઈ હતી. જેથી પ્રાંજલ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાં પહોંચી ગઈ હતી. તો આગ લાગતા સુરેશભાઈ અને તેમનો પરિવાર તાત્કાલિક ઘર બહાર દોડી ગયો હતો. જ્યારે પ્રાંજલ બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી. 

15 ગાડીઓ પહોંચી હતી ઘટના સ્થળે
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની 15 જેટલી ગાડીએ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7મા માળે લાગેલી આગને નીચેથી પચીસેક મિનિટ સુધી પાણીનો મારો ચલાવવા છતાં ઓલવી શકાતી નહોતી. 

બાલ્કનીમાં જીવ બચાવવા તડફડીયા મારતી રહી સગીરા 
સ્થાનકોના જણાવ્યા અનુસાર, ફાયર ફાઈટર દ્વારા પાણીનો જે મારો ચલાવવામાં આવતો હતો, એ ફક્ત 5મા માળ સુધી જ જઈ શકતો હતો. વાસ્તવમાં આગ 7મા માળના ફ્લેટમાં લાગી હતી અને આગ વધતી જ જતી હતી. કોઈ રીતે આગ કાબૂમાં આવી જ નહોતી રહી, કારણ કે એને ઓલવવા માટે પાણીનો ફોર્સ પૂરતો નહોતો. તો બાલ્કનીમાંથી પોતાનો જીવ બચાવવા માટે 17 વર્ષીય પ્રાંજલ ચીસાચીસ કરી રહી હતી. 

પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ દાઝી ગઈ હતી
જે બાદ ફ્લેટના જ રહીશ ફાયરબ્રિગેડને સામેની વિંગમાં 7મા માળે લઈ ગયા હતા. ત્યાં જઈને ફાયરની ટીમે સીધો સામેના જ ફ્લેટ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આ કારણે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી તેના માંડ અડધો કલાક પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ દાઝી ગઈ હતી. તરુણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. પરંતુ એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી તરુણીનું મોત નીપજ્યું હતું.

પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો દીકરી બચી જાતઃ  પ્રત્યક્ષદર્શી
આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, બૂમા બૂમનો અવાજ સંભળાતા હું નીચે દોડી ગયો હતો. ત્યાં જઈને જોયું તો બાજુના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને એક છોકરી પણ ફસાયેલી હતી, તે ગેલરીમાંથી જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતી હતી . ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પાંચમા માળ સુધી જ પાણી પહોંચતું હતું. જેથી મેં તેમને બાજુની બિલ્ડિંગમાંથી પાણી નાખવા જણાવ્યું હતું અને અંતે આશરે 25-30 મિનિટ બાદ આગ કાબૂમાં આવી હતી. જો પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો દીકરી બચી જાત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ