બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A father in Azamgarh Uttar Pradesh drowned his 6 year old son in water

અરેરાટી / પિતાએ 6 વર્ષના પુત્રને પાણીમાં ડૂબાવીને મારી નાખ્યો, કારણ જાણીને થૂ-થૂ કરવા લાગ્યા લોકો

Kishor

Last Updated: 07:24 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં પિતાએ જ પોતાના 6 વર્ષના એક પુત્રની પાણીમાં ડૂબાડીને હત્યા કરી નાખી હોવાના ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે.

  • ઉત્તર પ્રદેશના આઝમગઢમાંની ચોંકાવનારી ઘટના
  • પીતાએ વર્ષના પુત્રને પાણીમાં ડૂબાડીને હત્યા કરી
  • તળાવમાં ડૂબાડીને હત્યા કરી નાખી

ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,  એક પિતા પર પોતાના 6 વર્ષના એક પુત્રને પાણીમાં ડૂબાડીને હત્યા કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચારે બાજુ ચર્ચા જગાવનારી આ ઘટના ઉતરૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભદેવા મઝૌલી ગામની છે. મૃતક યુવકનું કહેવું છે કે તેના પિતાને દારૂ પીવાની આદત છે. પત્નીએ આરોપ લગાવ્યો છે કે પતિએ દારૂ પીને પૈસા માગ્યા હતા, જે તેણીએ આપ્યા ન હતા, આથી તે ઉશ્કેરાય ગયો હતો. બાદમાં પતિએ તેના દીકરાને ગામની બહાર આવેલા તળાવમાં ડૂબાડીને હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

મધ ચખાડવાથી નવજાતને મોતનો ખતરો, ડોક્ટરોએ આપી ચેતવણી, ક્યારે ખવડાવવું તેની  પણ આપી સલાહ honey should not be given to newborn baby

પત્ની ડોલીએ પૈસા આપવાની મનાઇ કરી હતી

નેટવર્ક 18ના રિપોર્ટ પ્રમાણે 6 વર્ષનો કાર્તિક પોતાની માતા ડોલીની સાથે નાનીના ઘરે ભદેવા મઝૌલી આવ્યો હતો. તેની સાથે તેનો ભાઇ કૃણાલ પણ આવ્યો હતો. આ દરમિયાન આરોપી શનિ રસ્તોગી પત્ની અને બાળકોને મળવા પહોંચ્યો હતો. આરોપી શનિ પર આરોપ છે કે ત્યાં તેણે પોતાની પત્ની પાસે દારૂ પીવા માટે દારૂ પીવા માટે પૈસા માગ્યા હતા. તેની પત્ની ડોલીએ પૈસા આપવાની મનાઇ કરી હતી. જ્યારે ડોલીએ શનિને પૈસા ન આપ્યા તો તે નારાજ થયો અને પોતાના બંને પુત્ર કાર્તિક અને કૃણાલને લઇને ઘરે જતો રહ્યો હતો. 

પતિને દારૂ પીવાની આદત છે

ગામની બહાર જ એક તળાવ આવેલું છે, શનિ પોતાના બંને બાળકોને લઇને તળાવમાં ડૂબાડવા લાગ્યો હતો. જેમાં તેનો મોટા દિકરો કૃણાલ ગમે તેમ કરી ભાગી ગયો પરંતુ 6 વર્ષનો કાર્તિક બચવામાં નિષ્ફળ રહ્યો અને તેનું ડૂબવાથી મૃત્યુ થઇ ગયું.આ મામલામાં સિટી એસપી શૈલેન્દ્ર લાલે કહ્યું કે ડોલીના પતિને દારૂ પીવાની આદત છે, અને તે અવારનવાર દારૂ પીવા માટે પત્ની પાસે પૈસા માગતો હતો. આ વખતે ડોલીએ દારૂ પીવાના પૈસા આપ્યા ન હતા, આ વાતથી નારાજ થઇને તેણે પોતાના 6 વર્ષના પુત્રને પાણીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દીધો. હાલ આરોપી શનિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પૂરાવાના આધારે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ