બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / A declaration by North Korean dictator Kim Jong Un has thrown the world to the rescue.

મોટી સફળતા / ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના એક એલાનથી ફફડી ઉઠી દુનિયા, લાગી બચાવના કામમાં

Vishal Khamar

Last Updated: 06:42 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર કોરિયા સફળ અસંખ્ય મિસાઈલ પરીક્ષણો કરવા માટે સતત ચર્ચામાં રહે છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં સરમુખત્યાર કિમ જોંગ પોતાની હરકતોથી બાજ આવ્યા નથી.

  • ઉત્તર કોરિયાએ મોટો દાવો કર્યો છે
  • જાસૂસી ઉપગ્રહનું મહત્વપૂર્ણ અને અંતિમ તબક્કાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું
  • ઉત્તર કોરિયા એપ્રિલ 2023 સુધીમાં જાસૂસી ઉપગ્રહ પૂર્ણ કરશે

 ઉત્તર કોરિયા સફળ અસંખ્ય મિસાઈલ પરીક્ષણો કરવા માટે સતત ચર્ચામાં રહે છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં સરમુખત્યાર કિમ જોંગ પોતાની હરકતોથી બાજ આવ્યા નથી. આ સાથે સોમવારે એક મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેણે જાસૂસી ઉપગ્રહનું મહત્વપૂર્ણ અને અંતિમ તબક્કાનું પરીક્ષણ કર્યું છે. જે તે એપ્રિલ 2023 માં પૂર્ણ કરશે્.

દક્ષિણ કોરિયા અને જાપાની સેનાઓએ ઉત્તર દ્વારા તેમના પૂર્વ કિનારે બે મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઈલોને પ્રક્ષેપણની જાણ કર્યાના એક દિવસ બાદ આ અહેવાલ આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર પશ્ચિમ શહેર ટોંગચાંગ-રીમાં સોહે સેટેલાઈટ લોન્ચિંગ સ્ટેશન પર હાથ ધરવામાં આવેલા પરીક્ષણનો હેતું સેટેલાઈટ ઈમેજિંગ, ડેટા ટ્રાન્સમિશન અને ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમની દેશની ક્ષમતાની સમીક્ષા કરવાનો હતો.

ઉત્તર કોરિયાએ મોટી સફળતા હાંસલ કરી
ઉત્તર કોરિયાએ મોટી સફળતા હાંસલ કરી છે. પ્રવક્તાએ કહ્યું કે અમે પુષ્ટિ કરીએ છીએ કે અમે સ્પેસ એન્વાયર્નમેન્ટમાં કેમેરા ઓપરેટિંગ ટેક્નોલોજી, ડેટા પ્રોસેસિંગ અને કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટની ટ્રાન્સમિશન ક્ષમતા, ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમની ટ્રેકિંગ અને કંટ્રોલ એક્યુરેસી જેવી જટિલ ટેકનોલોજીમાં મોટી સિદ્ધિઓ મેળવી છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં અનેક મિસાઈલ પરીક્ષણ
નોંધપાત્ર રીતે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં, ઉત્તર કોરિયાએ આ વર્ષે અભૂતપૂર્વ સંખ્યામાં મિસાઈલ પરીક્ષણો કર્યા છે. તેમાં ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પણ સામેલ છે. તે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને બાયપાસ કરીને યુએસ મેઈનલેન્ડ સુધી પહોંચવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. બીજી તરફ ગુરૂવારે ઉત્તર કોરિયાના સોહે સેટેલાઈટ લોન્ચિંગ ગ્રાઉન્ડ પર વધુ એક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને ઉપયોગ રોકેટ એન્જિન અને  અવકાશ પ્રક્ષેપણ વાહનો સહિત મિસાઈલ ટેકનોલોજીના પરીક્ષણ માટે કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ