બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A convention of sadhu-saints was held in Junagadh

વિવાદ યથાવત! / જૂનાગઢમાં 100થી વધુ સનાતન સાધુ-સંતોનું સંમેલન: કહ્યું, તમામ સંપ્રદાય એક જ છે, દેવી-દેવતાઓનું અપમાન સાંખી નહીં લેવાય

Malay

Last Updated: 01:30 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: જૂનાગઢમાં યોજાયેલા સાધુ-સંતોના સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની કરાઈ રચના, સંરક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે મુક્તાનંદ બાપુની નિયુક્તિ.

  • જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન 
  • સંત સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની જાહેરાત
  • સંત સંમેલનમાં વિવિધ સમિતિઓની કરાઇ રચના

Junagadh News: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા હતા, પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ધર્મ સંમેલન યોજાયા બાદ આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ-સંતોનું સંત સંમેલન યોજાયું છે. આ સંત સંમેલનમાં ગુજરાતભરના અનેક નામી-અનામી સાધુ-સંતો હાજર છે. સનાતન સાધુ-સંતોની હાજરીમાં આજે સનાતન ધર્મ માટે સંરક્ષણ સમિતિ સહિત વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં ગુજરાતના 100થી વધારે સાધુ-સંતોએ એક સ્વરમાં કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહીં. 

સંરક્ષણ સમિતિના અધ્યક્ષ બન્યા મુક્તાનંદ બાપુ
જૂનાગઢમાં સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ ચાપરડા બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુને બનાવવામાં આવ્યા છે. જ્યારે દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. જગતગુરુ શંકરાચાર્ય તમામ સમિતિના અધ્યક્ષ રહેશે. 

સાધુ-સંતોના સૂચનો બાદ બનાવાઈ સમિતિઃ ચૈતન્યશંભુ મહારાજ
સંત સંમેલનમાં ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, ભારતમાં સનાતન ધર્મને ગાળો દેવાની ફેશન ચાલે છે. ગઈ 5મી તારીખે લીંબડી ખાતે બેઠક મળી હતી. જેમાં વિવિધ સિમિતિઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે સાધુ-સંતોના સૂચનો બાદ સમિતિ બનાવાવાનો નિર્ણય લેવાયો છે. દ્વારકા પીઠના અધ્યક્ષ શંકરાચાર્યજી સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, સનાતન એટલે હિન્દુ બીજી કોઈ વ્યાખ્યા નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નિર્ણયો ગૌરક્ષનાથ આશ્રમમાં પણ લેવામાં આવશે. 

ચૈતન્યશંભુ મહારાજ

સ્વામિનારાયણના સંપ્રદાયે જગાડ્યા છેઃ નિજાનંદ સ્વામી
સંત સંમેલનમાં નિજાનંદ સ્વામી મહારાજે કહ્યું કે, જ્યારે હિન્દુ સમાજ જોકું ખાઈ જાય છે ત્યારે આપણે જાગીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયે જગાડ્યા છે. એટલે હું આ મંચ પરથી તેમનો આભાર માનીશ કે તમે અમને જગાડવાનું કામ કર્યું છે. પરંતુ હવે જગાડ્યા છે તો હવે તમે દાઝી ન જાવ એનું પણ ધ્યાન રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે 400-500 સાધુ સંતો લઈને ગેબીનાથ મહારાજ આવ્યા હતા, આ મંચ પરથી કહું છું કે જો કોઈ બીજા ગેબીનાથ મહારાજ જાગ્યાને તો વિદેશની ભૂમિ તમને નહીં સંઘરે. 

નિજાનંદ સ્વામી

'સનાતધર્મની હાની સ્વીકારવામાં નહીં આવે'
ધર્મ ગુરુ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાણીવિલાસની સાથે-સાથે પુસ્તકોમાં પણ ગમે તેમ લખેલું છે, વાણીવિલાસ પુસ્તકોના આધારે થઈ રહ્યો છે. આ વાણીવિલાસ બંધ કેવી રીતે કરવો તેની આજે એક વ્યવસ્થા નક્કી કરવામાં આવશે. આજે બધા એક જ અવાજ રજૂ કરવાના છે, કોઈપણ સંપ્રદાય દ્વારા થતી સનાતધર્મની હાની સ્વીકારવામાં નહીં આવે,  સનાતન ધર્મ વિશે જે કોઈ ઘસાતું કરશે તેને જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ સાથે આજે બધા એક થઈને નિર્ણય લેશે. 

જ્યોતિર્નાથ મહારાજ

સ્વામિનારાયણ સંપ્રદાયને લઇને હજુ પણ વિવાદ યથાવત 
આ મામલે ભારતી આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું હતું કે, આ કાયમી સોલ્યુસન નથી, સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રો જ હટાવાયા છે. અમારા 11 મુદ્દામાંથી એક મુદ્દા પર જ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડવાના પ્રયાસો થયા છે, તે ભાગ હંમેશા દૂર થાય એ અમારી માંગણી છે. એટલા માટે સનાતન ધર્મના તમામ સાધુ-સંતોનું સ્ટેન્ડ યથાવત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય મંદિરોમાં જ્યાં પણ દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે એવા ભીંતચિત્રો  કે એવી મૂર્તિઓ પણ દૂર કરવી જોઈએ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ