બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / A conspiracy in the state in the name of nutritious food? In a survey of Vadodara

ખુલાસો / પૌષ્ટિક આહારના નામે રાજ્યમાં ષડયંત્ર? વડોદરાના એક સરવેમાં 746 અતિ કુપોષિત તો 2,201 બાળકો કુપોષિત, પોલ ખૂલતાં આદેશ જાહેર

Vishal Khamar

Last Updated: 09:45 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા કોર્પોરેશન સંચાલિત 438 આંગણવાડીઓનાં સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં 746 બાળકો અતિકુપોષિત અને 2201 બાળકો કુપોષિત હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પાલિકાએ છેલ્લા 2 વર્ષથી પૌષ્ટિક આહાર બંધ કરતા કુપોષિત બાળકોની સંખ્યા વધી છે.

  • વડોદરા કોર્પોરેશન સંચાલિત 438 આંગણવાડીઓના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો 
  • 746 બાળકો અતિકુપોષિત અને 2201 બાળકો કુપોષિત હોવાનો ખુલાસો
  • પાલિકાએ છેલ્લા 2 વર્ષથી પૌષ્ટિક આહાર બંધ કરતાં કુપોષિત બાળકોની સંખ્યા વધી 

 રાજ્યમાં ચાલતી હજારોની સંખ્યામાં આંગણવાડીની સ્થિતિ અતિ દયનીય જોવા મળી રહી છે. કેમકે કોર્પોરેશન સંચાલિત આંગણવાડીઓના સર્વેમાં બાળકો કુપોષિત હોવાનુ સામે આવ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે વડોદરામાં 438 આંગણવાડીઓમાં કુલ 29,201 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી 746 બાળકો અતિ કુપોષિત અને 2 હજાર 201 બાળકો કુપોષિત હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે. ત્યારે રિપોર્ટ જાહેર થયા બાદ હાલ મ્યુનિપલ કમિશનરે ફરી બાળકોને પૌષ્ટિક આહાર આપવા આદેશ કર્યો. 

વડોદરા મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા હાલ ફરીથી બાળકોને પૌષ્ટિક આહારમાં લાડુ અને ફલેવર્ડ મિલ્ક આપવાના આદેશ અપાઈ ચુક્યા છે. વડોદરા પાલિકાએ છેલ્લા 2 વર્ષથી પૌષ્ટિક આહાર બંધ કરતાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.હાલમાં બાળકોને અક્ષયપાત્ર સંસ્થા તરફથી ભોજન આપવામાં આવે છે. તો બીજી તરફ વિપક્ષે રાજનીતિ શરૂ કરી છે.

અર્પિત સાગર (વડોદરા મહાનગર પાલિકા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર)

હાલ આંગણવાડીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો કરાઇ રહ્યો છેઃ અર્પિત સાગર

હાલ રાજ્યભરમાં આંગણવાડીમાં પૌષ્ટિક આહાર તો ઠીક પરંતુ આંગણવાડીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સમસ્યા જોવા મળી રહી છે. અનેક જગ્યાએ આંગણવાડીના નામે માત્ર છાપરા છે તો અનેક જગ્યાએ શેડ છે. ત્યારે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અર્પિત સાગરે નિવેદન આપતા જણાવ્યું કે હાલ આંગણવાડીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો કરાઇ રહ્યો છે. આંગણવાડીની ભીતો પર બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ મળે તે પ્રકારે આયોજનનું આયોજન પર કામ ચાલી રહ્યું છે. 

ચંદ્રકાંત શ્રીવાસ્તવ (કોંગ્રેસનાં સિનીયર કોર્પોરેટર)

કોરોનાંમાં પૌષ્ટિક આહાર બંધ કરી દીધો હતોઃ ચંદ્રકાંત શ્રીવાસ્તવ

આ બાબતે કોંગ્રેસનાં સિનીયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આંગણવાડી રાજ્ય સરકારે શરૂ કરી.  શા માટે ચાલુ કરી. કે ગરીબનાં બાળકોને પૌષ્ટિક આહાર મળે. અને પૌષ્ટિક આહારની લાલચમાં છોકરાઓને એક ભણવાની તક મળે. કોરોનાં કાળમાં જ્યારે પૌષ્ટીક આહારની વધુ જરૂર હતી.  તેવા સમયે પૌષ્ટીક આહાર જ બંધ કરી દીધો. અરે જરૂર પડે તો જ્યાં ઝુંપડ પટ્ટી હોય, વસાહત હોય ત્યાં જઈને નાના બાળકોને પૌષ્ટીક આહાર આપ્યો હોત તો પણ સારૂ રહેત.  પણ નહી કોરોનાં કાળનું એક બહાનું મળી ગયું. એટલે છેલ્લા ત્રણ વર્ષથી આ પૌષ્ટિક આહાર બંધ કરી દીધો.  હવે જ્યારે 400 કુપોષિત બાળકો નીકળ્યા ત્યારે હવે એવું કહે છે કે પૌષ્ટિક આહાર દૂધ અને ચણા શરૂ કરશું. હવે બીજી કોઈ જગ્યાએથી દાળ, ભાત, શાક, રોટલી મોકલે છે. એ પૌષ્ટિક આહાર નથી.  ધંધાદારી નિયમો બનાવી કોઈને કામ  આપી દીધું એનાથી છોકરાઓ, બાળકો પૌષ્ટિક નથી બનતા. પૌષ્ટિક આહાર વગર છોકરાઓ સારી રીતે જીવી નહી શકે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ