બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A concoction that will make you think, 'My son', you have a wonderful mind

સાજન માંડવે / એક એવી કંકોતરી જેને જોતા તમને થશે, 'મારું બેટું ' ગજબ દિમાગ હો બાકી !

Mehul

Last Updated: 06:05 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમરેઠના શાહ પરિવારમાં લગ્ન પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેક બુક અને પાસબુક ની થીમ પર કંકોતરી. બનાવવામાં આવી છે. બેંકની પાસબુક હોય આબેહૂબ તેવી જ કંકોતરી.

  • કંકોતરીમાં ખાતેદાર હોવાનો અહેસાસ 
  • પાસબૂક -ચેકબુક થીમની કંકોતરી 
  • ઉમરેઠના શાહ પરિવારની અનોખી પત્રિકા 

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગ ને યાદગાર બનાવવા માટે લોકો  થીમ-ડેકોરેશન માં અવનવી વેરાયટી લાવી અન્ય પ્રસંગ થી પોતાના પ્રસંગ અલગ દેખાય તેવા આયોજન કરતા હોય છે, પરંતુ હાલમાં કોરોના ની પરીસ્થીતી ને ધ્યાનમાં રાખી મર્યાદિત વ્યક્તિઓ ને આમંત્રીત કરવાના નિયમો હોવાને કારણે મોંઘા પાર્ટી પ્લોટમાં ભવ્ય ડેકોરેશન કર્યા વગર પોતાના પ્રસંગ યાદગાર રહે તે માટે ઉમરેઠના શાહ પરિવાર દ્વારા અનોખી આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી છે.

 

ઉમરેઠના હરીશભાઈ શાહ ના પુત્ર ધવલ ના લગ્ન પ્રસંગ નિમિત્તે તેઓ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના ચેક બુક અને પાસબુક ની થીમ પર કંકોત્રી બનાવવામાં આવી છે. બેંક ની આબેહૂબ પાસબુક હોય તેવી જ રીતે કંકોત્રીનું કવર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ભારતીય શાહ બેંક લખી બ્રાન્ચ નામની જગ્યાએ તેનું સરનામું લખવામાં આવ્યું છે ઉપરાંત જેમ બેંકની પાસબુકમાં પ્રથમ પાના પર જેમ એકાઉન્ટ ડીટેલ લખવામાં આવે છે તેવી જ રીતે આમંત્રણ આપનારનું નામ તેમજ એકાઉન્ટ નંબર ની જગ્યાએ મોબાઈલ નંબર સહીત સરનામાની જેવી વિગતો લખવામાં આવી છે. હરીશભાઈ શાહ દ્વારા લગ્નના વિવિધ પ્રસંગ જેવા કે રીસેપ્શન, ગણેશ પુજન ની વિગતો માટે અલગ અલગ ચેકની થીમથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ અનોખી કંકોત્રી ની થીમ પાછળ તેમનું માનવું છે કે  સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ દ્વારા કંકોત્રી કોઈ પણ જગ્યાએ આમંત્રણ સ્વરૂપે મોકલે છે તો મોટાભાગે પ્રસંગ પૂર્ણ થઈ ગયા બાદ મોટાભાગે કંકોત્રી કે જેમાં ભગવાન ના ફોટો અને નામ હોય છે તે પસ્તીમાં આપી દેવામાં આવે છે અથવા નદીમાં પધરાવી દેવામાં આવે છે. ત્યારે આ પ્રકારની કંકોત્રી છપાવવાના  કારણે પ્રસંગ પૂર્ણ થયા પછી અલગ પ્રકારની કંકોત્રી હોવાથી પરિવારના લોકો સંભારણા સ્વરૂપે સાચવી રાખશે અને અન્ય કંકોત્રી કરતા અલગ કંકોત્રી હોવાથી કાયમ માટે દીકરા ધવલ અને પૂત્રવધુ ભૂમિકાના લગ્ન પ્રસંગની યાદ કરશે.

પાસ બુક અને ચેકની થીમ આધારિત કંકોત્રી જોઈ એક સમયે જેમને આ અનોખું આમંત્રણ મળ્યું છે તેઓ પણ આશ્ચર્ય ચકિત થયા હતા કારણ કે કવરમાં તેમને જે આમંત્રણ મળ્યું તે આબેહૂબ ચેક અને બેન્ક ની પાસબુક જેવું હતું જેથી તેમને એક સમયે એમજ લાગ્યું હતું કે અમે ખાતું ખોલાવ્યું નથી છતાં પાસબુક અને ચેક કેવી રીતે તેમને પોસ્ટ મારફતે મળ્યા તો કેટલાક લોકો એ તો જ્યારે હરીશ શાહ રૂબરૂ આમંત્રણ પાઠવવા ગયા ત્યારે નવી બેન્ક ખોલો છો કે શું ના સવાલ સાથે આમંત્રણ સ્વીકાર્યું હતું તો કેટલાક લોકો એ આ અનોખી કંકોત્રી જોઈ હરીશભાઈ ને ફોન થકી પણ આ અનોખી કંકોત્રી ને યાદગાર ગણાવી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ