બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A case of bravery from Chatra taluk of Jharkhand came up

બહાદુરી / આ મર્દાની કહેવાય, 3 વર્ષના માસૂમને બચાવવા કૂદી પડી 40 ફૂટ ઊંડા કૂવામાં, પછી શું થયું બન્નેનું?

Kishor

Last Updated: 08:29 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડના ચતરા જિલ્લામાં દીકરીની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષની દીકરીએ 3 વર્ષના બાળકને કુવામાંથી હેમખેમ બચાવી લીધો હતો.

  • ઝારખંડના ચતરા જિલ્લામાં દીકરીની બહાદુરીનો કિસ્સો
  • 13 વર્ષની દીકરીએ હેમખેમ બચાવી
  • ગ્રામજનોને સાહસિક વૃત્તિને બિરદાવી

ઝારખંડના ચતરા જિલ્લામાં ચકચારી ઘટના સામે આવી હતી. જેમાં 40 ફૂટ ઊંડા 3 વર્ષનો બાળક પડી ગયો હતો. આ દરમિયાન કૂવામાં ડૂબી ગયેલા બહેનના ત્રણ વર્ષના પુત્રને 13 વર્ષની દીકરીએ હેમખેમ બચાવી અને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મયુરહંદ બ્લોકના હુસીયન ગામમાં ત્રણ વર્ષનો શિવમ અન્ય બાળકો સાથે કુવા પાસે રમતો હતો. આ દરમિયાન અકસ્માતે કૂવામાં પડી ગયો હતો. જે મામલે જાણ થતા 13 વર્ષની મોસી કાજલ તાત્કાલિક પોતાના જીવનની ફરવા કર્યા વગર કુવામાં ઝંપળાવ્યું હતું.

પીડાને પછાડી અને શિવમને બચાવી લીધો
કાજલે કુવામાં લગાવેલ ઈલેક્ટ્રિક મોટરના પાઇપ વડે અંદર ઉતરી અને બાળકને હેમખેમ ઉગારી લીધો હતો. બાદમાં દીકરીએ કુવામાંથી જોરદાર અવાજ કર્યો હતો. આ દરમિયાન ગ્રામજનોને જાણ થતા એક કલાક પછી ગ્રામજનો દોડ્યા હતા અને કુવામાં દોરડા વડે કાજલ અને બાળકને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. મહત્વનું છે કે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી કાજલને કૂવામાં ઉતારતી વેળાએ માથા અને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ પણ થઈ હતી. છતાં તેમણે પોતાની પીડાને પછાડી અને શિવમને બચાવી લીધો હતો.


યુવતીની હોસ્પિટલમાં સારવાર

આ મામલે ચતરાના ડેપ્યુટી કમિશનર અબુ ઈમરાને જણાવ્યું કે તેમણે છોકરીના કામ અને તેના પરિવાર વિશે માહિતી માંગી છે. આ જબરદાસ્ત તાકાતનો પરચો બતાવવા બદલ તેમનું સન્માન અને પુરસ્કાર આપવામાં પણ મહેનત કરશે. બીજી તરફ તેમના પરિવારજનોએ કહ્યું કે હાલ તેમની ઇજાને પગલે સ્થિતિ નાજુક છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ