બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A cabinet meeting will be held today at Gandhinagar under the chairmanship of CM Bhupendra Patel

ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: નુકસાનીના વળતર સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા, જાણો કઇ-કઇ બાબતો આવરી લેવાશે

Malay

Last Updated: 07:54 AM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીના વળતર, વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને ચર્ચા કરાશે.

  • આજે મળશે કેબિનેટની બેઠક
  • CMની અધ્યક્ષતામાં બેઠક
  • વરસાદથી થયેલા નુકસાનની ચર્ચા

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી થયેલી નુકસાનીના વળતર અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આ બેઠકમાં ખેતીમાં થયેલા નુકસાનના વળતરને લઈને પણ ચર્ચા થશે. મહત્વનું છે કે, આવતીકાલે એટલે બુધવારે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આજે મંગળવારે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. 

 

વાયબ્રન્ટ ગુજરાત અંગે પણ ચર્ચા
મળતી માહિતી અનુસાર, આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારના આયોજન અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા વાવેતરની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. 

Image
ફાઈલ ફોટો

ગુજરાતમાં કરાશે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
સામાન્ય રીતે દર બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવારે એટલે કે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વિશ્વ આદિવાસી દિવસને ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવવાનો સરકારે નિર્ણય લીધો છે. 

મુખ્યમંત્રી સોનગઢના ગુણસરા ખાતે હાજર રહેશે
વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસરા ગામ ખાતે કરવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

BIG NEWS: આવતીકાલે સવારે 9 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ કરશે મોટી જાહેરાત, હર્ષ  સંઘવીએ આપી માહિતી | CM Bhupendra Patel big announcement on Youth and Sports  Harsh Sanghvi
ફાઈલ ફોટો

મંત્રીઓ તાલુકા કક્ષાની ઉજવણીમાં રહેશે હાજર
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાતભરમાં કરવામાં આવશે, તેથી રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ વિવિધ તાલુકા કક્ષાની ઉજવણીમાં હાજર રહેશે, સાથે સાથે વિધાનસભાના મુખ્ય દંડક અને દંડક પણ વિવિધ તાલુકાઓની ઉજવણીમાં ભાગ લેશે. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ