બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A big scam of corona vaccination in Junagadh district

કૌભાંડ / જૂનાગઢમાં જુહી ચાવલા અને જયા બચ્ચનને 'અપાઈ ગઈ' વેક્સિન, ટાર્ગેટ પૂરા કરવા જુઓ ખેલ કરવામાં આવ્યા

Malay

Last Updated: 04:05 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણનું મોટું કૌભાંડ કરીને ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરવા ફિલ્મી હસ્તીઓના નામે સર્ટિફિકેટ ઈશ્યૂ થયા છે.

  • રસીકરણ પૂર્ણ કરવા લાલિયાવાડી
  • ફિલ્મ સ્ટારોના નામે સર્ટિફિકેટ ઈશ્યૂ
  • વિસાવદર અને ભેસાણમાં લાલિયાવાડી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100 ટકા પૂર્ણ કરવા માટે ફિલ્મ સ્ટારોના નામે સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દેવાના કોભાંડનો પર્દાફાશ થયો છે. જિલ્લાના ભેસાણ અને વિસાવદરના ગામડાઓમાં રસીકરણના સર્ટિફિકેટ મળ્યા છે. અહીંથી જુહી ચાવલા, જયા બચ્ચન, મહિમા ચૌધરીના નામના સર્ટિફિકેટ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરવા ફિલ્મી હસ્તીઓના નામે સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આ સમાચાર સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉંચાનીચા થઈ ગયા છે. 

જયા બચ્ચનનું સર્ટિફિકેટ

ફિલ્મી હસ્તીઓના નામે રસીકરણના સર્ટિફિકેટ ઇશ્યૂ 
જિલ્લાના વિસાવદર અને ભેસાણ તાલુકામાં રસી આપવામાં લાલિયાવાડી કરવામાં આવી છે. કોરોના રસીકરણનાં બોગસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યાં છે. સર્ટિફિકેટ અનુસાર, જુહી ચાવલાએ મોટી મોણપરી ગામે રસીના ડોઝ લીધા છે. તો જયા બચ્ચને મેંદપરા પીએચસીમાં અને મહિમા ચૌધરીએ મેંદપરા પીએચસીમાં રસીના ડોઝ લીધા છે.

મહિમા ચૌધરીનું સર્ટિફિકેટ

જિલ્લાના તંત્રમાં ખળભળાટ
આશ્ચર્યની વાત એ છે સ્થાનિક લોકોને રસી માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, ત્યારે જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી જેવી જાણતી હસ્તીઓના નામે રસીના સર્ટિફિકેટ્સ ઇશ્યૂ કરી દેવામાં આવ્યાં હતાં. ફિલ્મી હસ્તીઓના નામે સર્ટિફિકેટથી જિલ્લાના તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 

જુહી ચાવલાનું સર્ટિફિકેટ

કોરોના રસીકરણનું મોટું કૌભાંડ 
આ તમામ લોકોની જન્મ તા 1 જાન્યુઆરી અને સાલ અલગ અલગ લખવામાં આવી છે. આમ જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણનું મોટું કૌભાંડ કરીને ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જો તપાસ કરવામાં આવે તો ખોટાં સર્ટિફિકેટ તો ઠીક પણ કોરોનાની કિંમતી રસીને નાશ કરવાનું કૌભાંડ પણ સામે આવી શકે છે

આ પહેલા પણ સામે આવી ચૂક્યું છે આવું કૌભાંડ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આવું કૌભાંડ સામે આવી ચૂક્યું છે. ભાવનગરમાંથી વેક્સિન લીધા વગર એજન્ટો મારફત સર્ટિફિકેટ મેળવી લીધાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું. શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય મહિલાએ વેક્સિન લીધી નહોતી. પરંતુ તેમને માલણકા આરોગ્ય કેન્દ્રમાંથી વેક્સિન લીધાનું પ્રમાણપત્ર પણ મળી ગયું હતું. 
 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ