બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A big relief for housewives: Increase in income reduces prices of vegetables, know how much per kg

હડતાળની અસર / ગૃહિણીઓને મોટી રાહત: આવકમાં વધારો થતા શાકભાજીના ભાવમાં ઘટાડો, જાણો પ્રતિ કિલોએ કોની કેટલી કિંમત

Vishal Khamar

Last Updated: 02:40 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા હિટ એન્ડ રનને લઈ નવો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. જેને લઈ ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે શાકભાજીની નિકાસ અટકી જતા ભાવ ઘટ્યા છે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ચિંતીત બન્યા છે.

  • શિયાળામાં શાકભાજીના ભાવમાં ઘટાડો
  • પાકની આવક થતાં ભાવમાં નોંધાયો ઘટાડો
  • આદુના ભાવમાં આંશિક ઘટાડો

 હિંમતનગર વડાલી માર્કેટિંગયાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો છે. ટ્રાન્સપોર્ટની હડતાળથી શાકભાજીનો યાર્ડમાં ભરાવો થવા પામ્યો છે. યાર્ડમાં શાકભાજીનો ભરાવો થતા ભાવમાં ધરખમ ઘટાડો થવા પામ્યો હતો. હોલસેલ શાકભાજીમાં 50 ટકા જેટલા ભાવ ગગડ્યા હતા. હડતાળને પગલે કોઈ શાકભાજીની નિકાસ થઈ રહી નથી. ત્યારે ભાવ ગગડતા ખેડૂતોએ કરેલા ખર્ચ પર અસર થઈ છે. સરકાર યોગ્ય પગલા ભરે તેવી શાકભાજી પકવતા ખેડૂતોની માંગ છે.

આદુના ભાવમાં આંશિક ઘટાડો
અમદાવાદમાં પણ શાકભાજીનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શિયાળામાં પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. લીલી ભાજી 30 રૂપિયા કિલો અને મૂળો અને ગાજરનાં ભાવમાં 20-30 રૂપિયે કિલોનો ઘટાડો થયો છે. તો આદુનાં ભાવમાં પણ આંશિક ઘટાડો થયો છે. 200 રૂપિયે કિલો મળતું આદુ હાલ 160 રૂપિયે કિલો મળે છે. તો બજારમાં ટામેટાનો સૌથી ઓછો 20-30 રૂપિયા કિલો ભાવ છે. તો તુવેર 80-100 રૂપિયા અને લીલી મરચા 60-80 રૂપિયા કિલોનો ભાવ છે. જ્યારે વટાણા 30-40 રૂપિયા કિલો ભાવ જોવા મળ્યો હતો. 

વધુ વાંચોઃ પેટ્રોલ પંપો પર લાઇન ન લગાવતા: ટ્રકચાલકોની હડતાળ વચ્ચે ફેલાતી અફવાઓ મુદ્દે ગુજરાતને લઈને સ્પષ્ટતા

કયા શાકભાજીના ઘટ્યા ભાવ?

શાકભાજી ભાવ (કિલોમાં)
લીલી ભાજી 20 રૂપિયા કિલો
મૂળો 20 રૂપિયે કિલો
ગાજર 30 રૂપિયે કિલો
આદુ 160 રૂપિયે કિલો
ટામેટા 20થી 30 રૂપિયે કિલો
વટાણા 30થી 40 રૂપિયે કિલો
તુવેર 80થી 100 રૂપિયે કિલો
વટાણા 30થી 40 રૂપિયે કિલો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ