બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 09:41 PM, 2 December 2023
ADVERTISEMENT
ફિલિપાઈન્સના મિંડાનાઓમાં શનિવારે 2 ડિસેમ્બર 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપ રાત્રે 8:07 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનમાં 50 કિલોમીટરની ઊંડાઈ પર હતું.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)એ આ ભૂકંપની તીવ્રતા 7.5 અને તેનું કેન્દ્રબિંદુ 63 કિલોમીટરની ઉંડાઈ પર હોવાનું જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી હતી.
ADVERTISEMENT
Earthquake of Magnitude:7.4, Occurred on 02-12-2023, 20:07:08 IST, Lat: 8.56 & Long: 126.40, Depth: 50 Km ,Location: Mindanao,Philippines for more information Download the BhooKamp App https://t.co/r2BBXhuHfU@KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/SQ0p0nXAYQ
— National Center for Seismology (@NCS_Earthquake) December 2, 2023
સુનામી ફિલિપાઇન્સ અને જાપાન ક્યારે પહોંચશે?
ફિલિપાઈન્સ અને જાપાનમાં સુનામી આવવાની આશંકા છે. ફિલિપાઈનની સિસ્મોલોજી એજન્સી PHIVOLCSએ જણાવ્યું હતું કે સુનામીના મોજા મધ્યરાત્રિ સુધીમાં ફિલિપાઈન્સમાં પહોંચી શકે છે અને કલાકો સુધી ચાલુ રહેશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 3 ફૂટ ઊંચા સુનામીના મોજા થોડા સમય પછી રાત્રે 1:30 વાગ્યે જાપાનના પશ્ચિમ કિનારે પહોંચી શકે છે.
ગયા મહિને આવેલા ભૂકંપમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા
ગયા મહિનાની શરૂઆતમાં, દક્ષિણ ફિલિપાઇન્સમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં આઠ લોકો માર્યા ગયા હતા, રોઇટર્સે અહેવાલ આપ્યો હતો. 17 નવેમ્બરના ભૂકંપમાં સારંગાની, સાઉથ કોટાબેટો અને દાવોઓ ઓક્સિડેન્ટલના પ્રાંતોમાં 13 લોકોના મોત અને 13 લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે 50 થી વધુ મકાનો અને ઇમારતોને નુકસાન થયું હતું. સામાન્ય રીતે રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતા સામાન્ય કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે. ફિલિપાઈન્સમાં આ ભૂકંપને કારણે થયેલા નુકસાન અંગે અપડેટ આવવાનું બાકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.