બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / A 66-year-old thug tricked 27 girls from 10 states into marriage

ચોંકાવનારૂ / 66 વર્ષના ઠગે 10 રાજ્યોની 27 યુવતીઓને ફસાવી કર્યા લગ્ન: કોઈ CA તો કોઈ મોટી વકીલ

Priyakant

Last Updated: 04:09 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશા પોલીસે ગયા વર્ષે  10 રાજ્યોમાં 27 મહિલાઓ સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં એક ઈસમની કરી હતી ધરપકડ

  • ઓડિશામાં EDએ સૌથી છેતરપિંડી મામલે ઇસમ સામે નોંધ્યો કેસ 
  • ઇસમ સામે આરોપ છે કે, તેણે  27 વખત લગ્ન કર્યા
  • 10 રાજ્યોમાં 27 મહિલાઓ સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની કરી છેતરપિંડી
  • સ્વેનના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે: ED 

ઓડિશામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સૌથી મોટા છેતરપિંડી કરનાર રમેશ સ્વેન નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વાત જાણે એમ છે કે, આ ઇસમ સામે આરોપ છે કે, તેણે  27 વખત લગ્ન કર્યા છે, એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, સ્વેનના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે. આ તરફ હવે એજન્સી વધુ પૂછપરછ માટે ઈસમના રિમાન્ડ પણ માંગી શકે છે. 

ઓડિશા પોલીસે ગયા વર્ષે સ્વેનની 10 રાજ્યોમાં 27 મહિલાઓ સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. હાલમાં ઓડિશાનાં કિસ્સામાં પોલીસે સ્વેનની પત્નિઓ, સાવકી બહેન ડૉ. કમલા સેઠી અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જોકે તમામને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે. 

શું કહ્યું EDના અધિકારીઓએ ? 
સમગ્ર મામલે EDના અધિકારીઓએ કહ્યું કે, તપાસ એજન્સી હાલ રાજ્ય પોલીસના સંપર્કમાં છે. ઉપરાંત રિકવર કરાયેલ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. 2011માં હૈદરાબાદમાં MBBS કોર્સની સીટોના બદલામાં લોકોને 2 કરોડની છેતરપિંડી કરવા બદલ સ્વેનની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે 2006માં તેને કેરળની 13 બેન્કોને રૂ. 1 કરોડની છેતરપિંડી કરી હતી. 

સ્વેનની 8 મહિનાની શોધખોળ બાદ 13 ફેબ્રુઆરીએ પોલીસની વિશેષ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીમાં રહેતી તેની  પત્નિ દ્વારા મે 2021માં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે સ્વેનને 2018માં મેટ્રોમની સાઇટ દ્વારા મળી હતી. તે દરમિયાન સ્વેને દાવો કર્યો હતો કે, તે સ્વાસ્થ્ય મંત્રાલયમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે. 

એવું કહેવાય છે કે, સ્વેન પાસે ભુવનેશ્વરમાં ઓછામાં ઓછા 3 ભાડાના મકાનો હતા. જ્યાં એક સમયે ત્રણ પત્નિઓને રાખી હતી. પોલીસ આ માહિતી આપી છે. તેની પત્નિઓએ પોલીસને જણાવ્યું હતું કે, ધણી વખત તેમની પત્નિઓ પાસે લોન માંગતો હતો અને પૈસા મળ્યા બાદ આગામી પત્નિની શોધ કરતો હતો. 

જોકે અહી સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે, તેની પત્નિઓમાં ITBPના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, છત્તીસગઢનાઅ ચાર્ટડ એકાઉન્ટન્ટ, આસામનાઅ ડૉક્ટર અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટનાઅ બે વકીલો અને પ્રશાસનની એક મહિલાનો સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ