બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / આરોગ્ય / A 36-year-old young teacher died of a heart attack while playing cricket in Bardoli
Last Updated: 09:50 PM, 27 February 2024
યુવાનવયે હાર્ટ અટેક આવવાના બનાવો સતત વધી રહ્યા છે.. વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. બારડોલી 36 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.. યુવક શહેરની માલિબા કોલેજના અધ્યાપક તરીકે ફરજ બજાવતો હતો. કોલેજમાં ક્રિકેટ રમતી વખતે અધ્યાપકને હાર્ટ એટેક આવ્યો હતો. માલિબા કોલેજમાં ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. જે અંતર્ગત ક્રિકેટ મેચ રમાઇ રહી હતી.. આ મેચ દરમ્યાન અધ્યાપકને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
ADVERTISEMENT
મોતને ભેટનાર અધ્યાપકનું નામ ઋષભ શાહ હતું.. તેઓ મૂળ સુરત જિલ્લાના માંડવીના રહેવાસી હતા. ક્રિકેટ રમતા હાર્ટ અટેક આવતા સારવાર મળે એ પહેલાજ તેમનું મોત થઇ ગયું હતું.. તેમના નિધનથી સમગ્ર વિદ્યાર્થી આલમમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.