બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A 23-year-old man died of a heart attack while talking on the phone in Navsari

હાર્ટ એટેક / નવસારીમાં 23 વર્ષીય રત્નકલાકારના હાર્ટે આપ્યો દગો, ફેકટરીમાં કામ કરતા સમયે અચાનક હ્રદય હુમલાથી મોત

Vishal Khamar

Last Updated: 05:37 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં હીરા કામ કરતો 23 વર્ષીય રત્નકલાકારનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. રત્નકલાકાર ફોન પર વાત કરતા સમયે અચાનક ઢળી પડ્યો હતો. ત્યારે તેને સારવાર મળે તે પહેલા જ રત્નકલાકારનું મોત નિપજ્યું હતું. રત્નકલાકારનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

  • નવસારીમાં 23 વર્ષીય રત્નકલાકારનું હાર્ટ એટેકથી મૃત્યું
  • ફોન પર વાત કરતા સમયે રત્નકલાકાર અચાનક ઢળી પડ્યો
  • થોડા દિવસ પહેલા રાજકોટ અને વડોદરામાં પણ બે લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અનેક લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાથી તેઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આજે નવસારીમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.


ફોન પર વાત કરતા કરતા અચાનક જ ઢળી પડ્યો
નવસારીમાં આર.સી.જેમ્સ ફેક્ટરીમાં કામ કરતા 23 વર્ષીય રત્નકલાકાર ફેક્ટરીમાં કામ કરતો હતો. તે દરમ્યાન તેને ફોન આવતા રત્નકલાકાર ફોન પર વાત કરતો હતો. ફોન પર વાત કરતા કરતા અચાનક જ ઢળી પડ્યો હતો. રત્નકલાકાર ઢળી પડતા અન્ય કારીગરો દ્વારા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતું સારવાર મળે તે પહેલા જ હાર્ટ એટેકનાં કારણે મૃત્યું થયું હતુ. 

હાર્ટ એટેકને લઈ કેટલીક જાણવા જેવી વાતો 
હાર્ટ એટેકને રોકવા માટે સૌથી જરુરી છે કે આપણને ખબર હોવી જોઇએ કે હૃદયની ધમનીઓમાં કોઇ બ્લોકેજ તો નથી ને?  હૃદયની ધમનીઓ(કોરોનરી આર્ટરી) તમારા શરીરની મુખ્ય લોહી જતી નસો છે જે તમારા હૃદય સુધી લોહીને પહોંચાડે છે. જો તેમાં કઇ પણ ગરબડ હોય કે તેમાં કોઇ કારણે બ્લોકેજ આવે છે તો તે હાર્ટ એટેકના અનેક ચેતવણી સંકેત આપે છે. 

આ છે ચેતવણી સંકેત 
હૃદયની નસો બ્લોક થઈ જાય ત્યારે તમને છાતીમાં ભારેપણું આવી શકે છે. થોડો પ્રયત્ન કર્યા પછી પણ તમે હાંફવા લાગો છો અથવા તમને છાતીમાં દુખાવો, ગૂંગળામણ, બેચેની અને અસ્વસ્થતાનો અનુભવ થાય છે, તો આ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. થાક, શ્વાસ લેવામાં તકલીફ, અચાનક ઝડપી ધબકારા એ પણ હાર્ટ એટેકના સંકેતો છે જે તમારી ધમનીઓ તમને આપી રહી છે. આ સિવાય હ્રદયરોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓમાં છાતીમાં દુખાવો કે દબાણ આવવું હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.

હાર્ટમાં ગરબડના સંકેત મળે તો શું કરવું? 
જો કોઈ દર્દીને આ લક્ષણો જણાય, તો તેણે તાત્કાલિક કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદયના ડૉક્ટરને મળવું જોઈએ. ખાસ કરીને જો તમારા પરિવારમાં કોઇને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા રોગોની હિસ્ટ્રી હોય, તો તમારે તમારા હૃદયનું સંપૂર્ણ ચેકઅપ કરાવવું જોઈએ.

હાર્ટ એટેક આવવા પર શું કરવું? 
હાર્ટ એટેકના શરુઆતમાં છાતીમાં દુખાવો, ભારેપણું, જડબામાં કળતર, પીઠ અથવા ડાબા હાથ કળતર, પરસેવો અને બેચેનીનો અનુભવ વગેરે સમાવેશ થાય છે. જો આવું થાય, તો તમારે મદદ માટે તાત્કાલિક મેડિકલ હેલ્પ લાઇન નંબર પર કૉલ કરવો જોઈએ. મેડિકલ હેલ્પ આવવા સુધી તમે દર્દીને એસ્પિરિનની ગોળી ખવડાવી શકો છો.

શું છે ઇલાજ? 
જે દર્દીઓને 70 ટકાથી ઓછું બ્લોકેજ હોય ​​તેમની સારવાર દવાઓથી કરવામાં આવે છે. લક્ષણો સાથે 75 ટકાથી વધુ બ્લોકેજ ધરાવતા દર્દીઓની સારવાર એન્જીયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી દ્વારા કરવામાં આવે છે.

હૃદયને તંદુરસ્ત રાખવા કરો આટલું:

  • તમાકુનું સેવન બંધ કરો
  • દારુ ના પીવો
  • ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓને કાબૂમાં રાખો, સમયસર તેની તપાસ કરાવો.
  • 7-8 કલાકની નિયમિત રોજ ઊંઘ લો. 
  • હેલ્દી ખોરાક લો અને મીઠું, ફેટ અને ખાંડથી બનેલા ખોરાક ખાવાનું ટાળો. મિઠાઇ, જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડથી દૂર રહો.
  • વજન કંટ્રોલમાં રાખો 
  • નિયમિત રીતે વ્યાયામ કરો. સ્વસ્થ્ય અને ફિટ રહેવા માટે તમે અઠવાડિયામાં 5 દિવસ 30-45 મિનિટ બ્રિસ્ક વોક કરો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ