બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 14 year old student was kidnapped and raped by a teacher

રાજકોટ / દુષ્કર્મી શિક્ષકે ધોરણ 9ની વિદ્યાર્થિનીને ઈન્સ્ટાગ્રામથી ફસાવી 3 વખત આચર્યું દુષ્કર્મ, લગ્નના 1 મહિના પહેલા કુકર્મ થયું છતું, કેસ ચેતવતો

Kishor

Last Updated: 10:32 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ગુરુ શિષ્યના સંબંધને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 14 વર્ષની વિદ્યાર્થિનીનું શિક્ષકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા સમાજમાં શિક્ષક ઉપર ફિટકાર વરસી રહી છે.

  • રાજકોટમાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ
  • ધોરણ-9માં ભણતી વિદ્યાર્થિની સાથે 3 વખત આચર્યું દુષ્કર્મ
  • વિદ્યાર્થિનીને નરાધમ શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર ફસાવી હતી
  • વિદ્યાર્થિનીને મળવાના બહાને ઘરે લઈ જઈ આચરતો હતો દુષ્કર્મ

રાજકોટના માધાપર ચોક પાસેના વિસ્તારમાં રહેતી માતાની સગીર વયની પુત્રી ફલેટ નીચે ફટાકડા ફોડવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં માતા નીચે ઉતરતા પુત્રી જોવા ન મળતા આસપાસ તપાસ કરી હતી. પણ તે મળી નહોતી. જેથી પરિવારના અન્ય સભ્યો સાથે શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ નહી મળતા યુનિવર્સિટી પોલીસ મથકમાં તેની સગીર વયની પુત્રીનું અજાણ્યો શખ્સ અપહરણ કરી નાસી છુટયાની ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 48 વર્ષના આધેડને 20 વર્ષની  કેદ, સાથે દંડ અને વળતર ચૂકવવા પણ આદેશ | 48-year-old middle-aged man jailed  for 20 years for ...

ફટકાડા ફોડવા જવાનું કહી નીકળેલી સગીરા ગુમ થઈ ગઈ હતી 

ફરિયાદ બાદ પોલીસ સતર્ક થઈ હતી અને તપાસમાં સામે આવ્યું કે અપહરણ કરાયેલી મનાતી બાળા પરમ દિવસે પરત ઘરે આવી ગઇ હતી. જેથી તેણીને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. બાળાએ પહેલા તો પોતે જાતે જતી રહ્યાનું કહ્યું હતું. પણ કંઇક અજુગતુ બન્‍યાનું જણાતાં પોલીસે કાઉન્‍સેલીંગ કરતાં આ છાત્રાએ તેની જ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો અભિષેક પંડયા નામનો લંપટ ઘર નજીક મળવાના બહાને બોલાવ્‍યા બાદ પોતાના ઘરે જામનગર રોડ ઘંટેશ્વર પાસે તિરૂપતિ હાઇટ્‍સમાં લલઇ ગયાનું અને ત્‍યાં ત્રણ વખત બળજબરીથી દૂષ્‍કર્મ આચરી લીધાનું કહેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સ્કૂલમાં 6 માસથી સંસ્કૃત-ગુજરાતી વિષય ભણાવતો હતો

મૂળ જામકંડોરણાના દળવી ગામના અને હાલ રાજકોટમાં જામનગર રોડ પર નાગેશ્વરમાં ફલેટમાં રહેતા અભીષેક વિમલ પંડયા સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો છે. તે સ્કૂલમાં 6 માસથી સંસ્કૃત-ગુજરાતી વિષય ભણાવતો હતો અને અગાઉ ન્યારાના પાટીયા પાસે આવેલી સ્કુલમાં નોકરી કરતો હતો. ત્યાં સ્કુલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને ભોળવી લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ આચર્યું હોવાથી મેડીકલ ચેકપ કરાવી પોક્સો સહિતની કલમ ઉમેરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી લંપટ શિક્ષક અભિષેક પંડ્યાની સગાઈ થઈ ચુકી છે અને આગામી તા.27 ડિસેમ્બરના રોજ તેના લગ્ન પણ નિર્ધારેલા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ