બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / A 12-year-old girl was raped in Amraiwadi area of Ahmedabad

ક્રાઈમ / અમદાવાદમાં પરણેલા યુવાને પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર રેપ કર્યો, પોલીસની બીકે આપઘાતનો પ્રયાસ

Dinesh

Last Updated: 09:34 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષની બાળકી સાથે પરણિત યુવકે પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાર્યો, પોલીસ આરોપીને પકડવા પહોંચે તે પહેલા આરોપીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો

  • અમરાઈવાડીમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર
  • પરણિત યુવકે પ્રેમજાળમાં ફસાવીને આચર્યું દુષ્કર્મ
  • બાળકીની તબીયત ખરાબ થતા માતાને જાણ કરી


અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષની બાળકી સાથે પરણિત યુવકે પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ બાળકીની તબીયત ખરાબ થતા તેણે પોતાની માતાને દુષ્કર્મની વાત કરી ત્યારે બાળકીની માતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમા સંજય વાઘેલા નામના યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડવા પહોંચે તે પહેલા સંજયએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી આરોપીને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દુષ્કર્મ તપાસમા ગીરીશ અને કિંજલનુ નામ સામે આવતા પોલીસે બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

માતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી 
આરોપી ગીરીશ સિંધવ અને કિંજલ જેમણે 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમા મદદગારીની ભૂમિકા ભજવી છે. જેથી પોલીસે તેમની ધરપકડ કરી છે. ઘટના એવી છે કે, અમરાઈવાડી વિસ્તારમા 12 વર્ષની બાળકી સાથે પરણિત યુવકે પ્રેમજાળમા ફસાવીને બળાત્કાર ગુજાર્યો હતો. પકડાયેલા આરોપી ગીરીશ અને સંજય બન્ને મિત્રો છે. ગીરીશ પરણિત છે. જયારે કિજંલ તેની પ્રેમિકા છે અને કિંજલ પણ પરણિત છે. 30 વર્ષના સંજયે 12 વર્ષની બાળકીને પ્રેમજાળમા ફસાવવા તેને મોબાઈલ ગીફટ આપ્યો હતો. અને તેની સાથે ફોન પર વાતચીત કરીને પ્રેમજાળમા ફસાવી હતી. ત્યારબાદ બાળકીને મળવા બોલાવી હતી. 

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
આરોપી ગીરીશ અને કિજંલે રૂમની પણ વ્યવસ્થા કરી હતી. આરોપી સંજયે બાળકીની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી આ ઘટનાથી ગભરાઈ ગઈ અને તેને પોતાની માતાને સમગ્ર હકીકત કહેતા આરોપીઓનો ભાંડો ફુટયો હતો અને તેઓ જેલના સળીયા પાછળ ધકેલાયા છે. મુખ્ય આરોપી સંજય હોસ્પિટલમા સારવાર લઈ રહ્યો છે અને પોલીસની નજર કેદમા છે જયારે ગીરીશ અને કિંજલની ધરપકડ કરીને તેને કોર્ટમા રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ