બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 9 people died of heart attack in Gujarat in 24 hours

ચિંતાજનક / અમદાવાદથી લઇને છેક દ્વારકા સુધી..., એક જ દિવસમાં 9 લોકોના હાર્ટ એટેકથી જીવ જતા ગુજરાતમાં હાહાકાર

Malay

Last Updated: 03:33 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યાએ વધારી ચિંતા, ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં એક જ દિવસમાં 9 લોકોના હાર્ટ એટેકથી મોત

  • 24 કલાકમાં હાર્ટ એટેકથી 9 લોકોએ ગુમાવ્યો જીવ
  • વડોદરામાં હાર્ટ એટેકથી 13 વર્ષીય બાળકનું મોત 
  • રાજકોટ જિલ્લામાં 3 લોકોએ હાર્ટ એટેકથી ગુમાવ્યો જીવ
  • દ્વારકામાં એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ 

Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યાએ ચિંતા વધારી છે. હાર્ટ એટેકના બનાવો પહેલા પણ બનતા હતા, પરંતુ છેલ્લા 4-5 વર્ષમાં તો હાર્ટ એટેકના બનાવમાં ખૂબ જ વધારો થયો છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. ચિંતાનો વિષય એ છે કે આ હાર્ટ એટેકના બનાવોમાં ઓન ધ સ્પોટ મોત થાય છે જેથી સારવાર માટેનો સમય મળતો નથી. રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં આજે એક જ દિવસમાં 9 લોકોના મોત થયા છે. 

હાર્ટ એટેક પહેલા જોવા મળે છે આવા લક્ષણો, ભૂલથી પણ ન કરતા ઇગ્નોર નહીંતર  પસ્તાવાનો પાર નહીં રહે | know what are the symptoms that can be seen before heart  attack

આરોગ્ય નિષ્ણાંતોની ચિંતા વધી
દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 3, ખેડા જિલ્લામાં એક યુવકનું અને વડોદરામાં 13 વર્ષના બાળકનું હાર્ટ અટેકથી મોત થયું છે. આમ રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યા વધતા આરોગ્ય નિષ્ણાંતોની ચિંતા વધી છે.

No description available.

દ્વારકા જિલ્લામાં એક જ દિવસમાં 3ના મોત
દ્વારકા જિલ્લામાં 24 કલાકમાં હાર્ટએટેકથી 3 લોકોના મોત થયા છે. જેમાં રામનગરમાં 72 વર્ષીય વેલજી કણજારિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે મોટા આંબલામાં 31 વર્ષના આતિમ બશિર સંઘાર અને દ્વારકામાં 52 વર્ષના ભિક્ષુક રાજકુમાર સોલંકીને હાર્ટ એટેક ભરખી ગયો છે. રાજ્યમાં યુવાનોના હાર્ટએટેકથી મોતને લઇને ચકચાર મચી ગઈ છે. 

રાજકોટમાં ત્રણ લોકોના બંધ થયા હૃદયના ધબકારા 
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં પણ એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. વિગતવાર વાત કરીએ તો રાજકોટની મધ્યસ્થ જેલમાં ફરજ દરમિયાન જેલકર્મી સવાઇસિંહ હાલાજી સોઢાને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

રાજકોટમાં 44 વર્ષીય બિલ્ડરનું મૃત્યુ 
રાજકોટમાં 44 વર્ષીય બિલ્ડરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. રાજકોટના રૈયા રોડ પર આવેલી અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ઝાલાવાડિયા નામના બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ  ફરી વળ્યું છે. 

ધોરાજીમાં પણ 28 વર્ષીય યુવકનું મોત
હાર્ટ એટેકથી મોતનો બનાવ રાજકોટના ધોરાજીમાં પણ બન્યો છે. ધોરાજીમાં પણ 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની આશુકુમાર દિનેશભાઈ સોનકાર (ઉં.વ  28) ધોરાજીમાં ભાદર 2 ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો. ડેમના પાટિયાનું સમારકામ કામ કરતી વખતે આશુ અચાનક ઢળી પડ્યો હતો. બનાવ બન્યા બાદ આશુને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

અમદાવાદમાં 28 વર્ષીય યુવકનું મોત
અમદાવાદમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ (ઉં.વ 28) નામનો યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે રવિ પંચાલનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.  આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાર્ટ એટેકથી અકાળે 28 વર્ષીય યુવકનું અવસાન થતાં પરિવારમાં મોતમ છવાયો છે.  

મૃતકઃ રવિ પંચાલ

કપડવંજમાં યુવકની ગરબા રમતી વખતે લથડી તબિયત
ખેડાના કપડવંજમાં પણ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. ખેડાના કપડવંજ ખાતે રહેતા વીર શાહ નામનો યુવક છઠ્ઠા નોરતે ગરબા રમી રહ્યો હતો, ત્યારે ગરબા રમતા રમતા અચાનક નાકમાંથી લોહી નીકળ્યું છે. જેથી વીર શાહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર અપાય તે પહેલા જ હાર્ટ એટેકથી તેનું મોત નિપજ્યું હતું. એકના એક દિકરાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.

મૃતકઃ વીર શાહ

વડોદરામાં 13 વર્ષીય બાળકનું મોત
વડોદરાના ડભોઈમાં પણ હાર્ટએટેકથી 13 વર્ષીય બાળકનું મોત થયું છે. ઉલટી થયા બાદ વૈભવ સોની નામના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. ધોરણ 6માં અભ્યાસ કરતા વૈભવ સોનીનું નિધન થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

9 people died Gujarat News Heart attack ગુજરાતમાં હાહાકાર ચિંતાજનક સમાચાર હાર્ટ એટેકથી મોત હાર્ટ એટેકના બનાવ HEART ATTACK NEWS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ