બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 89 water reservoirs of Gujarat filled with water in high alert

ભરપુર / ગુજરાતમાં સિઝનનો 78.91 ટકા વરસાદ, 89 જળાશયો હાઈએલર્ટ થતાં આટલા પાણીનો કુલ સંગ્રહ, જુઓ કયા ઝોનમાં કેટલો મેઘો મહેરબાન

Kishor

Last Updated: 08:36 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદને લઈને રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૦.૮૭ ટકા જળસંગ્રહ થયો છે તો સરદાર સરોવર પરિયોજનામાં ૭૩.૪૯ ટકા પાણી ભરાયેલ હોવાનું સામે આવ્યું છે.

  • રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૮.૯૧ ટકા નોંધાયો
  • સરદાર સરોવર પરિયોજનામાં ૭૩.૪૯ ટકા પાણી
  • રાજ્યના ૮૯ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની 

હાલ રાજ્યમા શ્રીકાર મેઘમહેર થઈ રહી છે. પરિણામે તમામ નદી નાળાઓમાં પુર આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૮.૯૧ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૫.૭૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૧૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૩૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૮.૭૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૨.૫૯ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

 

ભારતના સૌથી મોટા ડેમ સરદાર સરોવરનો જાણો ઇતિહાસ, આઝાદી પહેલાં થઈ હતી પહેલ |  56 years in the making, Sardar Sarovar Dam becomes a reality on PMs birthday

સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૨.૩૯ ટકા જળસંગ્રહ

રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૦.૮૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૪૫,૫૧૫.૧૮ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૩.૪૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૬૯.૮૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૬.૦૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૧.૬૩ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૬.૭૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૨.૩૯ ટકા જળસંગ્રહ થયો છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૧ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૨૮ જળાશયો મળી કુલ ૮૯ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૧ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૫ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

નમો નમામી નર્મદેઃ 138ની સપાટી પાર કરી સરદાર સરોવર ડેમ ઈતિહાસ રચશે | Gujarat sardar  sarovar narmada dam overflow celebration


રાજ્યમાં સિઝનનો  78.91 ટકા વરસાદ નોંધાયો

હાલ  રાજ્યમાં સિઝનનો  78.91 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં પોણા 28 ઈંચ વરસાદ પડી ચુક્યો છે. જેમા 46 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત 104 તાલુકામાં 20 થી 40 ઈંચ વરસાદ પડી ચુક્યો છે. તે જ રીતે રાજ્યના 94 તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ થયો છે. વધુમાં રાજ્યના 7 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ થયો છે.


128 તાલુકામાં વરસાદ નોંધાયો

આજે રાજ્યમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં લુણાવડા, દાંતા, 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આંકલાવમાં સવા ઈંચ વરસાદ, નડિયાદમાં 1 ઈંચ કપરાડામાં 1 ઈંચ, ડાંગમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં પોણો ઈંચ, મેંદરડામાં પોણો ઈંચ, ચિખલીમાં પોણો ઈંચ, ભાભરમાં પોણો ઈંચ, દેગઢબારિયામાં પોણો ઈંચ, વલસાડમાં અડધો ઈંચ, ગરબાડામાં અડધો ઈંચ, દાહોદમાં અડધો ઈંચ, નવસારીમાં અડધો ઈંચ, ડોલવણમાં અડધો ઈંચ, વાંસદામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ