બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 88 universities and 2371 colleges in Gujarat do not have NAAC accreditation

સ્પષ્ટતા / હદ થઇ ગઇ! ગુજરાતની 88 યુનિ. અને 2371 કોલેજો NAACની માન્યતા વિનાની, વિધાનસભામાં પ્રશ્નોત્તરી પર સરકારનો ખુલાસો

Malay

Last Updated: 04:25 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલ પર સરકારે કહ્યું કે રાજ્યમાં 88 યુનિવર્સિટી અને 2371 કોલેજ પાસે નથી NAACની માન્યતા.

  • ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ
  • NAACની માન્યતાને લઈને અર્જુન મોઢવાડિયાનો સવાલ
  • 20 યુનિવર્સિટી અને 97 કોલેજ પાસે જ છે માન્યતા

Gandhinagar News: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ગઈકાલથી શરૂ થઈ ગયું છે. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિધાનસભાના સત્રનો પ્રારંભ કરાવીને ઈ-વિધાનસભાનું ઉદ્ધાટન કર્યું હતું. આજે ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં NAACની માન્યતાનો મુદ્દો ઉઠ્યો હતો. પોરબંદર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)ની માન્યતાને લઈને સરકારને સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 88 યુનિવર્સિટીઓ અને 2371 કોલેજો પાસે NAACની માન્યતા નથી. 

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત, કુલ આટલા બિલ રજૂ  કરાશે, ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે! | two days short session of the  Gujarat Legislative ...
ફાઈલ ફોટો

માન્યતા મેળવવા માટે અપાઈ સૂચના
ગૃહમાં સવાલનો જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 20 યુનિવર્સિટી અને 97 કોલેજ પાસે NAACની માન્યતા છે. ગુજરાતમાં 88 યુનિવર્સિટીઓ પાસે નેકની માન્યતા નથી, જ્યારે 2371 કોલેજો પાસે પણ નેકની માન્યતા નથી. સરકારે વધુમાં જણાવ્યું હતું કે, બાકી રહેલી યુનિવર્સિટી અને કોલેજને માન્યતા મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. 

લોકસભામાં પણ ઉઠ્યો હતો આ મુદ્દો
આપને જણાવી દઈએ કે, આ વર્ષે જુલાઈ મહિનામાં લોકસભામાં ચોમાસું સત્રના પ્રશ્નોતરીમાં NAACની માન્યતાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં એક પ્રશ્નના જવાબમાં યુજીસી દ્વારા રિપોર્ટને રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે હાલ ગુજરાત સહિત દેશભરની હજારો કોલેજો અને યુનિવર્સિટીઓ પાસે NAACની માન્યતા જ નથી. એક બાજુ નવી શિક્ષણ નીતિના અમલની વાતો થઈ રહી છે, ત્યાં બીજુ બાજુ હજારો નેક વગરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સામે આવ્યું છે.

એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને મોટી રાહત, કોલેજો વધારે ફી નહીં વસૂલી શકે, ફી  માળખું જાહેર કરાયું I Engineering colleges will not be able to charge  arbitrary fees, for the first ...
ફાઈલ ફોટો

UGCનો રિપોર્ટ કરાયો હતો રજૂ
લોકસભામાં રજૂ કરાયેલા યુજીસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ત્રણ વર્ષથી NAACની માન્યતા નથી. વર્ષ 2015માં ગુજરાત યુનિવર્સિટી દ્વારા નેકની માન્યતા લેવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી સહિત ગુજરાતની 55 યુનિવર્સિટી અને ગુજરાતની 1767 કોલેજો પાસે NAACની માન્યતા ન હોવાનું યુજીસીના રિપોર્ટમાં સામે આવ્યું હતું.

દર પાંચ વર્ષે કરવાની હોય છે અરજી
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને યુજીસી દ્વારા નેક એક્રેડિટેશન, નેશનલ રેન્કિગ અને એનબીએ એક્રિડિટેશન લેવાનું ફરજિયાત કરાયું છે. જેમાં ટેકનિકલ કોલેજોએ કોર્સ દીઠ એનબીએ માન્યતા લેવાની હોય છે. યુનિવર્સિટીઓની વાત કરીએ તો યુનિવર્સિટીઓએ નેક એક્રેડિટેશન મેળવવાનું હોય છે. આ માટે દર પાંચ વર્ષે અરજી કરવાની હોય છે. પરંતુ મોટભાગની કોલેજો અને યુનિવર્સિટીઓ અરજી ન કરતી હોવાનું સામે આવ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ