બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / 85-year-old woman death Coronavirus Ahmedabad Civil Hospital Gujarat

કોરોના વાયરસ / અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત, રાજ્યમાં મૃતાંક 2: વડોદરામાં વધુ એક પોઝિટિવ આવતા કુલ 40 કેસ

Hiren

Last Updated: 10:44 PM, 25 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે. ત્યારે ભારતમાં પણ આ મહામારીની કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યાં 40 પર પહોંચી છે. ત્યારે કોરોનાથી મૃત્યુઆંકની સંખ્યા 2 થઈ છે. સુરત બાદ અમદાવાદમાં વૃદ્ધ દર્દીનું મોત થયું છે.

  • કોરોનાથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં પ્રથમ મોત
  • 85 વર્ષીય મહિલા દર્દીનું થયું મોત 
  • રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુઆંકની સંખ્યા 2 થઈ 

અમદાવાદમાં કોરોના પોઝિટિવ વુદ્ધ મહિલા દર્દીનું મોત

ગુજરાતમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના મોતની બીજી ઘટના સામે આવી છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 85 વર્ષીય મહિલા દર્દીનું મોત થયું છે. જેની પુષ્ટિ સિવિલ સુપરિટેન્ડન્ટે કરી છે. આ મહિલા મક્કાથી પરત ફરી હતી. અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીનું પ્રથમ મોત છે. આ અગાઉ રાજ્યમાં સુરતમાં કોરોના પોઝિટિવ વુદ્ધ દર્દીનું મોત નિપજ્યું હતું.

રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ

રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. વડોદરામાં કોરોના વાયરસનો 8મો પોઝિટીવ કેસ નોંધાયો છે. યુકેથી પરત આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દી દાખલ છે. રિપોર્ટ રી-કન્ફર્મેશન માટે બી.જે.મેડિકલની લેબમાં મોકલાયો છે.

અગાઉ સુરતમાં કોરોના પોઝિટિવ કેસ વૃદ્ધ દર્દીનું મોત

ગુજરાતમાં થોડા દિવસ અગાઉ કોરોનાથી સુરતમાં પ્રથમ મોત થયું હતું. સુરતમાં 67 વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત થયુ હતું. અઠવાલાઇન્સનાં વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ  આવ્યો હતો. કોરોના પહેલાં પણ કિડની ફેઇલ થઇ હતી. વૃદ્ધ અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા.

રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બુધવારે રાજકોટમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાંથી કુલ 24 સેમ્પલ મોકલાયા હતા જેમાંથી 23 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 21 કેસના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. જ્યારે એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 40 થઈ

રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4 થઈ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 14 કેસ પોઝિટિવ, સુરતમાં અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા, વડોદરામાં અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા, કચ્છમાં અત્યાર સુધીમાં 1 કેસ નોંધાયો છે. જેમાંથી રાજ્યમાં કોરોનાથી 2 મોત થયા છે. જેને લઇને રાજ્યમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા 40 થઈ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ