બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / 80 million people in the world sleep hungry every day! So many people's food is wasted

ચોંકાવનારો રિપોર્ટ / બાપ રે! વિશ્વમાં રોજના 80 કરોડ લોકો ભૂખ્યા સૂઇ જાય છે! આટલા લોકોનું ખાવાનું થાય છે બરબાદ, આંકડો જાણી ચોંકી જશો

Priyakant

Last Updated: 09:38 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hunger Report Latest News: વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે કુલ અનાજ ઉત્પાદનના 19 ટકા એટલે કે લગભગ 1.05 અબજ ટન અનાજનો બગાડ થયો

Hunger Report : યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા ખોરાકના બગાડ અને ભૂખમરાના આંકડા જોઈને તમને આશ્ચર્ય થશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં દરરોજ જેટલા લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે તેના કરતા વધારે અનાજનો દરરોજ બગાડ થાય છે. હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો આમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે.

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે કુલ અનાજ ઉત્પાદનના 19 ટકા એટલે કે લગભગ 1.05 અબજ ટન અનાજનો બગાડ થયો હતો. યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામનો ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટ 2030 સુધીમાં ખાદ્ય કચરાને અડધો કરવા માટે દેશોની પ્રગતિ પર નજર રાખે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો અનાજનો બગાડ અટકાવવામાં આવે તો દુનિયામાંથી ભૂખમરો દૂર થઈ શકે છે.

File Photo

મોટાભાગના દેશો મોકલે છે અહેવાલો
યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં પ્રથમ રિપોર્ટ કરતા ઈન્ડેક્સ માટે રિપોર્ટિંગ કરનારા દેશોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વર્ષ 2021ના રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, વર્ષ 2019માં વૈશ્વિક સ્તરે ઉત્પાદિત ખોરાકમાંથી 17 ટકા એટલે કે 931 મિલિયન ટન અનાજનો બગાડ થયો હતો. જોકે હજુ સુધી તમામ દેશોમાંથી તેના વાસ્તવિક આંકડા મળ્યા નથી.

દરેક વ્યક્તિ 79 કિલો અનાજનો કરે છે બગાડ 
સંશોધકોએ ઘરો, ખાદ્ય સેવા અને છૂટક વિક્રેતાઓ પર દેશના ડેટાનું વિશ્લેષણ કર્યું. તેઓએ જોયું કે દરેક વ્યક્તિ વાર્ષિક આશરે 79 કિલોગ્રામ ખોરાકનો બગાડ કરે છે. જે વિશ્વભરમાં દરરોજ ઓછામાં ઓછા એક અબજ પ્લેટ ખોરાકનો બગાડ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં વિશ્વમાં 783 મિલિયન લોકો દરરોજ તીવ્ર ભૂખનો સામનો કરે છે, જ્યારે 1 અબજ લોકોનો ખોરાક વેડફાય છે.

વધુ વાંચો: 'મારા પિતાને ધીરે-ધીરે ઝેર...', પિતા મુખ્તાર અંસારીના મોત પર પુત્ર ઉમરનો ગંભીર આક્ષેપ

મોટાભાગનો ખોરાક ઘરોમાં ફેંકી દેવામાં આવે છે
રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે અનાજનો બગાડ થઈ રહ્યો છે તેમાં સૌથી મોટો હિસ્સો સામાન્ય લોકોના ઘરેથી આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કુલ વેડફાઈ ગયેલા અનાજમાંથી 60 ટકા અનાજ ઘરોમાં ફેંકી દેવામાં આવે છે. આ ઉપરાંત 28 ટકા અનાજ હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા વેડફાય છે, જ્યારે 12 ટકા અનાજ છૂટક વેપારીઓ દ્વારા વેડફાય છે. રિપોર્ટના લેખક ક્લેમેન્ટાઇન ઓ'કોનોર કહે છે કે તે એક જટિલ સમસ્યા છે, પરંતુ સહયોગ અને પ્રણાલીગત કાર્યવાહી દ્વારા તેનો સામનો કરી શકાય છે. વિશ્વમાં ઘણી જગ્યાએ ખાદ્ય સંકટ ઘેરી બની રહ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ