વાપીમાં અંધશ્રદ્ધાનાં કારણે નિર્દોષ બાળકીએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી પરિવારનાં સભ્યની તબીયત ખરાબ રહેતી હોઈ અંધશ્રદ્ધા રાખી ધુમાડો કરતા ગુંગળામણથી પરિવારનાં ચાર સભ્યો બેભાન થઈ ગયા હતા. જ્યારે નિર્દોષ બાળકીએ જીવ ગુમાવવો પડ્યો હતો.
વાપીમાં અંધશ્રદ્ધામાં બાળકીનો લેવાયો જીવ
8 વર્ષની બાળકીનુ ગુંગળામણથી મોતને ભેટી
બીમારીથી બચવા મરચા-મસાલાના કર્યો હતો ધુમાડો
મૂળ બિહારનાં રોજગાર અર્થે વાપી ખાતે ભડકમોરા ખાતે રહેતા મંતોસભાઈ રામની પત્નિ લલિતાબેનની તબીયત છેલ્લા ઘણા સમયથી ખરાબ રહેતી હતી. ત્યારે આ બાબતે મંતોસભાઈએ તેઓની પત્નિનીને નજર લાગી હોય તેવી અંધશ્રદ્ધા રાખી ઘરનો દરવાજો બંધ કરી ઘરમાં મરચા સહિતનો મસાલો ભેગો કરી ધુમાડો કર્યો હતો. ધુમાડો કર્યા બાદ અચાનક જ થોડા સમય બાદ મંતોસભાઈ તેમજ તેમની પત્નિ લલિતાબેન અને આઠ વર્ષીય પુત્રી સોનમકુમારી અને બે સાળા ધુમાડાનાં કારણે શ્વાસ રૂંધાતા બેભાન થઈ ગયા હતા. ઘરમાંથી અચાનક જ ધૂમાડો નીકળવાનું શરૂ થતા આજુબાજુનાં લોકો તરત દોડી આવ્યા હતા અને દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા તમામ લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
ઘટનામાં આઠ વર્ષની બાળકીનું મોત નિપજ્યું
બનાવની જાણ થતા જ વાપી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને આ મામલે તપાસ હાથ ધરી હતી . પોલીસના સૂત્રો મુજબ આ પરિવારે સામૂહિક આપઘાત નહીં. પરંતુ ધુમાડાને કારણે ગુંગળામાંથી પરિવાર બેહોશ થતા આ ઘટના બની હતી. ઘટનામાં પરિવારની આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે પરિવારના ચાર સભ્યોને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે વાપી ટાઉન પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.
બી. એન. જાડેજા (ડી. વાય. એસ. પી., વાપી)
મારી દૂર કરવા ટોડકુ લગાવ્યો હતોઃ બી. એન. જાડેજા (ડી. વાય. એસ. પી., વાપી)
વાપી પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે. કે પરિવારમાં બે સભ્યો લાંબા સમયથી બીમાર હતા .જેના કારણે પરિવાર રાત્રે મરચાનો ધુમાડો કરી ઘરમાંથી બીમારી દૂર કરવાનો ટોડકુ લગાવ્યો હતો. વારંવાર ની માદગી થી કંટાળેલ પરિવારે તબીબોના બદલે અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો પરિવારનું મકાન નાનું હોવાથી મરચાનો ધુમાડો સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો. જેના કારણે પરિવારનું ગુંગળાવાથી બેહોશ થઈ ગયો હતો અને એક બાળકીનું મોત થયું છે વાપી પોલીસે પરિવારના નિવેદન બાદ એફ.એસ.એલ ની પણ મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.