બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / 7 devotees of Bhavnagar district died in an accident in Uttarakhand

કરુણ દૃશ્યો / મૃતકોની અંતિમયાત્રામાં હિબકે ચડ્યું ભાવનગર: પરિવારજનોનું હૈયું કંપાવી મૂકે તેવું આક્રંદ, ચારધામ યાત્રામાં થયા હતા સાત લોકોના નિધન

Malay

Last Updated: 02:05 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarakhand Gangotri Accident: ઉત્તરાખંડમાં અક્સ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના મૃતદેહ લવાયા વતન, મૃતકોની અંતિમયાત્રામાં સર્જાયા કરુણ દૃશ્યો.

  • ઉત્તરાખંડમાં અકસ્માતમાં 7 ગુજરાતીઓના મૃત્યુ
  • આજે સવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
  • અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
  • અંતિમવિધિ કરાતા સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ 

ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામથી પરત ફરતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળુથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોમાંથી 6 મૃતકોના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે પોતાના વતન લવાયા હતા. જ્યારે એકની અંતિમ વિધિ હરિદ્વારમાં જ કરાઈ હતી. 2 મહુવા, 3 તળાજા અને 1 મૃતદેહને પાલિતાણા લવાયા બાદ મૃતકોની અંતિમ વિધિ કરાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ છવાયો હતો. 

કરણજીત ભાટીના મૃત્યુથી પરિવારમાં આક્રંદ
ગઈકાલે રાત્રે તમામના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા. તમામ મૃતકોના સ્વજનો અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને વતન આવ્યાં હતાં અને વહેલી સવારે તેઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાલિતાણાના 29 વર્ષીય કરણજીત ભાટીનો મૃતદેહ વતન પહોંચતા જ પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. જે બાદ સવારે તેમની અંતિમ યાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. નોંધનીય છે કે, 29 વર્ષીય કરણજીત ભાટીનું બસ અકસ્માતમાં મૃત્યુ થતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

રાજુભાઇ મેર અને ગીગાભાઇની નીકળી અંતિમયાત્રા
તો અકસ્માતમાં મૃત્યુ પામેલા તળાજાના રાજુભાઇ મેર અને ગીગાભાઇ ભમ્મરના મૃતદેહ મધરાતે વતન તળાજા લવાતા આખું ગામ ભેગું થઇ ગયું હતું. સવારે બંનેની અંતિમયાત્રા નિકળતા પરિવારજનો અને સ્વજનોના આક્રંદથી હાજર સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. રાજુભાઈ મેર અને ગીગાભાઈની અંતિમયાત્રામાં કઠવા ગામે મોટી સંખ્યામાં લોકો ઉમટર્યા હતા. તળાજામાં નીકળેલી 35 વર્ષીય અનિરુદ્ધ જોશીની અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

મહુવામાં રહેતા દંપતીનું પણ મોત નિપજ્યું
ઉત્તરાખંડમાં સર્જાયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના સાત લોકો પૈકી મહુવાના દંપતીનું પણ કરૂણ મોત નીપજ્યું હતું. મહુવાના ગણપતભાઈ મહેતા અને દક્ષાબેન મહેતાની આજે વહેલી સવારે અંતિમયાત્રા નીકળતાં મોટી સંખ્યામાં બ્રહ્ણ સમાજ જોડાયો હતો. મહુવામાં દંપતીની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. 

કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, બસ નંબર (uk 07 8585) 35 યાત્રીઓને લઈને ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મનેરી પોલીસ સ્ટેશન, એસડીઆરએફ અને એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડીવારમાં ડીએમ અભિષેક રુહેલા અને એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી સાંજ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 28 ઈજાગસ્તોને ખીણમાંથી બહાર કાઢીને હોસ્પિલટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

Uttarakhand bus accident: CM Bhupendra Patel says deeply saddened by the incident, Gujarat govt announces helpline number

35 લોકો બસમાં હતા સવાર
એસપી અર્પણ યદુવંશીએ જણાવ્યું હતું કે, બસમાં શ્રદ્ધાળુઓ અને ડ્રાઈવર અને હેલ્પર સહિત કુલ 35 લોકો સવાર હતા. જેમાંથી 7 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ગણપતભાઈ મહેતા (ઉં.વ 61 રહે.મહુવા), દક્ષાબેન મહેતા (ઉં.વ 57 રહે. મહુવા), મીનાબેન ઉપાધ્યાય (ઉં.વ 51. રહે. ભાવનગર), રાજેશ મેર (ઉં.વ 40, રહે. તળાજા ), ગીગાભાઈ ભમ્મર (ઉં.વ 40, રહે તળાજા), અનિરુદ્ધ જોશી (ઉં.વ 35, રહે. તળાજા) અને કરણજીત ભાટી (ઉં.વ 29 રહે. પાલિતાણા) સામેલ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ