બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / 6 rules changing from February 1 2021 everything you need to know in details

કામની વાત / આજથી બદલાઈ ગયા આ 6 નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેવી થશે અસર

Bhushita

Last Updated: 06:58 AM, 1 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 1 ફેબ્રુઆરી છે અને સાથે આજે બજેટ પણ રજૂ થવાનું છે. આ સાથે જ આજથી ATM માંથી પૈસા ઉપડવાથી લઈને ગેસ સિલિન્ડરની કિંમતો સુધીના નિયમોમાં ફેરફાર આવ્યો છે. તો તમે પણ જાણી લો કે આ ફેરફાર તમને કઈ રીતે કરશે અસર.

  • આજથી બદલાઈ ગયા આ 6 નિયમો
  • જાણો 6 ફેરફારો તમારા ખિસ્સા પર કેવી કરશે અસર
  • આજે રજૂ થશે બજેટ 2021


1 ફેબ્રુઆરીથી એટલે કે આજથી  ATM માંથી પૈસા ઉપડવાથી લઈને ગેસ સિલિન્ડરની કિંમતો સુધીના 6 નિયમો બદલાઈ ગયા છે. જો નવા નિયમો શરૂઆતથી જાણી લેશો તો તમે પ સરળતાથી બજેટ બનાવી શકશો અને તમને મુશ્કેલી પડશે નહીં તો આવો જાણીએ એવા ફેરફારો વિષે જે ફેબ્રુઆરી મહિનામાં લાગુ થઈ રહ્યા છે.

આ ATMમાંથી નહીં નીકળે રૂપિયા
જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો, તો આ જાણકારી તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે, 1 ફેબ્રુઆરીથી પીએનબી એટીએમમાંથી પૈસા કાઢવાના નિયમો બદલાઈ રહ્યા છે. પીએનબી નોન ઈવીએમ એટીએમ મશીનોથી 1/2/2021 થી લેવડદેવડ ને માટે રોક લગાવાઈ છે. ફક્ત ઈએમવી એટીએમથી જ પૈસા ઉપડશે.  

એયર ઈંડિયા એક્સપ્રેસની આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ થશે
આજથી જ એયર ઈંડિયા એક્સપ્રેસની નવી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ થશે. અગાઉ શરૂ કરાયેલા રૂટની સાથે જ કુવૈતથી વિજયવાડા, હૈદરાબાદ, મેંગલોર, ત્રિચી, કોઝિકોડ, કુન્નર અને કોચ્ચી માટે પણ કંપનીની વિમાન સેવાઓ શરૂ થશે.

બદલાઈ જશે ગેસ સિલિન્ડરના ભાવ
દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. એવામાં 1 ફેબ્રુઆરી 2021 ના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે. આ  નવી કિંમતો તમારા ખિસ્સા પર મોટી અસર કરશે.

PMC બેંકની ખાસ ઓફર
કૌભાંડ સામે લડી રહેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક માટે અંતિમ બોલી લગાવવાની તારીખ 1 ફેબ્રુઆરી છે. સેન્ટ્રમ ગ્રુપ-ભારતપે (Centrum Group-BharatPe) અને યુકેની લિબર્ટી ગ્રુપ (Liberty Group) જેવા રોકાણકારોએ પોતાની ઓફર આપી છે.  

 ફાસ્ટેગ જરૂરી રહેશે
અગાઉ જાહેર થયેલા નવા નિયમ અનુસાર દેશમાં 15 ફેબ્રુઆરી 2021 થી દરેક ગાડીઓ માટે ફાસ્ટેગ ફરજીયાત થશે. નવી ગાડીઓની સાથે સાથે 1 ડિસેમ્બર 2017 પહેલા વેચેલા વાહનો માટે પણ ફાસ્ટેગ ફરજીયાત હશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર નવું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લેતા સમયે પણ ફાસ્ટેગ જરૂરી હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ