બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 48 new cases: 3 patients die of corona in 5 days in Gujarat, 349 active cases

ઉચાટ / 48 નવા કેસઃ ગુજરાતમાં 5 દિવસમાં 3 દર્દીના કોરોનાથી મોત, હાલ 349 એક્ટિવ કેસ

Mehul

Last Updated: 09:09 PM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 48 કેસ નોંધાતા ફફડાટ.કોરોનાને માત આપીને 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 349 પર.

  • ઓમિક્રોમની દહેશત વચ્ચે કોરોનાના 48 કેસ 
  • સૌથી વધુ અમદાવાદમાં 17,સુરતમાં 9 કેસ 
  • રાજ્યમાં રસીના 8.28 કરોડથી વધુ ડોઝ અપાયા 

ગુજરાતમાં  ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 48 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. તો કોરોનાને માત આપીને 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 349 પર પહોચી છે.તો કોરોનાગ્રસ્ત 7 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. સુરતમાં કોરોનાના કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે 1-1 મૃત્યુ થયા છે. 
 
કોરોના કાળમાં રાજ્યભરમાં અત્યાર સુધી થઈ ચૂક્યા છે 10095 મૃત્યુ થયા છે તો અત્યાર સુધી રાજ્યમાં 817263 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકા રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 17 કેસ નોંધાયા છે તો સુરતમાં 9, વડોદરામાં 7,ભાવનગરમાં 4 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.28 કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે. 


રસી ઝુંબેશમાં દેશમાં ગુજરાત અગ્રેસર : મુખ્યમંત્રી 

અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે "ટુ ગેધર વી ‌ફલાય" જાહેર કલાકૃતિને ખુલ્લી મુકતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે‌ અને અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં સાડા સાત કરોડથી વધારે ડોઝ અપાઇ ચૂક્યા છે. જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામેની લડાઈમાં થાક્યું હતું ત્યારે ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મક્કમતાથી મુકાબલો કર્યો છે.આજે જે ભૂમિ પર થી હું વાત કરી રહ્યો છું તે જ ભૂમિ પર કોરોના વિરોધી સ્વદેશી વેક્સિન વિકસાવવામાં આવી છે. જેનો આપણને સૌને ગર્વ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે , "ટુ ગેધર વી ફલાય"નો સંદેશો દર્શાવે છે કે આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકીએ છીએ.આ અવસરે મુખ્યમંત્રીએ કોવીડ કાળમાં વિપત્તિ ધર્મ તરીકે ફરજ બજાવનારા તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તબીબો અને આરોગ્ય કર્મીઓની પીઠ થાબડતા કહ્યું કે તબીબો અને આરોગ્ય કર્મીઓની સમર્પિત ભાવના કારણે જ કોરોનાને કાબુમાં રાખવામાં આપણને સફળતા પ્રાપ્ત થઇ છે.તેમણે વિશ્વાસપૂર્વક  કહ્યું કે "હારશે કોરોના, જીતશે ગુજરાત" નો સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશું.
  
આ અવસરે ઝાયડસના  પંકજ પટેલે જણાવ્યું હતું કે , અમારી કંપની દ્વારા હંમેશા સામાજિક દાયિત્વ અને પ્રાથમિકતા આપવામાં આવી છે. અને કોવીડ કાળમાં પણ અમે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે. તેમણે કહ્યું કે કોવીડ કાળમાં જરૂરી દવાઓ ગુજરાત અને ભારતમાં ઉત્પાદિત થઈ છે જે ભારતીય પ્રતિભા દર્શાવે છે.ઉલ્લેખનીય છે કે પંદર હજાર જેટલી અનન્ય અભિવ્યક્તિ સાથેની આ 'ટુ ગેધરવી  ફ્લાય' કલાકૃતિ 262 ફૂટ પહોળી અને 85 ફૂટની ઊંચાઈ ધરાવે છે, જે ઝાયડસ ગ્રુપના આઇકોનિક કોર્પોરેટ પાર્કની બાહ્ય દિવાલ પર મૂકવામાં આવી છે.

ઝાયડસ પ્રમોટર્સ કુટુંબના કલામર્મજ્ઞ ડિઝાઈનર અને ઉદ્યોગ સાહસિક શ્રીમતી મેહા પટેલ અને કોરોના કવીલ્ટ ,પ્રોજેક્ટના ફાઉન્ડર શ્રીમતી દિયા મહેતા ભોપાલ અને શ્રીમતી નેહા મોદી દ્વારા આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ