બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / 4 youth drowned in Malan river in Bhavnagar's Mahu, mother and son died in Ranakandorana reservoir in Porbandar

ગોઝારી ઘટના / ભાવનગર મહુવાની માલણ નદીમાં નાહવા ગયેલા 4 યુવાનો ડૂબ્યાં, 3 સગાભાઈના મોત, પોરબંદરમાં રમતા-રમતા બાળક નદીમાં પડ્યું

Dinesh

Last Updated: 09:23 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના મહુવાની માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યા છે, તો બીજી તરફ પોરબંદરના રાણાકંદોરણાના જળાશયમાં માતા-પુત્રનું ડૂબવાથી મૃત્યું થયું છે

  • ભાવનગરની મહુવાની માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યા 
  • નાના જાદરા ગામ પાસેથી પસાર થતી નદીમાં યુવકો ડૂબ્યા
  • રૂપાવટી ગામેથી કામ માટે નાના જાદરા ગામે આવ્યા હતા


રાજ્યમાં વધુ એકવાર ડૂબવાથી મોતની બે ઘટનાઓ સામે આવી છે. ભાવનગરના મહુવાની માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યા છે, તો બીજી તરફ પોરબંદરના રાણાકંદોરણાના જળાશયમાં માતા-પુત્રનું ડૂબવાથી મૃત્યું થયું છે. જે બંન્ને ઘટનાથી પરિવારમાં શોકના વાદળો ઘેરાયા છે. 

માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યા
ભાવનગરના મહુવાની માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. નાના જાદરા ગામ નજીકથી પસાર થતી નદીમાં યુવાનો ડૂબ્યા છે. બપોરના સમયે નદીમાં નાહવા જતા ચારેય યુવાનો ડૂબી ગયા હતા. જે નદીમાંથી 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે તેમજ અન્ય એક યુવાનોની શોધખોળ ચાલું છે. પાપ્ત વિગતો મુજબ રૂપાવટી ગામેથી કામ અર્થે નાના જાદરા ગામે આ યુવાનો આવ્યા હતા. 4 લોકો ડૂબ્યા છે, જેમાંથી ૩ના મૃતદેહો મળી આવ્યા જ્યારે એકની શોધખોળ ચાલું છે, અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકોમાં ૩ સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે.

પોરબંદરમાં માતા-પુત્રનું ડૂબવાથી મોત
પોરબંદરમાં રાણાકંદોરણાના જળાશયમાં માતા-પુત્રનું ડૂબવાથી મોત થયું છે. ધાર સીમ નજીકમાં આ ઘટના બની છે. જળાશય નજીક રમતા રમતા બાળક પાણીમાં ગરકાવ થયું હતું. જે બાળકને બચાવવા માતાએ પાણીમાં ઝંપલાવ્યું હતું. જે ઘટનામાં માત-પુત્ર બંન્નેનું ડૂબવાથી મૃત્યુ થયું છે. ફાયર વિભાગે મૃતદેહને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ