બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / 3 warning signs that can indicate severity of fatty liver disease

સાવધાન! / આ સંકેત દેખાય તો સમજી લેજો કે તમને થઇ છે ફેટી લીવરની ગંભીર સમસ્યા, જાણો શું છે તેના લક્ષણ

Arohi

Last Updated: 01:01 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરાબ ભોજન અને લાઈફસ્ટાઈલના કારણે ફેટી લિવર ડિઝીઝની સમસ્યાનો સામનો કરવો પડે છે. ફેટી લિવર ડિઝીઝના બે પ્રકાર હોય છે. આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ અને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ.

  • બે પ્રકારના હોય છે ફેટી લિવર 
  • ખરાબ ભોજન અને લાઈફસ્ટાઈલ છે કારણ 
  • આવા સંકેતો દેખાય તો થઈ જજો સાવધાન 

લિવરમાં વધુ પ્રમાણમાં ફેટ જમા થવાના કારણે ફેટી લિવર ડિઝીઝનો સામનો કરવો પડે છે. લિવર આપણા શરીરનો એક મહત્વ ભાગ છે જે આપણા લોહીમાં કેમિકલ્સને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે અને બાઈલ નામના પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે જે લિવરમાં રહેલા ખરાબ પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ઉપરાંત આપણા શરીર માટે પ્રોટીનનું નિર્માણ આયર્નને સ્ટોર કરવું અને પોષક તત્વોને એનર્જીમાં બદલવાનું કામ કરે છે. 

આપણા લિવરમાં ફેટનું પ્રમાણ વધી જાય તો તે લિવરના સામાન્ય કામકાજને પ્રભાવિત કરવા લાગે છે જેનાથી ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

ફેટી લિવર બે પ્રકારના હોય છે. આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ અને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ. આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝની સમસ્યા ખૂબ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરવાના કારણે થાય છે. જ્યારે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝની સમસ્યા એ લોકોને હોય છે જે દારૂનું સેવન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે અથવા તો બિલકુલ નથી કરતા. બન્ને સ્થિતિઓમાં વ્યક્તિને લિવર સિરોસિસના ખતરાનો સામનો કરવો પડી શકે છે. જે લિવર ડેમેજનું એડવાન્સ સ્ટેજ હોય છે. 

આ સંકેતો પર આપો ધ્યાન 
ભ્રમ, વારંવાર ઉંઘ આવવાનો અહેસાસ અને બોલવામાં વારંવાર અટકવું સિરોસિસના અમુક અક્ષણો છે. તેની સાથે અમુક લોકોને સિરોસિસની સમસ્યા થવા પર પેટમાં ફ્લૂઈડ બનવા, ગ્રાસનલીની નસોમાં સોજો આવવો જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યા વધવાના કારણે ગ્રાસનલીની નસો ફાટી શકે છે અને તેમાં લોહી વહી શકે છે. આ લિવર કેન્સર અને લિવર ડેમેજનું છેલ્લું સ્ટેજ હોય છે. જેનો મતલબ એ છે કે તમારા લિવરે કામ કરવું બંધ કરી દીધુ છે. 

ફેટી લિવર ડિઝીઝના લક્ષણ જે બાદમાં જોવા મળે છે 
ફેટી લિવર ડિઝીઝના અમુક લક્ષણોની જાણકારી ખૂબ જ મોડી થાય છે જેમાં શામેલ છે 

  • પેટમાં સોજો આવવો 
  • હથેળીનું લાલ થવું 
  • સ્કિન અને આંખોનું પીળુ પડવું 
  • સ્કિનની નીચે બ્લડ સેલ્સ વધવા

કઈ રીતે ઓછો કરવો ફેટી લિવર ડિઝીઝનો ખતરો? 
ફેટી લિવર ડિઝીઝના ખતરાને ઓછો કરવા માટે હેલ્ધી પ્લાંટ બેસ્ટ ડાયેટ જેવા કે ફ્રૂટ્સ, શાકભાજી, હોલ ગ્રેઈન્સ અને હેલ્ધ ફેટ્સ લો. 

હેલ્ધી વેટને મેઈન્ટેન કરો. જો તમારૂ વજન વધારે છે તો કેલેરી ઈનટેક ઘટાડો અને દરરોજ એક્સરસાઈઝ કરો. 
જો તમારૂ વેઈટ હેલ્ધી છે તો તેને હેલ્ધી ડાયેટ અને એક્સરસાઈઝ દ્વારા મેઈનટેઈન કરવાનો પ્રયત્ન કરો. સાથે જ એક્સરસાઈઝને પોતાની ડેલી રૂટીનમાં શામેલ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ