બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / પ્રવાસ / 3 friend travel 15000km to rach scotland to india with 20 more country visit

OMG / VIDEO: 23 વર્ષ જૂની કારમાં અનેક દેશોમાં થઈણે ભારત આવી રહ્યા છે 3 ફ્રેન્ડ, ગુજરાત પણ ફરશે

MayurN

Last Updated: 06:44 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ મિત્રો અનોખી યાત્રા પર નીકળ્યા છે તેઓ ટોટલ 30,000 કિમી સફર કરશે જેમાં તેઓ 20 દેશોમાંથી પસાર થવાના છે અને અંતે ભારતમાં આવશે. ખાસ વાત એ છે કે તેમની પાસે 23 વર્ષ જૂની કાર છે.

  • ત્રણ મિત્રો એક અનોખી એડવેન્ચર ટ્રિપ
  • ભારત પહોચવા માટે 15,000 કિમી અંતર કાપશે
  • 23 વર્ષ જૂની મઝદા કારમાં મુસાફરી કરી રહ્યા છે

ત્રણ મિત્રો એક અનોખી એડવેન્ચર ટ્રિપ પર નીકળ્યા છે. આ ત્રણેયે સ્કોટલેન્ડથી પોતાની સફર શરૂ કરી છે અને 20 દેશોને પાર કરીને ભારત પહોંચવા માટે લગભગ 15,000 કિમીનું અંતર કાપવાનો ઇરાદો ધરાવે છે. ભારતમાં તેઓ ઘણા સિટીમાં જવા માગે છે. આ ત્રણેય મિત્રો 23 વર્ષ જૂની મઝદા કારમાં મુસાફરી કરી રહ્યા છે. આ કારમાં એસી પણ નથી. આ કારને આ લોકોએ લગભગ એક લાખમાં ખરીદી હતી.

 

ભારતમાં રહેશે આ જગ્યાઓ
તેઓ પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રવેશ કરશે અને ત્યાંથી દિલ્હી જશે. ત્યારપછી દિલ્હીથી મુંબઈ જવાના છે. વચ્ચે ગુજરાતમાં પણ આવશે. અને ત્યારપછી મહારાષ્ટ્રમાં જવાના છે ત્યાં મુંબઈમાં જશે અને છેલ્લે બેંગ્લોર જઈને પોતાનો આ સફર પૂરો કરશે.

આટલો સમાન સાથે રાખ્યો
તેમની લાંબી મુસાફરી માટે, મિત્રોએ તેમની સાથે 3 સ્લીપિંગ બેગ, 21 બોક્સર (દરેક માટે 7) રાખ્યા છે. આ સફરની શરૂઆત આ મિત્રો દ્વારા સ્કોટલેન્ડથી કરવામાં આવી હતી. આ ત્રણ યુવકોના નામ ડેનિયલ પેટર્ન (22), જો ફિશર (23) અને કેલમ કર્સ્ટન (22) છે. ત્રણેયનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો. ત્યાર બાદ તેઓ ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ) શિફ્ટ થઇ ગયા હતા. 

 

11 જુલાઈથી સફર શરુ કરી હતી
ત્રણેયે 11 જુલાઇથી તેમની સાહસિક સફર શરૂ કરી હતી અને ડેનિયલ્સ તેમની સફર વિશે ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. "અમને નથી લાગતું કે અમારી ઉંમરના કોઈએ આવું કર્યું હશે. જીવનમાં આનાથી મોટું સાહસ બીજું કોઈ ન હોઈ શકે, તે થોડું મૂર્ખામીભર્યું છે, પરંતુ તે લાંબા સમય સુધી યાદ રહેશે. ડેનિયલ્સે કહ્યું હતું કે તેને હંમેશા ફરવાનું, કેમ્પિંગ કરવાનું અને એડવેન્ચર ટ્રિપ્સ પર જવાનું સારું લાગે છે. આ વર્ષે જૂનમાં, ત્રણેય ઇંગ્લેન્ડ ગયા હતા, ડીલરથી, તેઓએ એક કાર ડીલ કરીને મજદા કાર ખરીદી હતી.

આટલો થશે ખર્ચ
ડેનિયલ્સનો અંદાજ છે કે આ સફરમાં આશરે 15 લાખ રૂપિયા બજેટ હશે. જેમાં ઓઈલ, ફૂડ, કાર સર્વિસ, વિઝા, કપડાની લોન્ડ્રી, મોબાઈલ ડેટા વગેરેનો સમાવેશ થાય છે. જો કે ત્રણેય લોકો વધુમાં વધુ પૈસા બચાવવા માંગે છે. 

 

આટલું અંતર કાપી ચુક્યા છે
આ મિત્રોએ જ્યારથી પોતાની એડવેન્ચર ટ્રિપ શરૂ કરી છે ત્યારથી તેઓ 3,500 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. અત્યાર સુધીમાં નવ દેશો પુરા થયા છે. જેમાં યુકે, ફ્રાન્સ, બેલ્જીયમ, લક્ઝમબર્ગ, જર્મની, ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, સ્લોવેનિયા અને ક્રોએશિયાનો સમાવેશ થાય છે.

હાલ તેઓ અહી છે
તેઓ હવે ક્રોએશિયામાં છે. અહીં આ લોકોએ પોતાની રાત કાર પાર્કિંગમાં વિતાવી હતી. "તે જે દેશોમાંથી પસાર થયા છે ત્યાંના લોકો સાથે વાત કરવી ખૂબ જ ખાસ છે કારણ કે તેઓ તેમના દેશ વિશે ઘણી બધી વાતો કહે છે. ઘણી વખત આ ત્રણેય જીપીએસ નેવિગેશન બંધ કરી દે છે. આવી સ્થિતિમાં, તેઓ એવી જગ્યાએ પહોંચે છે જ્યાં કોઈ નથી, તે ખૂબ જ રોમાંચક છે.

 

આગળનો પ્લાન
આ ત્રણેયનો આગામી પડાવ બોસ્નિયા અને હર્જેગોવિના છે. આ પછી આ ત્રિપુટી મોન્ટેનેગ્રો, અલ્બેનિયા, ગ્રીસ, તુર્કી, જ્યોર્જિયા, અઝરબૈજાન, ઈરાન અને પાકિસ્તાનને પોતાની કારમાં પાર કરીને ભારત પહોંચશે. ડેનિયલ્સે વેલ્સ ઓનલાઇનમાં જણાવ્યું હતું કે, "ઇરાનમાં જન્મદિવસ ઊજવશે, અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું છે, કાર પણ સારી રીતે ચાલી રહી છે." આ સાથે જ કોલમે કહ્યું કે, ઓગસ્ટમાં તેમનો જન્મદિવસ છે, પછી તે ઇરાનમાં હશે.

લોકોને મળવા ઉત્સાહીત
આ લોકો @kiwisdontfly એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર આ ખાસ ટ્રિપનું ડોક્યુમેન્ટરી કરી રહ્યા છે. અહીં તમે તેમની એડવેન્ચર ટ્રિપ જોઈ શકો છો. સાથે જ આ ત્રણેય મિત્રો ભારત, પાકિસ્તાન અને ઈરાનના લોકોને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલા આ ત્રણેય મિત્રોએ ન્યૂઝીલેન્ડના ઉત્તરી છેડાથી 2000 કિલોમીટરની મુસાફરી કરીને દક્ષિણી છેડા સુધી કારથી સફર કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ