બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / 26 including 16 Indian nationals trapped in West Africas Guinea

મુક્ત કરાવો / VIDEO:પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં 16 ભારતીય નાગરિકો સહિત 26 ફસાયા, ગેરકાયદેસર બંધક બનાવ્યાનો આરોપ, પરિવારોમાં આક્રંદ

Kishor

Last Updated: 12:02 AM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આફ્રિકા ખંડનો એક એવો દેશ છે જ્યાં 16 ભારતીય નાગરિકો સહિત 26 લોકોને ગેરકાયદેસર રીતે બંધક બનાવાયા છે. જેમાં વડોદરાનો એક યુવાન હોવાથી વતનમાં પરિવારજનોના આસું સુકાતા નથી અને પરિજનો મદદની માંગ કરી રહ્યા છે.

  • પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફસાયા 16 ભારતીય 
  • 16 ભારતીયમાંથી સામેલ વડોદરોનો યુવાન 
  • વડોદરામાં હર્ષવર્ધન શૌચેના પરિવારનો આંક્રદ

પશ્ચિમ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમા છેલ્લા ત્રણ મહિનાથી 16 ભારતીયો સહિત 26 લોકોને ગેરકાયદેસર રીતે બંધક બનાવાયાના આરોપ લાગ્યો છે. જેમાં એક વડોદરાનો યુવાન હર્ષવધન શૌચે પણ ફસાયો છે. ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા આ તમામની હવે પાડોશી દેશ નાઇઝરિયાની નેવીએ ડિમાન્ડ કરતાં ફસાયેલાઓના પરિવારજનો ચિતિંત બન્યા છે. નાઇઝરિયા નેવીને સોંપવામાં આવે તે અગાઉ ભારતીયોને ઇક્વિટેરિયલ ગિનીથી જ રેસ્ક્યુ કરવામાં આવે તેવી ભારત સરકારને પરિવારજનોએ માંગ કરી છે. હર્ષવધન શૌચેની પત્ની સ્નેહાબેને ચૌંધાર આંસુએ રડતા રડતા ભારત સરકારને આજીજી કરી છે કે પતિને વહેલીતકે મુક્ત કરાવે પત્ની સ્નેહાબેને જણાવ્યું કે, જો પતિ નાઇજીરીયાના કબજામાં જતા રહેશે તો તેમનું શું થશે ? તેવી ચિંતા હવે સતાવી રહી છે. હવે પતિની યાદ વધારે સતાવી રહી છે. હવે સહનશીલતા પણ ખૂટી ગઇ છે.

ચૌંધાર આંસુએ રડી રડીને પરિવારના બેહાલ 
ફસાયેલા લોકોએ તેમણે એક વીડિયો દ્વારા ભારત સરકારને અપીલ કરી છે કે, તેમને ત્યાંથી બચાવી લેવામાં આવે. વીડિયો રિલીઝ કરતી વખતે તેમણે નિવેદન આપ્યું હતું કે, અમે એમટી હીરોઇક ઇડુનના ક્રૂ મેમ્બર છીએ. અમે વિનંતી કરીએ છીએ કે, અમને અહીંથી બહાર કાઢીને ભારત પાછા લઈ જવામાં આવે. અહીં અમને 14મી ઓગસ્ટ 2022થી ગેરકાયદેસર રાખવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્રૂમાં કુલ 26 સભ્યો હતા, જેમાં 16 ભારતીય, 8 શ્રીલંકાના, 1 પોલિશ અને 1 ફિલિપિનોનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા ઘણા ખલાસીઓ બીમાર છે અને તેમના પરિવારજનો કફોડી હાલતમાં છે. ત્યારે આ અંગે વડોદરામાં પરિવારે સાંસદ રંજનબેન ભટ્ટેને વાત કરતા તેમને વિદેશ  
 
પરિવારે ભારત સરકાર પાસે માગી મદદ
હર્ષવધનનો પરિવાર ચિંતાતૂર છે. પરિવારના અન્ય સભ્યો, મિત્રો, શુભેચ્છકો શૌચે પરિવારને હાલ સાંત્વના આપી રહ્યા છે. હર્ષવધનના માતા અને પત્ની સતત રડી રહ્યા છે. પરિવારજનો એકબીજાને સાંત્વના આપી રહ્યા છે. માતાને પુત્રની ચિંતા અને પત્નીને પતિની ચિંતા કોરી રહી છે. ત્યારે પરિવારની એક માત્ર અપીલ છે કે હર્ષવધન સહિત તમામ 26 ક્રૂ-મેમ્બરને ભારત સરકાર મુક્ત કરાવે તેવી આસ લઇને બેઠા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ