બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / 251 crore spent for 1 km road? Nitin Gadkari made a big revelation while blowing up the CAG report

આરોપ પર જવાબ / 1 કિમી રોડ માટે 251 કરોડ ખર્ચાંયા? કેગ રિપોર્ટ ઉડાવી મૂકતા નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો

Hiralal

Last Updated: 02:28 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા એક્સપ્રેસ વેમાં કથિત કૌભાંડ મામેલ હવે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો આપ્યો છે.

  • દ્વારકા એક્સપ્રેસ વે બનાવવામાં કૌભાંડનો કેગનો ઉલ્લેખ
  • 1 કિમી રોડ માટે 18 કરોડનું ફંડ હતું
  • તેને બદલે 251 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યાં
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેગના રિપોર્ટને ફગાવ્યો 

દ્વારકા એક્સપ્રેસ વે પર કેગના રિપોર્ટને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. કેગના રિપોર્ટમાં કહેવાયું હતું કે 1 કિમીના રોડ માટે 18 કરોડનું બજેટ હતું તેમ છતાં એક કિમીનો રોડ બનાવવા માટે 251 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે પહેલીવાર જવાબ આપ્યો છે. કેગના રિપોર્ટ પર બોલતા ગડકરીએ કહ્યું કે દ્વારકા એક્સપ્રેસ વે પર કૌભાંડની વાત ખોટી છે. ઉલ્ટાનું દ્વારકા એક્સપ્રેસ વે પર 12 ટકા રૂપિયાની બચત થઈ છે. 

કેગના રિપોર્ટ પર શું બોલ્યાં નીતિન ગડકરી 
કેગના રિપોર્ટ પર ઉઠાવવામાં આવેલા સવાલ પર નીતિન ગડકરીએ કહ્યું કે, આ રિપોર્ટનું આકલન યોગ્ય નથી. તેમણે કહ્યું કે દ્વારકા એક્સપ્રેસવે 29 કિમી લાંબો છે. અમે મોકલેલી કેબિનેટ નોટમાં લખ્યું હતું કે અમે 5 હજાર કિલોમીટરનો ટૂ લેન રોડ બનાવીશું અને તેનો ખર્ચ 91 હજાર કરોડ રૂપિયા થશે. તેમાંથી અંદાજિત ડીપીઆર બન્યા બાદ ફ્લાયઓવર અને રિંગરોડની કિંમત નક્કી કરવાની હતી. સમસ્યા એ છે કે જેને તેઓ 29 કિ.મી. કહી રહ્યા છે તે 230 કિ.મી. તેમાં કુલ 29 ટનલ છે અને તે 230 કિમીનો કુલ લેન રોડ છે. આ ટેન્ડર પ્રતિ કિ.મી. 206 કરોડનું હતું. ગડકરીએ કહ્યું કે અમે આ પ્રોજેક્ટ પાછળ 12 ટકા ઓછો ખર્ચ કર્યો છે.

મોદી સરકારમાં મેં 50 લાખ કરોડના કામ કર્યાં 
ગડકરીએ કહ્યું કે, અમારા અધિકારીઓએ આ મામલાને કેગની સામે રાખ્યો હતો. ચર્ચામાં અધિકારીઓ અમારી સાથે સહમત થયા હતા. પરંતુ અમારી ભૂલ એ હતી કે અમે તેમને લેખિતમાં આપી ન હતી. "જ્યાં સુધી આ કૌભાંડની વાત છે, હું મીડિયાથી લઈને વિપક્ષને કહું છું કે, અમે સમયબદ્ધ, પરિણામલક્ષી અને ભ્રષ્ટાચાર મુક્ત છીએ. એટલું જ નહીં ગડકરીએ કહ્યું કે આ સરકારમાં મેં 50 લાખ કરોડ રૂપિયાનું કામ કર્યું છે. જો કોઇ કોન્ટ્રાક્ટર કે અન્ય કોઇ એમ કહે કે કોઇ કામમાં એક પણ પૈસો આપ્યો છે તો તેઓ જે કહે સજા ભોગવવા તૈયાર છે.

10 ઓગસ્ટે સંસદમાં રજૂ કરાયો હતો કેગનો રિપોર્ટ 
10 ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દ્વારકા એક્સપ્રેસ વેના નિર્માણમાં નિર્ધારિત રકમથી વધુ રકમ ખર્ચ કરવામાં આવી છે. આ અંગે વિપક્ષે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. દિલ્હી વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન શુક્રવારે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. આપના ધારાસભ્યોએ દ્વારકા એક્સપ્રેસ-વેના નિર્માણ સહિત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગેના કેગના અહેવાલને ટાંકીને કેન્દ્ર પર હુમલો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ