બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / સુરત / 25 Guajarati officers promoting as ips in Gujarat for the first time

દબદબો / ઇતિહાસમાં પહેલી વખત બનશે આવું, ગુજરાતનાં આ 25 અધિકારીઓને એકસાથે કરાશે IPS માટે નોમિનેટ

Khyati

Last Updated: 02:22 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPS લોબીમાં ગુજરાતીઓનો વધશે દબદબો, 25 ગુજરાતી એકસાથે બનશે IPS અધિકારી

  • IPS લોબીમાં ગુજરાતીઓનો વધશે દબદબો
  • 25 ગુજરાતી એકસાથે IPS અધિકારી બનશે
  • 2011ની બેચના અધિકારીઓને IPS નોમિનેટ કરાશે

આઇપીએસ ઑફિસર એટલે કે ઇન્ડિયન પોલીસ ઑફિસરનું પદ મળવુ એ ગૌરવપૂર્ણ અને પ્રતિષ્ઠતાભર્યુ માનવામાં આવે છે. અનેક યુવાઓની આઇપીએસ બનવાની ઇચ્છા હોય છે. જે માટે તેઓ દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરતા હોય છે.  જો કે પોતાનામાં સિવિલ સર્વિસિસનો જુસ્સો હોવો પણ જરુરી છે. ત્યારે હવે ગુજરાત માટે ગૌરવપૂર્ણ અને મહત્વની ઘટના બનવા જઇ રહી છે. કારણ કે હવે આ કેડરમાં પણ ગુજરાતીઓનો દબદબો જોવા મળશે. જી, હા  એકસાથે  25 અધિકારીઓ આઇપીએસ અધિકારી બનવા જઇ રહ્યા છે.

IPS લોબીમાં ગુજરાતીઓનો દબદબો

વર્ષ 2011ની બેચના અધિકારીઓને આઇપીએસ નોમિનેટ કરાશે.  25 જેટલા ગુજરાતી એક સાથે આઇપીએસ અધિકારી બનશે. આ તમામની નોમિનેશન માટેની ક્લિયરીંગ પ્રોસેસ પણ પૂર્ણ થઇ ગઇ છે. જેથી આવનારા સમયમાં આઇપીએસ લોબીમાં ગુજરાતીનો દબદબો વધશે તેમાં કોઇ બે મત નહી.

2011ની બેચના અધિકારીઓને IPS નોમિનેટ કરાશે

IPS માટેના નોમિનેશનમાં સુરતના DCP પન્ના મોમાયા, અમદાવાદ કંટ્રોલ રૂમના DCP ડો.હર્ષદ પટેલ તથા અમદાવાદ શહેરના ઝોન-4 DCP રાજેશ એચ.ગઢિયા સહિત 25  DySPનો સમાવેશ થાય છે.


ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર

ગુજરાતના ઇતિહાસમાં આવુ ક્યારેય બન્યુ નથી કે એક સાથે 25  ગુજરાતીઓ આઇપીએસ માટે નોમિનેટ થયા હોય. આવુ પ્રથમ વખત થવા જઇ રહ્યું છે કે વર્ષ 2011ની બેચના  DySP બનેલા GPSCના અધિકારીઓને લાભ મળશે. મહત્વનું છે કે  અત્યારસુધી ગુજરાતમાં IPS અધિકારીઓની નિમણૂક 2:1 રેસિયો પર થતી આવી છે, જેમાં ડાયરેક્ટ UPSC ક્લિયર કરનાર 2, GPSC ક્લિયર કરીને પ્રોમોશન લેનાર 1 IPS હોય છે.


36 DySPની જિલ્લામાં SP અને શહેરમાં DCP તરીકે નિમણૂક

મહત્વનું છે કે ગુજરાત કેડરના 4 આઇપીએસ અધિકારી સજ્જન સિંહ વી. પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી. તેમજ એવી પણ માહિતી મળી રહી છે કે વર્ષ 2011ની બેચના પાસ થયેલા 36 DySP જિલ્લામાં SP તરીકે તેમજ શહેરમાં DCP તરીકે નિમણૂક પામ્યા છે જેઓ આવનારા સમયમાં મહત્વની જગ્યા પર હશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ