બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 24 Gujarat agents under the radar in Australia's immigration scam

ઈમિગ્રેશન કૌભાંડ / એજન્ટ થ્રુ વિદેશ જતા વિદ્યાર્થીઓ ચેતી જજો: 3500થી વધુ ગુજરાતીઓની ઓસ્ટ્રેલિયામાં તપાસ, 24 એજન્ટો રડારમાં

Dhruv

Last Updated: 01:50 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એજન્ટ થ્રુ વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. ઓસ્ટ્રેલિયામાં ઝડપાયું ઈમિગ્રેશન કૌભાંડ. જેમાં બોગસ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ લીધો હોવાનો ખુલાસો.

  • એજન્ટ થ્રુ વિદેશ જતા વિદ્યાર્થીઓ ચેતી જજો
  • ઓસ્ટ્રેલિયામાં સામે આવ્યું ઈમિગ્રેશન કૌભાંડ
  • ઓસ્ટ્રેલિયામાં 3500 ગુજરાતીઓની ચાલી રહી છે તપાસ

હજુ તો તાજેતરમાં જ IELTSમાં 8 બેન્ડ મેળવીને મહેસાણાના 4 યુવકોને USA મોકલવાનું કૌભાંડ આચર્યાની ઘટનાને ઝાઝો સમય નથી થયો. ત્યાં તો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં IHRA (ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન) ની તપાસમાં મસમોટું ઈમિગ્રેશન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આથી, એજન્ટ થ્રુ વિદેશ જતા વિદ્યાર્થીઓ સાવધાન.

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી છે 3,500 ગુજરાતીઓની તપાસ

ઈમિગ્રેશન કૌભાંડમાં ખોટા બેન્ડ મળ્યાના સર્ટિફિકેટથી અનેક વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને બોગસ બેન્ડ સર્ટિ, બોગસ ડિગ્રી અને બોગસ એજ્યુકેશન બેન્ક લોન સર્ટિથી વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં 3 હજાર 500 જેટલાં ગુજરાતીઓની તપાસ ચાલી રહી છે.

40થી 50 લાખ લઈને ગેરદાયદે વિદેશ મોકલનારા એજન્ટો રડારમાં

ખૂબ મોટી રકમ લઈને એજન્ટો વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલતા હોવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આથી, રૂપિયા 40થી 50 લાખ લઈને ગેરદાયદે વિદેશ મોકલનારા એજન્ટો રડારમાં આવ્યા છે. ગેરકાયદે મોકલનારા એજન્ટો વિદ્યાર્થીઓને ખોટા ડોક્યુમેન્ટ સુધી બનાવી આપે છે. આ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા મેળવવામાં આવે છે. નોંધનીય છે કે, IHRAના સભ્યો ઓસ્ટ્રેલિયામાં છેલ્લા બે વર્ષથી તપાસ કરતા હતા.

ગુજરાતના ત્રણ શહેરના 24 જેટલાં એજન્ટો હાલ રડારમાં

વિદ્યાર્થીઓએ IELTS, TOFEL, CAE અને PTE જેવી પરીક્ષાની બોગસ બેન્ડ શીટ મેળવી હતી. 4 બેન્ડ પણ ન મળે તેવા વિદ્યાર્થીઓ 8 બેન્ડ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. આ મામલે ગુજરાતના ત્રણ શહેરના 24 જેટલાં એજન્ટો હાલ રડારમાં છે.

ગુજરાતમાંથી ચાલી રહ્યું છે કરોડોનું મહાકૌભાંડ: IHRAના ચેરમેન

આ મામલે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ (IHRA) ના ચેરમેને નિવેદન આપતા જણાવ્યું કે, 'અમારી પાસે ગેરકાયદે ઘૂસી ગયેલા લોકોની યાદી પણ છે. આ મામલે ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું મહાકૌભાંડ ચાલી રહ્યું છે. અમારી પાસે એજન્ટ વિરુદ્ધના પુરાવાઓ પણ છે. આગામી સમયમાં તમામ એજન્ટોને જેલમાં ધકેલવામાં આવશે.'

જુઓ 2 વર્ષની ગુપ્ત તપાસમાં શું બહાર આવ્યું?

  • ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશન બે વર્ષથી કરી રહ્યું હતું તપાસ
  • ગેરકાયદે વિદેશમાં ઘૂસનારા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થી બોગસ
  • વિદ્યાર્થી હોવાનું જણાવી ઓસ્ટ્રેલિયામાં લીધો પ્રવેશ
  • બોગસ વિદ્યાર્થીઓએ IELTS, TOFEL, CAE, PTE જેવી પરીક્ષાની બોગસ બેન્ડ શીટ મેળવી
  • 4 બેન્ડ ન મેળવી શકનારા 8 બેન્ડ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા
  • 3 હજાર 500થી વધુ બોગસ ગુજરાતી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા
  • ટૂંક સમયમાં તમામ બોગસ વિદ્યાર્થીને ભારત મોકલવામાં આવશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ