2000 Rs Note Exchange:23 મે, મંગળવારથી 2000 રૂપિયાની નોટો બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સ્પષ્ટ કહ્યું છે કે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 વચ્ચે બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. તેનો અર્થ એ નથી કે નોટો બંધ થઈ ગઈ છે.
જી હા, તમે 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ વડે ખરીદી કરી શકો છો! અને હા, જો કોઈ વ્યક્તિ 2000 રૂપિયાની નોટ સ્વીકારવાની ના પાડે તો તમે તેની સામે ફરિયાદ નોંધાવી શકો છો. જો કે કેટલાક લોકો બે હજારની નોટ લેવાનું ટાળી રહ્યા છે ત્યારે દિલ્હીમાં એક દુકાનદારે આ તકનો લાભ ઉઠાવીને પોતાનું વેચાણ વધારવા માટે એક એવો રસ્તો કાઢ્યો જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો!
આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે એક દુકાન પર એક મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેના પર હિન્દી અને અંગ્રેજી ભાષામાં બે હજારની નોટની તસવીર સાથે લખેલું છે - 2000ની નોટ આપો અને 2100 રૂપિયાનો સામાન મેળવો. સરદાર પ્યોર મીટ શોપ, જીટીબી નગર.
બ્લેકને વ્હાઇટમાં કરવાનો સાચી પદ્ધતિ...
આ તસવીર ટ્વિટર યુઝર 'સુમિત અગ્રવાલ' (@sumitagarwal_IN) દ્વારા 22 મેના રોજ પોસ્ટ કરવામાં આવી હતી - જો તમને લાગે છે કે RBI સ્માર્ટ છે તો ફરીથી વિચાર કરો કારણ કે દિલ્હીવાસીઓ ખૂબ જ સ્માર્ટ છે. તમારું વેચાણ વધારવાની કેવી ઇનોવેટિવ રીત! આ સમાચાર લખાય છે ત્યાં સુધી 1600 થી વધુ લાઈક્સ અને 250 થી વધુ રીટ્વીટ મળી ચુક્યા છે. સાથે જ ઘણા યુઝર્સે આના પર ફીડબેક પણ આપ્યા હતા.
If you think RBI is smart, think again cos Delhites are much smarter.
— Sumit Agarwal 🇮🇳 (@sumitagarwal_IN) May 22, 2023
જેમ એક યૂઝરે લખ્યું છે કે, આને કહેવાય આપદા માં પણ અવસર શોધવો. બીજાએ લખ્યું કે, વ્યવસાય કરવાની સાચી રીત. ત્રીજાએ લખ્યું કે, બ્લેકને વ્હાઇટ કરવાની સાચી રીત. એ જ રીતે, અન્ય યુઝર્સે પણ દુકાનદારના આઈડિયાની વખાણ કર્યા, તો કેટલાકે પૂછ્યું કે સામાન્ય માણસ પાસે 2000ની કેટલી નોટ છે? લગભગ 2 વર્ષથી તેનો ચહેરો પણ જોયો નથી. સારું, આ વિશે તમારી પ્રતિક્રિયા શું છે? કમેન્ટ મને જણાવો.