બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 200 families of Mahisagar migrated due to fear of lumpy virus

કહેર / ગુજરાતમાં લમ્પી વાયરસે વધારી ચિંતા, મહીસાગરના 200 પરિવારે કરી હિજરત,તો બનાસકાંઠા કલેકટરે બહાર પાડ્યુ જાહેરનામુ

Khyati

Last Updated: 12:36 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર વધતા માલધારીઓમાં ફફડાટ. મહીસાગરમાં 200 પરિવારે હિજરત કરવાની પડી ફરજ

  • ગુજરાતમાં વધી રહ્યો છે લમ્પી વાયરસનો કહેર
  • મહીસાગરમાં 200 પરિવારે કરી હિજરત
  • બનાસકાંઠામાં કલેક્ટર બહાર પાડ્યુ જાહેરનામુ 

ગુજરાતમાં લમ્પી વાયરલ કહેર મચાવી રહ્યો છે. એકબાદ એક ટપોટપ પશુઓના મોત થઇ રહ્યા છે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર પણ ચિંતિત જણાઇ છે. આ મામલે  પશુપાલન મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા જણાવ્યું  હતુ કે રાજ્યના 15 જિલ્લામાં લમ્પી વાયરસના કેસ નોંધાયા અને અત્યાર સુધીમાં લમ્પી વાયરસને કારણ 1021 પશુઓના મોત નીપજ્યા છે. ત્યારે વધતા કહેરને પગલે મહિસાગરમાંથી લોકોએ હિજરત કરવાની ફરજ પડી.  

મહીસાગરમાં 200 પરિવારે કરી હિજરત

લંપી વાયરસના ભયના પગલે મહીસાગરમાંથી 200થી વધુ પરિવારે  હિજરત કરી છે.  પાણી અને ઘાસચારા માટે ગુજરાત આવેલા પશુપાલકોએ હિજરત કરવાની ફરજ પડે. રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી આવેલા પરિવારે હવે પોતાના વતનની વાટ પકડી છે. કારણ કે માલધારીઓમાં ભય છે કે ક્યાંક લમ્પી વાયરસ તેઓના પશુઓને લાગુ ન પડી જાય. 

બનાસકાંઠા કલેક્ટરનું જાહેરનામું

તો લમ્પી વાયરસના કહેરને પગલે બનાસકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યુ. પશુની હેરાફેરી, મેળા, પ્રદર્શન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનુ છે કે  બનાસકાંઠામાં લમ્પી વાયરસના વધુ 275 કેસ નોંધાયા છે અને 119 ગામમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. 


રાજ્ય સરકારે બેઠક બોલાવી આપી સૂચના

મહત્વનું છે કે મુખ્યમંત્રીશ્ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુધનમાં લમ્પી સ્કીન રોગચાળા અંગે 27 જુલાઇએ સમીક્ષા બેઠક યોજી જેમાં મંત્રીશ્રીઓ અને દૂધ ઉત્પાદક સંઘોના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પશુરોગના નિયંત્રણ માટે સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે તથા અત્યાર સુધીમાં 3.33 લાખ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હોવાની માહિતી જણાવી હતી. તેમજ બેઠકમાં  રોગચાળો ફેલાતો અટકાવવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકવા તથા રોગ પ્રભાવિત ગામોમાં રસીકરણ, દવા-સારવારનો પ્રબંધ, માખી-મચ્છરનો ઉપદ્રવ રોકવા દવા છંટકાવ, જિલ્લા કક્ષાએ મોનિટરીંગ તેમજ સંકલન સમિતિની રચના, જનજાગૃતિના પગલાં સહિતની સૂચનાઓ તંત્રને આપી હતી.

 


કેન્દ્રની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આવી ગુજરાત- રાઘવજી પટેલ

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે  કચ્છ, જામનગર જિલ્લામાં આ રોગની વ્યાપક અસર જોવા મળે છે.  40,222 જેટલા પશુઓને સારવાર કરવામાં આવી, 2 લાખ 94 હજાર પશુઓમાં રસીકરણ કર્યું છે. જો કે  438 જેટલા પશુધન નિરીક્ષક કામગીરી કરી રહ્યા છે.  જુદા જુદા સહકારી સંઘો ભંડોળમાંથી રસી ખરીદી કરે છે. તો ગુજરાતમાં આ વાયરસને લઇને કેન્દ્રની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ગુજરાત આવી છે.  તેઓએ જામનગર અને દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગ કરી હતી. 

લમ્પી વાયરસ શું છે ?

  • લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળે છે 
  • લમ્પી સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે
  • મચ્છર,માખી ઇતરડી કે રોગિષ્ઠ પશુ સાથેના સીધા સંપર્કથી ફેલાવયો થાય છે
  • દુષિત ખોરાક કે પાણીથી પણ ફેલાય છે લમ્પી વાયરસ
  • વાયરસ દાખલ થયાના એક અઠવાડિયાની અંદર રોગના ચિન્હો જોવા મળે છે
  • પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે
  • ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે
  • પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે
  • રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે
  • પશુઓનો મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે
  • આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી


લમ્પી વાયરસથી પશુઓને બચાવવા શું કરવું જોઇએ ?

  • બીમાર પશુઓને સ્વસ્થ પશુઓથી તાત્કાલિક અલગ કરવા જોઇએ 
  • પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જોઇએ 
  • પશુઓના રહેઠાણને માખી,મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ
  • લમ્પી રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું
  • પશુપાલકે ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરવો જોઇએ 
  • રોગગ્રસ્ત વિસ્તારથી પશુઓનું સ્થળાંતર બંધ કરવું 
  • પશુઓના ખોરાક,પાણી અને માવજત અલગથી કરવી
  • પશુઓ રોગપ્રતિકારક શક્તિને લીધે 2થી 3 અઠવાડિયા સુધીમાં સ્વસ્થ થાય છે
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ