બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / 2 youths arrested for sending threatening emails to Mukesh Ambani

ધમકીનો કેસ / આ ગુજરાતી છોકરો ખરો નીકળ્યો, મુકેશ અંબાણી પાસેથી પૈસા કઢાવવા નીકળ્યો, ઝડપાતાં ચોંકાવનારા ખુલાસો

Hiralal

Last Updated: 06:39 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેલ પર ધમકી આપનાર શખ્સની ઓળખ થઈ છે અને પોલીસે તેને તેલંગાણામાંથી ઝડપી પાડ્યો છે.

  • મુકેશ અંબાણીને ધમકી આપનાર બે યુવાનોની ધરપકડ 
  • એક તેલંગાણાનો અને બીજા ગુજરાતના ગાંધીનગરનો 
  • યુવાને ખાલી અટકચાળો કર્યો હોવાનો પોલીસનો ખુલાસો
  • અંબાણીને એક વાર નહીં પાંચ વાર ઈમેલ પર આપી મોતની ધમકી 

ગુજરાતનો બીકોમ ગ્રેજ્યુએટ યુવાન ચર્ચામાં આવ્યો છે. કોઈ નાના મોટાને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્લાન કર્યો હોત તો સારું હતું પણ આતો એશિયાના નંબર વન અબજોપતિ મુકેશ અંબાણી પાસેથી પૈસા કઢાવવા નીકળ્યો અને તેમને ઈમેલ પર પૈસા આપવાની અથવા તો મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી દીધી. આ યુવાનને પાગલ જ ગણવો જોઈએ. તેણે એટલો પણ વિચાર ન કર્યો કે તેનો આ અટકચાળો તેને ભારે પડશે અને પડ્યો પણ ખરો, ગુજરાતી યુવાન ગાંધીનગરનો છે. તેને એમ કે અંબાણી ડરીને પૈસા આપી દેશે અથવા તો તે લાઈમલાઈટમાં પણ આવવા માગતો હોય જે હોય તે આરોપી હાલ જેલના સળિયા પાછળ છે.

અંબાણીને ધમકી આપનાર 2 યુવાનોની ધરપકડ 
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેલ પર પાંચ વખત પૈસા આપવાની અથવા મારી નાખવાની ધમકી આપનાર બે યુવાનોની ધરપકડ થઈ છે જેમાં એક ગુજરાતી છે. આ ગુજરાતી અમદાવાદનો હોવાનું જણાવાઈ રહ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ શનિવારે બે યુવાનોની ધરપકડ કરી છે જેમાં એક 19 વર્ષીય તેલંગાણાનો યુવાન અને 21 વર્ષનો ગુજરાતી યુવાન સામેલ છે. 

અંબાણીને કેમ આપી ધમકી
પોલીસે કહ્યું કે એવું લાગે છે કે અંબાણીને મોતની ધમકી આપવાનો મામલો શરારતનો છે. યુવાનોનો આ ખાલી અટકચાળઓ જ હતો. 

કોણ છે ગુજરાતી યુવાન 
અંબાણીને ધમકી આપનાર જે બીજો યુવાન છે તે ગુજરાતી છે બીકોમ ગ્રેજ્યુએટ છે. આ યુવાન ગાંધીનગરનો છે અને તેણે જ ઈમેઈલ મોકલીને અંબાણી પાસેથી પૈસા માગ્યા હતા અને ન આપતાં મારી નાખવાની ધમકી આપીહતી. 

1 અઠવાડિયામા અંબાણીને આપી પાંચ વાર મોતની ધમકી 
અંબાણીને 27 ઓક્ટોબરના રોજ એક શાદાબ ખાન દ્વારા કથિત રીતે મોકલવામાં આવેલા પ્રથમ ધમકીભર્યા ઇમેઇલમાં લખવામાં આવ્યું છે કે, "જો તમે (અંબાણી) અમને 20 કરોડ રૂપિયા નહીં આપો, તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સ છે. ત્યાર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડીને વધુ એક ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં મોકલનારે આરોપ લગાવ્યો હતો કે, તેઓ પહેલા ઈ-મેઈલ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી તેમને 200 કરોડ રૂપિયા જોઈએ છે. બીજા ઇમેઇલમાં લખવામાં આવ્યું છે કે, "જો માંગણીઓ પૂરી નહીં થાય તો (અંબાણીને) ડેથ વોરંટ જારી કરવામાં આવશે. સોમવારે એવા અહેવાલ આવ્યા હતા કે ખંડણીખોરે અંબાણીના સત્તાવાર ઇમેઇલ આઇડી પર ત્રીજો ઇમેલ મોકલીને 400 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ તેને મંગળવાર અને બુધવારે આવા વધુ બે ઈ-મેઈલ મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ