બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / 2 town servants sitting on the stage with CM at a government meeting in Surat infected with corona

હરખ ઘેલા / સુરતમાં સરકારી મેળાવડામાં CM સાથે મંચ પર બેઠેલા 2 નગર સેવકો કોરોનાથી સંક્રમિત

Mehul

Last Updated: 06:33 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં શનિવારે એક મોટી પાર્ટી,ઉપરાંત સાયક્લોથોન, નદી મહોત્સવ અને બોટાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટના દૃશ્યો જોઈ,રાજ્યમાં કોરોના ગાઈડ લાઈન અને નેતાઓનાં 'સુસ્ત'પાલનથી આશ્ચર્ય.

  • PM મોદીની ટકોર છતાં નેતાઓમાં 
  • 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવો ઘાટ 
  • સુરતના બે નગર સેવકો કોરોનાથી સંક્રમિત 

રવિવારે નદી મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં હતા. આ કાર્યક્રમ ઉપરાંત પણ અન્ય કાર્યક્રમ હતા. દરમિયાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુરતના બે નેતાઓ કોરોના સંક્રમિત થતા સુરતમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં સુરતમાં શનિવારે એક મોટી પાર્ટી,ઉપરાંત સાયક્લોથોન, નદી મહોત્સવ અને બોટાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટના દૃશ્યો જોઈ સામાન્ય નાગરિકોને કોરોનાની કેન્દ્ર,રાજ્યની ગાઈડ લાઈન અને નેતાઓ દ્વારા થતા 'સુસ્ત'પાલનથી આશ્ચર્ય થાય છે.  સુરતના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી કોરોનાગ્રસ્ત થતા મહાપાલિકાના અન્ય કર્મીઓ, અને ઉપસ્થિત નાગરિકોમાં દહેશત ફેલાઈ છે. 

 

 

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વધતા કોરોના સંક્રમણ વચ્ચે સુરતમાં શનિવારે રાત્રે ક્રિસમસ પાર્ટીના બિહામણા દૃશ્યો ગુજરાતે જોયા. તો રવિવારે સવારે સાયક્લોથોન ,નદી મહોત્સવ, વડોદરામાં સુશાસન દિવસ,અને બોટાદની ક્રિકેટ ટુર્નામેન્ટના ભયાવહ ભીડ, ઉન્માદના દૃશ્યો આગામી દિવસોમાં સંક્રમણનો બિહામણો ચિતાર આપી ગયા. સુરતના નદી મહોત્સવના મુખ્યમંત્રીની ઉપસ્થિતિનાં કાર્યક્રમમાં નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. નદી મહોત્સવ  ઉપરાંત  સુરત મનપાના લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેજ પર રહેલા  ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, અને શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. આના એક દિવસ અગાઉ જ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ પણ  કોરોનાગ્રસ્ત થયા છે'. 

 

 

વડાપ્રધાન મોદી 'મન કી બાત'થી વધતા કોરોના સંક્રમણ વચ્ચે સાવધાની, તકેદારી, માસ્ક માટે અપીલ પર અપીલ કરતા રહે છે. પણ 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવો વ્યવહાર આચરાતો હોવાની અનુભૂતિ થાય છે. સામાન્ય નાગરિક માસ્ક વગર દેખાય તો  મસમોટો 'દંડ કટકટાવતી' પોલીસ સામુહિક કાર્યક્રમોમાં 'મૂક દર્શક' બની જાય છે. પછી તે કાર્યક્રમ  સરકારી હોય કે સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેરિત કે ઉપસ્થિતિ વાળો હોય.  

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ