બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભાવનગર / 2 more accused came forward in Bhavnagar dummy Kand

એક્શન / ભાવનગર ડમીકાંડ: SITએ વધુ બે આરોપીઓેને દબોચી લીધા, એક તો અત્યાર સુધીમાં 7 વખત ડમી ઉમેદવાર તરીકે આપી ચૂક્યો છે પરીક્ષા

Malay

Last Updated: 08:18 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Dummy Kand: ડમીકાંડમાં SIT દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. ટીમે ડમી કાંડમાં ઉમેદવારની બદલે પેપર આપનારા મિલન બારૈયા અને એસટીમાં નોકરી કરતા વિરમદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે.

 

  • ભાવનગર ડમીકાંડમાં વધુ બે આરોપીની ધરપકડ
  • આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહની ધરપકડ
  • અત્યાર સુધીમાં કુલ 8 આરોપીની કરાઇ ધરપકડ

ભાવનગરના ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા 10 દિવસથી ડમી ઉમેદવાર અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો ભાવનગરના ગામડાઓ ખૂંદી રહી છે. આ વચ્ચે એક મોટા અપડેટ આવ્યા છે. આ કાંડમાં સામેલ વધુ 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. 

વધુ બે આરોપીની કરાઈ ધરપકડ
મળતી માહિતી અનુસાર, ભાવનગર ડમીકાંડ મામલે SIT દ્વારા આરોપી મિલન ઘુઘાભાઇ બારૈયા (રહે. સરતાનપર)  અને વિરમદેવસિંહ નાગભા ગોહિલ (રહે. ઉમરાળા, વડોદ તાલુકો)ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. SITએ વડોદ ગામના 42 વર્ષીય વિરમદેવસિંહની ધરપકડ કરી છે. ડમી ઉમેદવાર રાખી વિરમદેવસિંહ પાસ થયો હતો. વિરમદેવસિંહ હાલ એસટીમાં નોકરી કરી રહ્યો છે. ભાવનગર ડમીકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. 

મિલન અને વિરમદેવસિંહ

મિલને અત્યાર સુધીમાં આપી છે કુલ 7 પરીક્ષા 
ભાવનગરનો ડમીકાંડનો રેલો અમરેલી સુધી પહોંચ્યો છે, અમરેલીના દુધાળા ખાતેથી મિલન ઘુઘાભાઇ બારૈયાની ધરપકડ કરાઇ છે. જોકે, તપાસમાં સામે આવ્યું છે કે મિલન બારૈયાએ અત્યાર સુધીમાં 7 પરીક્ષા આપી છે. તે સગીર હતો ત્યારથી જ તેણે ડમી વિદ્યાર્થી તરીકે પરિક્ષા આપવાનું શરૂ કર્યું હતું

પોલીસ કરી રહી છે આરોપીઓની શોધખોળ
રાજ્યભરમાં ફેલાયેલા ડમીકાંડનું દંગલ હવે ધીમે ધીમે એક પૂર્વ આયોજીત ષડયંત્રનો ભાગ હોવા તરફ ઇશારો કરી રહ્યું છે. આ પ્રકરણમાં હાથ ધરાયેલ પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી રહેલા ખુલાસા ઇશારો કરી રહ્યા છે કે, આ એક સુઆયોજીત રીતે વર્ષોથી ડમીના નામે પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હતો. આમ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 38 આરોપીઓ થયા છે. જેમાંથી ભાવનગર પોલીસે અત્યાર સુધીમાં ડમીકાંડમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડના અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની ટીમો તળાજા, સિહોરમાં શોધખોળ કરી રહી છે. પોલીસ પાસે આરોપીના નામ, સરનામા છે, છતાં સફળતા મળી રહી નથી. 

SITની કરવામાં આવી છે રચના
ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. આ મામલે ભાવનગર પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ભાવનગરના નાયબ પોલીસ અધિક્ષક આર.આર સિંઘાલ, ભાવનગર SOGના પી.આઈ એસ.બી ભરવાડ, PSI આર.બી વાધીયા,  PSI વી.સી જાડેજા, PSI એચ.આર જાડેજા, PSI ડી.એ વાળા, PSI એચ. એસ તિવારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

છેક કરાઈ એકેડમી સુધી પહોંચશે ભાવનગર ડમીકાંડની તપાસ, FIRમાં ઉલ્લેખ | A  special investigation team was formed to investigate the <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/bhavnagar' title='Bhavnagar'>Bhavnagar</a> dummy  Kand

મોટાભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા
ડમીકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, મોટા ભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે. 2011થી ડમી ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ ડમી ઉમેદવારોએ અનેક પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ડમી ઉમેદવારોનો શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીના કોલ ડિટેલ માટે ટેક્નિકલ ટીમની મદદ લીધા છે.

સરકારી ભરતીમાં મોટું કૌભાંડ 
છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવારો પરીક્ષા હતા. ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં મુખ્ય 3 સૂત્રધાર છે. શરદ પનોત, પી.કે દવે, બલદેવ રાઠોડ મુખ્ય આરોપી  છે. આ ત્રણેય આરોપી ભરતી પરીક્ષામાં કૌભાંડ આચરતા હતા. તેઓ આરોપી ઉમેદવાર પાસેથી 10 લાખ સુધીના રૂપિયા લેતા હતા. શરદ પનોત અને પી.કે દવે ઉમેદવારો પાસેથી એડવાન્સમાં 50 હજાર રૂપિયા લેતા હતા. જેમાંથી પરીક્ષા પાસ કરાવનારા ડમી ઉમેદવારને 25 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. ઉમેદવારો પાસેથી મોટી રકમ લઈ આરોપી ડમી ઉમેદવારો પાસે પરીક્ષા અપાવતા હતા.

ડમી વિદ્યાર્થીઓ સહિત મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ
આ ત્રણેય હોલ ટિકિટ અને આધારકાર્ડના ફોટા સાથે ચેડા કરીને ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવતા હતા. પોલીસે ડમીકાંડમાં આરોપીઓના નામ જાહેર કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ભાવનગર ડમીકાંડ: કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, LCBએ 36  વિરૂદ્ધ નોંધ્યો ગુનો | Court granted remand to four persons in <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/bhavnagar' title='Bhavnagar'>Bhavnagar</a>  Dummikand

અત્યાર સુધીમાં કોની કોની કરાઈ ધરપકડ?
- શરદ ભાનુશંકર પનોત 
- પ્રકાશ ઉર્ફે પી.કે કરસનભાઈ દવે
- બળદેવ રમેશભાઈ રાઠોડ
- મિલન ઘુઘાભાઈ બારૈયા
- પ્રદીપ નંદલાલભાઈ બારૈયા 
- વિરમદેવસિંહ નાગભા ગોહિલ
- સંજય હરજીભાઈ પંડ્યા
-  અક્ષર રમેશભાઈ બારૈયા 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ