બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભાવનગર / 19-year-old Milan Baraiya clears 9 exams, father says Guru turned out to be a rogue

ડમીકાંડ / 19 વર્ષના મિલન બારૈયાએ 9 પરીક્ષાઓ પાસ કરાવી, પિતાએ કહ્યું ગુરુ જ ઠગ નીકળ્યો, 7 દિવસથી ખાધું નથી

Vishal Khamar

Last Updated: 06:19 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો. 12 સાયન્સની પરીક્ષા હોય કે પણ સરકારી નોકરી માટેની પરીક્ષા હોય કોઈ પણ પરીક્ષામાં સારા માર્કેસ સાથે પાસ થનાર યુવક આજે જેલનાં સળિયા પાછળ છે. ત્યારે હાલમાં તો ગુરૂ અને ચેલા બંને જેલમાં છે.

  • ડમીકાંડ કેસમાં VTV NEWS આરોપી મિલન બારૈયાના ઘરે પહોંચ્યું
  • સૌથી વધુ વખત ડમી ઉમેદવાર તરીકે મિલન બારૈયાએ આપી હતી પરીક્ષા
  • શરદ પનોતના કહેવાથી ડમી મિલન બારૈયાએ આપી હતી પરીક્ષા

સામાન્ય રીતે એવું કહેવાય કે ગુરુ વિના જ્ઞાન નહીં પંરતુ આજકાલ ગુરુ ની જ વ્યાખ્યા બદલાઈ ગઈ છે અને ગુરુ જ ઠગ બની ગયા છે ત્યારે આવતીકાલનું ભવિષ્ય કેવું બનશે તે પણ સવાલ છે. આવી જ ઘટના તાજેતરમાં ભાવનગરમાં બહાર આવેલ ડામી કાંડ માં જોવા મળી છે. આ ડમી કાંડના મુખ્ય આરોપીએ તેમની સ્કૂલમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીને એવું જ્ઞાન આપ્યું કે જેના કારણે આજે ગુરુ અને ચેલા બન્નેને જેલ ની હવા ખાવાનો વારો આવ્યો છે. 
મિલન બારૈયાનો ઉપયોગ કરીને સરદ પનોત કરોડપતિ બની ગયો
ભાવનગરમાં માં હાલ ડમી કાંડનો વિષય ચર્ચાનો વિષય  બન્યો છે.  ત્યારે આ સમગ્ર ડમી કૌભાંડમાં એક ચહેરો એવો છે કે જેને ડમી તરીકે એક બે નહીં પરંતુ નવ નવ પરીક્ષાઓ આપી છે. અને પરીક્ષા તો આપી છે પરંતુ તમામ પરીક્ષાઓ પાસ પણ કરી દીધી છે.  એટલું જ નહીં તેણે આપેલી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવાર  આજે ક્યાંકને ક્યાંક સરકારી કર્મચારી છે. અને કોઈ ફિલીપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યું છે. અને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે પરીક્ષા આપનાર આ યુવાન પરીક્ષા આપીને બધી જ પરીક્ષાઓ ટોપ માર્કે પાસ કરનાર પોતે બેરોજગાર છે.  યુવાનની છોકરાની બાળક બુદ્ધિનો ઉપયોગ ડમી કૌભાંડ કરનારા આ વિદ્યાર્થીના શિક્ષક કે જે આ કાંડ નો મુખ્ય આરોપી છે. તે શરદ પનોતએ  મિલન બારૈયાનો પૂરો લાભ ઉઠાવીને પોતે કરોડપતિ બની ગયો છે. જયારે આજે મિલનના માતા પિતા આ ઘટના બાદ હાલ ચોધાર આંસુએ  રડી રહ્યાં છે. અને તેમના પુત્રના આ કામ ઉપર પસ્તાઈ રહ્યાં છે.  મિલન બારૈયાએ  માત્ર ગુરુના કહેવાથી અનેક  પરીક્ષા આપીને પોતાની પોતાના ભણતરની હોશિયારી તેમને જેલના સળિયા સુધી લઇ ગઈ છે. મિલનના પિતા કહે છે ગુરુ જ ઠગ નીકળ્યો ત્યાં બીજાની તો વાત જ ક્યાં કરાવી.

19 વર્ષનાં મિલને નવ પરીક્ષાઓ ડમી વિદ્યાર્થી તરીકે આપી છે
વીટીવીની ટીમે આજે જયારે મિલનના ગામ સરતાનપર જઈને તેમના પરિવાર પાસેથી વિગતો મેળવી. ત્યારે તેમના પરિવારના ચહેરા ઉપરની ગમગીની અને રડવુંએ એક પત્રકારને પણ ઢીલા પાડી દે તેવી વાત હતી . જેમાં એક 19 વર્ષનો  મિલન ઘુઘા બારૈયા આ સમગ્ર ડમી કોભાંડમાં એવો એક વ્યક્તિ છે કે જેમની પોલીસ તપાસમાં ડમી ઉમેદવાર તરીકે જુદી જુદી નવ પરીક્ષાઓ તેણે આપી છે. તેવું ખુલવા પામેલ છે. હજુ વધારે પરીક્ષાઓનો નવી તપાસમાં ખુલવાની શક્યતાઓ પણ રહેલી છે. મિલનના ઘરે જયારે અમારી ટિમ પહોંચી. ત્યારે તેમના ઘરના ચૂલા સાવ  ઠારી ગયેલા હતા. તેમની માતા આશાબેનએ રડતા રડતા મુલાકાતમાં કહ્યું કે ભાઈ અમે 5 દિવસથી રસોઈ નથી બનાવીને અન્ન નો દાણો પણ મોં માં નથી નાખીયો બીજીબાજુ શરદ દાવો કરતો હતો કે તે મિલન ને પરીક્ષામાં બેસવાના પૈસા આપે છે એટલું જ નહીં મિલનને ભાવનગર આગળ અભ્યાસ માટે શરદ ફી ભરતો  હતો તેમ પણ જાણવા મળ્યું છે.

આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે મેડિકલમાં એડમિશન મળ્યું ન હતું
મિલન  બારૈયા એટલો અભ્યાસમાં હોશિયાર છે કે દસમુંના બોર્ડની પરીક્ષા હોય 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા હોય, કે પછી સાયન્સના ફિઝિક્સના પેપરની પરીક્ષા હોય કે કોઈ ભરતીની પરીક્ષા હોય તો તે પોતે ઉમેદવાર તરીકે બેસીને કોઈપણ અઘરી પરીક્ષા ફટકે પાસ કરી લેતો હતો. મિલન ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સરતાનપર ગામનો વતની છે. તેના પિતાનું નામ ઘુઘાભાઈ બારૈયા છે. તેની માતાનું નામ આશાબેન બારૈયા છે. અને એક નાનો ભાઈ છે. એકદમ ગરીબ પરિસ્થિતિમાં તેનો પરિવાર જીવે છે. વાડી વિસ્તારમાં તેનું કાચું મકાન છે. તેના કાચા મકાનનું બાથરૂમ અને રસોડું જોતા મિલન અને તેના પરિવારની પરિસ્થિતિનો તાગ આવી જાય છે. તેના પરિવારમાં માતા-પિતાને એક ભાઈઓ છે. 

મેડિકલમાં એડમિશન મળ્યું હોવા છતાં મેડિકલમાં ન મોકલી શક્યા
મિલનના પરિવારની આશા હતી કે મિલન અભ્યાસમાં હોશિયાર હોવાથી ડોક્ટર કે મોટો અધિકારી બનશે, પરંતુ તેનું સપનું હાલ તો રોળાઈ ગયું છે મિલન ખૂબ જ હોશિયાર હોવાને લીધે તેને ૧૨ સાયન્સ બાદ વડોદરામાં મેડિકલમાં પણ એડમિશન મળી ગયું હતું. પરંતુ તેના પિતા ઘુઘા ભાઈની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાના લીધે મેડિકલમાં એડમિશન મળ્યું હોવા છતાં મેડિકલમાં મોકલી ન શક્યા. જેને લઈને મિલન ડોક્ટર ન બની શક્યો.

મિલન બારૈયાનાં પિતા

માતા-પિતા અને દાદા સતત રડી રહ્યા છે
હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને તેના માતા-પિતા અને તેના દાદા સતત રડી રહ્યા છે તેમના પરિવારનેએ પણ ખબર નથી કે આ કેવડો મોટો ગુનો છે. જો કે આ ઘટના ઉપર થી માતા પિતાએ બોધ પાથ લેવાની જરૂર છે કે તેમના દીકરા કે દીકરી કોઈ શોર્ટકટ અપનાવી ને આડી  લાઇન ઉપર તો નથી ચડી ગયા ને તેનૈ તપાસ કરવી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ