બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 18 thousand teachers and 3 thousand principals vacant in Gujarat

નારાજગી / ગુજરાતમાં 18 હજાર શિક્ષકો અને 3 હજાર આચાર્યોની ઘટ! TET અને HMATની પરીક્ષાને લઇ ઉમેદવારોમાં ભારે આક્રોશ

Dhruv

Last Updated: 01:01 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં TET અને HMATની પરીક્ષાના આયોજનને લઇને ઉદાસીનતા જોવા મળી છે. તંત્રની ઉદાસીનતાથી છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો અને આચાર્યોની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે.

  • રાજ્ય પરીક્ષા બોર્ડની ઉદાસિનતા સામે ઉમેદવારોમાં રોષ
  • રાજ્યમાં 3 હજાર આચાર્યો-18 હજાર શિક્ષકોની જગ્યા ખાલી
  • પરીક્ષાનું આયોજન ન થતા હજારો લાયક ઉમેદવારો બેકાર

રાજ્યમાં આચાર્યોની 3 હજાર જેટલી જગ્યાઓ અને પ્રાથમિક શાળાઓમાં ધો. 6થી 8માં શિક્ષકોની 18 હજાર જગ્યાઓ ખાલી છે. ત્યારે 'રાજ્ય પરીક્ષા બોર્ડ'ની ઉદાસિનતા સામે ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાનું આયોજન ન થતા હજારો લાયક ઉમેદવારો બેકાર જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે, TET પાસ કર્યા સિવાયના ઉમેદવારો ભરતીમાં ભાગ નથી લઇ શકતા. તો બીજી બાજુ HMATની પરીક્ષા પાંચ વર્ષ થવા છતાં હજુ સુધી લેવાઇ નથી. આમ ભરતી અને પરીક્ષાના કોઇ ઠેકાણાં જણાતાં નથી. આથી, TET અને HMATની પરીક્ષાના આયોજન માટે ઉમેદવારોની માંગ ઉઠી છે.

પ્રતિકાત્મક તસવીર

જાણો કયા ધોરણ માટે કઇ પરીક્ષા લેવાય છે?

રાજ્યની પ્રાથમિક શાળાઓ એટલે  કે ધો. 1થી 5ના શિક્ષકો માટે TET -1, ધો.6 થી 8ના શિક્ષકો માટે TET -2, ધો. 9થી 12ના શિક્ષકો માટે TAT 1 અને TAT-2ની પરીક્ષા લેવામાં આવે છે. જ્યારે આચાર્યો માટે HMATની પરીક્ષા લેવામાં આવે છે.

પ્રાથમિક શાળાઓમાં અંદાજે 18 હજાર શિક્ષકોની જગ્યા ખાલી

વધુમાં તમને જણાવી દઇએ કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો.1થી 5ના શિક્ષક માટે પીટીસીની લાયકાત, ધો. 6થી8 માટે બી.એડ. અને માધ્યમિક શાળાઓ માટે બી.એડ ઉપરાંત MAની લાયકાત જરૂરી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે હવે પ્રાથમિક શાળાના શિક્ષકની ભરતી હાથ ધરવામાં આવનાર હોવાની ચર્ચા પણ છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રાથમિક શાળાઓમાં અંદાજે 18 હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. મહત્વનું છે કે, ધો.6થી 8ના શિક્ષક માટેની યોગ્યતા કસોટી છેલ્લે માર્ચ-2017માં લેવાઇ હતી. બી.એડ.નો અભ્યાસ પૂર્ણ કરી બેઠેલા આ ઉમેદવારોની TET પરીક્ષા લેવાયા વિના જો શિક્ષકની ભરતી હાથ ધરાય તો આ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહીં. જેના કારણે ઉમેદવારોમાં શિક્ષકની ભરતી પ્રક્રિયા પહેલાં TETની પરીક્ષા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

HMATની પરીક્ષા લેવાયે પાંચ વર્ષ થયા છતાં હજુ સુધી કોઇ પરીક્ષા નથી લેવાઇ

ઉલ્લેખનીય છે કે, HMAT- 2017ની પરીક્ષા તા. 8-10-2017ના રોજ લેવામાં આવી હતી. જેમાં 10472 અનુભવી શિક્ષકોએ પરીક્ષા આપી હતી અને 5928 આચાર્યની જગ્યા માટે લાયક ઠર્યા હતા. આમ, 13-10-2017ના રોજ જાહેર થયેલ પરિણામ 66.56 ટકા આવ્યું હતું. આ પરીક્ષા બાદ એક પણ HMATની પરીક્ષા યોજવામાં નથી આવી. મહત્વનું છે કે, સપ્ટેમ્બર-2022માં આ પરીક્ષાને પાંચ વર્ષ પૂર્ણ થશે. જેથી રાજ્યમાં આચાર્યોની 3 હજાર જેટલી જગ્યાઓ હાલમાં ખાલી પડી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ