બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 12-year-old Amarendra disappeared from tuition, dead body came home, audio clip filled with threats goes viral

સુરત / 'કાલે સવારે 15 લાખ જોઈએ નહીંતર..' ટ્યૂશનથી ગાયબ થયો 12 વર્ષનો અમરેન્દ્ર, ઘરે આવ્યો મૃતદેહ, ધમકી ભરી ઓડિયો ક્લિપ વાયરલ

Vishal Khamar

Last Updated: 11:14 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં અપહત સગીરનો મૃતદેહ મળી આવ્યો છે. સુરત જિલ્લા પોલીસે બે દિવસ સુધી સગીર સહી સલામત શોધી કાઢવા દિવસ રાત ચક્રોગતિમાન કર્યા. પરંતુ નિરાશા હાથ લાગી છે. સગીરનું અપહરણ કરી ૧૫ લાખની ખંડળી મામલે પોલીસે એક આરોપીને ઝડપી તેની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્યો લોકોની સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

  • સુરતના કડોદરા નજીક બાળકના અપહરણનો કેસ 
  • અપહરણ થયેલા બાળક અમરેન્દ્ર ઉર્ફે શિવમનો મૃતદેહ મળી આવ્યો 
  • કામરેજના ઉંભેળ ગામની સીમમાંથી મળી આવ્યો બાળકનો મૃતદેહ 

સુરત જિલ્લામાં છાશવારે ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાઓ બનતા હોય છે.  સુરત જિલ્લા પોલીસ પણ ગુનાઓએ નાથવા મથામણ કરી રહી છે. પરંતુ ગુનેગારો માટે સુરત જિલ્લો આશીર્વાદ સમાન હોય તેમ એક પછી એક ગુનાઓને કોઈ પણ ડર વગર અંજામ આપી રહ્યા છે. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં શિવમ સોસાયટીમાં સુધીર મહંતો નામના વ્યક્તિ રહે છે. જેઓ ડ્રાઈવીંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો એક ૧૨ વર્ષીય અમરેન્દ્ર ઉર્ફે શિવમ મહંતો નામનો દીકરો છે. ૮ તારીખના રોજ સુધીર મહેતો જ્યારે પોતાના નિત્યક્રમ અનુસાર ટેમ્પો લઈ ઘરે પહોંચ્યા. ત્યારે એક અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો. ફોન પરની વાત સાંભતા જ તેઓના પગ નીચેની જમીન ખસી ગઈ. આ ફોન એક અપહરણકર્તાનો હતો.

અપહરણકર્તાના ફોનથી ગભરાયેલ પરિવાર અંતે પોલીસે જાણ કરી
અપહરણ કરનાર ઇસમે તેમનો દીકરો ઘરે આવ્યો કે નહીં તેમ પિતાને પૂછ્યું હતું. જે બાદ પિતાએ "નહિ આયા" તેમ જણાવ્યું હતું. ત્યારે ફરીથી અપહરણ કરનાર નો ફોન આવતા તેને ધમકી આપતી હતી કે,  "તુમ્હારા લાડકા ઘર  નહીં આએગા તુંમ મુજે પૈસે દોગે તો લડકા આયેગા"ઓર પોલીસ મેં જાયેગા તો તુમ્હારા લડકા નહિ આયેગા. અને સગીરના પિતાએ આ વાત સાંભળી પાડોશી તેમજ આસપાસમાં શિવમની શોધખોળ હાથ ધરી હતી. જોકે કોઈ ભાળ મળી ન હતી. ત્યાર બાદ ફરીથી અપહરણકર્તા નો ફોન આવે છે અને જણાવે છે કે "પોલીસ મેં ગયા તો તેરે બચ્ચો કો માર ડાલુગા મેરે આદમી તેરે પીછે લગા હુએ હૈ સુબહ તક ૧૫ લાખ કી વ્યવસ્થા કરી દેના" તેવુ કહી ફોન કાપી નાખ્યો હતો. અપહરણકર્તાના ફોનથી ગભરાયેલ પરિવાર અંતે પોલીસે જાણ કરી હતી. 

પોલીસે શકમંદોની ભાળ મળતા તેઓનાં ફોટા સાથે શોધખોળ હાથ ધરી
પોલીસ ઘટનાની ગંભીરતા સમજી સુરત જિલ્લા સહિત આસપાસ ના વિસ્તારમાં કોમ્બિનગ કરી દિવસ રાત એક કરી સગીર દીકરા ને સહી સલામત અપહરણકર્તાની ચૂંગલમાંથી છોડવાવા મથામણ કરી રહી હતી. પોલીસ કડોદરા સહિત તમામ વિસ્તારમાં હ્યઇમન ઇન્ટીલીજન્સ, ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ ખૂંદી રહી હતી. સતત બે પોલીસ તમામ વિસ્તારમાં તમામ પાસાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહી હતી. જોકે આજ મામલે કેટલાક શકમંદોની ભાળ મળતા તેઓની ફોટા સાથે શોધખોળ હાથ ધરી છે.  પરંતુ અંતે અપહરણકર્તાઓ પોલીસ પકડમાં આવી જશે તેવા ડર વધતા બાળકની હત્યા કરી દીધી હતી. અને કામરેજ તાલુકાન ઉંભેર ગામની સીમમાં ઝાડી જાખડા માં તેનો મૃતદેહ ફેંકી દઈ ફરાર થઇ ગયા હતા.

પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી 
મહત્વનું છે કે પોલીસે સમગ્ર અપહરણના ગુના એક રીક્ષા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમજ અન્ય શકમંદોની પણ ઓળખ કરી લીધી છે. અપહરણકર્તાઓએ પણ એજ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાને પરિચિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે. અને આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે. જોકે અન્ય અપહરણકર્તા પોલીસ પકડથી દુર છે. જેને લઈ સુરત જિલ્લા LCB, SOG, સહિત રેન્જ ની ટીમ તેઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ