બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Your name removed from ration card? Just follow these steps

કામની વાત / રેશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઇ ગયું છે? તો ટેન્શન છોડો, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

Pooja Khunti

Last Updated: 02:52 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેશન કાર્ડમાંથી ઘણા લોકોના નામ કાઢી નાખવામાં આવે છે. જો તમારું નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, તો ચિંતા કરશો નહીં. તમે તેને ફરીથી ઉમેરી શકો છો. તો જાણો શું છે તેની પદ્ધતિ.

  • પહેલા તપાસો કે તમારું નામ કાઢી નાખવામાં આવ્યું છે કે કેમ
  • આ પછી તમને પોર્ટલ પર 'રેશન કાર્ડ' વિકલ્પ જોવા મળશે
  • જો તમારું નામ ત્યાં નથી, તો શક્ય છે કે તમારું નામ કપાઈ ગયું હોય

દેશમાં કેટલીક સરકારી યોજનારો ચાલી રહી છે. ઘણા લોકો આ સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. તેમાંથી એક છે રેશન કાર્ડ. શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પાસે રેશનકાર્ડ હોય છે. સરકાર લાયકાત ધરાવતા લોકોને રાશન કાર્ડ આપે છે. ત્યારબાદ આ લોકો તેમના વિસ્તારની સરકારી રાશનની દુકાનમાંથી સસ્તું અને મફત બંને રાશન મેળવી શકે છે. ઘઉં અને ચોખા જેવી જરૂરી વસ્તુઓ અહીંથી મળે છે. જો કે આ માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ. પરંતુ રેશન કાર્ડમાંથી ઘણા લોકોના નામ કાઢી નાખવામાં આવે છે. જો તમારું નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, તો ચિંતા કરશો નહીં. તમે તેને ફરીથી ઉમેરી શકો છો. તો જાણો શું છે તેની પદ્ધતિ. 

પહેલા તપાસો કે તમારું નામ કાઢી નાખવામાં આવ્યું છે કે કેમ

સ્ટેપ 1

  • ઘણી વખત રેશનકાર્ડની યાદી અપડેટ કરવામાં આવે છે. તેથી શક્ય છે કે તમારું નામ અથવા તમારા પરિવારના સભ્યનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું હોય.
  • આ સમયે કોઈનું નામ કાઢી નાખવામાં આવ્યું છે કે કેમ તે તપાસવા માટે, તમારે સ્કીમની સત્તાવાર વેબસાઇટ nfsa.gov.in/Default.aspx પર જવું પડશે.

સ્ટેપ 2

  • આ પછી તમને પોર્ટલ પર 'રેશન કાર્ડ' વિકલ્પ જોવા મળશે. 
  • તેના પર ક્લિક કરો અને પછી 'Ration Card Details On State Portals' પર પણ ક્લિક કરો.
  • પછી તમારે તમારું રાજ્ય, જિલ્લા બ્લોક અને પછી પંચાયત પસંદ કરવી પડશે.

સ્ટેપ 3

  • આ પછી તમારે તમારી રાશનની દુકાનનું નામ (જ્યાંથી તમે સરકારી રાશન લો છો), દુકાનદારનું નામ અને પછી તમારા રેશન કાર્ડનો પ્રકાર પસંદ કરવાનો રહેશે.
  • હવે તમારી સામે એક લિસ્ટ ખુલશે. જ્યાં તમારે તમારું નામ ચેક કરવાનું રહેશે.
  • જો તમારું નામ ત્યાં નથી, તો શક્ય છે કે તમારું નામ કપાઈ ગયું હોય.

વાંચવા જેવું: એક અવાજ પર સ્ટાર્ટ થઈ જશે ગાડી: જોરદાર સેફટી ફીચર્સ સાથે લોન્ચ થઈ નવી Hyundai CRETA, જાણો કિંમત

કાઢી નાખેલ નામ ઉમેરવાની રીત 

  • હવે જ્યારે તમે જાણો છો કે તમારું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, તો તેને ઉમેરવું પડશે.
  • આ માટે તમારા રાશન ડીલરને મળો અથવા તમે તમારા શહેરના ખાદ્ય પુરવઠા વિભાગમાં જઈ શકો છો.
  • અહીં જાઓ અને નામ પુનઃ ઉમેરણ ફોર્મ ભરો અને સંબંધિત દસ્તાવેજોની નકલો જોડો.
  • આ પછી, ફોર્મ સબમિટ કરો અને જો બધું યોગ્ય જણાય, તો તમારું નામ ફરીથી ઉમેરવામાં આવશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ