you will be having to pay 2000 rupees fine if don't wear helmet properly
તમારા કામનું /
'સરખી રીતે' હેલમેટ ન પહેર્યું હોય તો પણ થઈ શકે છે દંડ, બાળકો માટે પણ બની ગયો છે ખાસ નિયમ
Team VTV03:15 PM, 23 May 22
| Updated: 03:16 PM, 23 May 22
હવે સરખી રીતે હેલમેટ ન પહેરવા પર પણ ફાઈન લાગી શકે છે અને બાળકને પણ હેલમેટ પહેરાવવું જરૂરી છે. જાણો વિગતવાર
સરખી રીતે હેલમેટ ન પહેરવા પર લાગી શકે છે ફાઈન
બાળકને પણ હેલમેટ પહેરાવવું જરૂરી
સરકારનાં નવા નિયમો
સરખી રીતે હેલમેટ ન પહેરવા પર લાગી શકે છે ફાઈન
શું તમે બાઈક ચલાવો છો પણ સરખી રીતે હેલ્મેટ નથી પહેરતા? જો આમ છે તો સાવધાન થઇ જાઓ. સરકાર આવા લોકો માટે કડક નિયમ લઈને આવી છે. હેલ્મેટ સરખી રીતે ન પહેરનાર લોકો સામે કાર્યવાહી થશે અને તેમણે દંડ પણ ભરવો પડશે. આ નિયમ સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે. નિયમ અનુસાર, સરખી રીતે હેલ્મેટ ન પહેરનારાઓને 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. એટલે કે રસ્તા પર ટ્રાફિક પોલીસે પકડી લીધા, તો કોઈ બહાનું નહીં ચાલે. તરત જ ફાઈન ભરવો પડશે.
રસ્તા પર દુર્ઘટનામાં થનાર મૃત્યુ પર કાબૂ મેળવવા માટે સરકારે મોટર વ્હીકલ એક્ટ, 1998માં મોટા બદલાવ કર્યા છે. આમાં હેલ્મેટનો નિયમ પણ લાગૂ કરવામાં આવ્યો છે. ભારતમાં તમામ કોશિશો છતાં પણ રસ્તા પર દુર્ઘટનામાં થઇ રહેલા મૃત્યુ મોટી ચિંતાનું કારણ બનતા જાય છે. લોકો નિયમોને ગંભીરતાથી લેતા નથી. એટલા માટે જ સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. બાઈક ચલાવતા સમયે જો તમે સરખી રીતે હેલ્મેટ પહેરતા નથી, તો તમારે મોટો ફાઈન ભરવો પડી શકે છે.
ક્યારે કેટલો ફાઈન લાગશે
નિયમ અનુસાર, જો કોઈ બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું છે, પણ તેની પટ્ટી ખુલ્લી છે, તો 1000 રૂપિયા સુધીનો ફાઈન લાગી શકે છે. સરકારે હેલ્મેટની ભરોસાપાત્ર બ્રાંડ પણ નક્કી કરી છે. જો કોઈ ચાલકે આઈએસઆઈ માર્કનું હેલ્મેટ પહેર્યું નથી, તો તેને પણ 1000 રૂપિયા સુધીનો ફાઈન લાગી શકે છે. તૂટેલા ફૂટેલા કે કામચલાઉ હેલ્મેટ પહેરનારાઓને પણ ફાઈન લાગશે. જો પોલીસ કોઈ વ્યક્તિને દોષિત મેળવે છે, તો 1000 રૂપિયા સુધીનો ફાઈન લાગી શકે છે.
કડક કાર્યવાહી કરવામાં આવશે
સરકાર આ પ્રકારે હેલ્મેટમાં ગરબડ મળવા પર મોટર વ્હીકલ એક્ટની ધારા 129 હેઠળ કાર્યવાહી કરી શકે છે. બાઈક સવારે ભલે હેલ્મેટ પહેર્યું હોય, પરંતુ જો તે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જોવા મળ્યો, તો તેને 2000 રૂપિયા સુધીનો ફાઈન લાગી શકે છે. ભારે વાહનો માટે પણ અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. કોઈ ગાડી ઓવરલોડ મળે છે, તો ટ્રાફિક પોલીસ 20,000 રૂપિયાનો દંડ ફટકારી શકે છે. ગાડી ચાલકે ફાઈન તરીકે પ્રતિ ટન 2000 રૂપિયા તથા વધારે ચૂકવવા પડશે. આવામાં જો તમે ભારે વાહન ચલાવી રહ્યા છો, તો નિયમોનું ખાસ ધ્યાન રાખો.
બાળકો માટે નિયમ
હાલમાં જ સરકારે બાળકો માટે હેલ્મેટનો નિયમ જાહેર કર્યો હતો. જો તમે તમારા બાઈક પર કોઈ બાળકને લઈને જઈ રહ્યા છો, તો ખુદ હેલ્મેટ પહેરવાની સાથે સાથે બાળકને પણ હેલ્મેટ પહેરાવવું પડશે. સાથે જ હાર્નેસ બેલ્ટનો પણ ઉપયોગ કરવો પડશે. આ બેલ્ટ બાળકને ચાલક સાથે બાંધીને રાખે છે, જેથી બાળકનાં નીચે પડવાનો ડર રહેતો નથી.