બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / You can exchange Rs 2000 notes by going to RBI regional offices in 19 cities

તમારા કામનું / શું તમે નથી જમાં કરાવી શક્યા 2000ની નોટ? હવે ફક્ત આ 19 શહેરોમાં બદલાવવાનો મળશે મોકો, જાણો ગુજરાતની કઈ જગ્યા

Dinesh

Last Updated: 10:28 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2000 currency notes: જો તમે હજુ પણ તમારી રૂપિયા 2000ની નોટો એક્સચેન્જ કરી શક્યા નથી, તો તમે આ 19 શહેરોમાં RBIની પ્રાદેશિક ઓફિસમાં જઈને જ બદલાવી શકો છો

  • હજુ પણ બે હજારની નોટ આ 19 શહેરોમાં બદલાવી શકશો
  • RBIની પ્રાદેશિક ઓફિસમાં જઈને નોટ બદલાવી શકશો
  • 2000 રૂપિયાની નોટો હવે ભૂતકાળ બની જશે

 

2000 currency notes: નોટબંધી સમયે લોકોના હાથ સુધી પહોંચેલી 2000 રૂપિયાની નોટો હવે ભૂતકાળ બની જવાની તૈયારીમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ લોકોને રૂપિયા 2000ની નોટો બેંકોમાંથી બદલવા માટે 7 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. પરંતુ જો તમે હજુ પણ તમારી રૂપિયા 2000ની નોટો બદલી શક્યા નથી, તો ડરવાની જરૂર નથી. તમે હજુ પણ દેશના 19 શહેરોમાં રૂ. 2000ની નોટ બદલી શકો છો. જો કે સરકારે રૂપિયા 2000ની નોટો ચલણમાંથી બહાર કરી દીધી છે. તેમ છતાં તે હજુ પણ લીગલ ટેન્ડર છે. મતલબ કે કાનૂની રીતે રૂપિયા 2000ની નોટ હજુ પણ ગેરકાયદેસર બની નથી. આ નોટો હજુ પણ આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓમાં બદલી શકાશે.

2000ની નોટ બદલવાની ડેડલાઈન ફરી લંબાશે? નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા, જાણો  શું | 2000 note change deadline will be extended again? Ministry of Finance  clarified, know what

જૂના નિયમો માન્ય રહેશે
જો તમે આ 19 શહેરોમાં RBIની પ્રાદેશિક ઓફિસમાં રૂપિયા 2000ની નોટ બદલવા માંગો છો, તો જૂના નિયમો લાગુ થશે. તમે હજુ પણ એક સમયે રૂપિયા 2000ની માત્ર 10 નોટો એટલે કે રૂપિયા 20,000 સુધી બદલાવી શકશો. જો તમે રૂબરૂ જઈ શકતા નથી, તો તમે તમારી નોંટો ભારતીય પોસ્ટ દ્વારા RBIની પ્રાદેશિક કચેરીને મોકલી શકો છો. તમારે નોટો સાથે તમારી બેંક વિગતો મોકલવી પડશે જેથી નોટોની રકમ તમારા ખાતામાં જમા થઈ શકે.

19 શહેરોમાં 2000 રૂપિયાની નોટો બદલાવી શકાશે
દેશના 19 શહેરોમાં આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓ આવેલી છે. લોકો અહીં જઈને તેમની રૂપિયા 2000ની નોટ બદલી શકે છે. જો તમે આ આ ઓફિસમાં જઈ તમારી નોટો બદલાવી શકો છો. આ સિવાય તમારી પાસે ભારતીય પોસ્ટ દ્વારા RBIને નોટો મોકલવાનો વિકલ્પ પણ છે.

  • આ શહેરોની યાદી છે

અમદાવાદ
બેંગલુરુ
બેલાપુર
ભોપાલ
ભુવનેશ્વર
ચંડીગઢ
ચેન્નાઈ
ગુવાહાટી
હૈદરાબાદ
જયપુર
જમ્મુ
કાનપુર
કોલકાતા
લખનૌ
મુંબઈ
નાગપુર
નવી દિલ્હી
પટના
તિરુવનંતપુરમ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ