બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / yogini ekadashi 2023 pooja muharat and mahatav

Yogini Ekadashi 2023 / એવી અગિયારસ જેમાં ઉપવાસ માત્રથી મળે છે 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય, જાણી લો નિયમ

Bijal Vyas

Last Updated: 02:42 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગિની એકાદશીને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યોગિની એકાદશીનું વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે.

  • એકાદશીનું વ્રત રાખવું એ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે
  • આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
  • યોગિની એકાદશી વ્રત 15 જૂનને ગુરુવારે ઉજવવામાં આવશે

Yogini Ekadashi 2023 : હિન્દુ ધર્મમાં તમામ એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવી છે. એકાદશીનું વ્રત રાખવું એ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. બીજી તરફ યોગિની એકાદશીની જેમ કેટલીક એકાદશી તિથિઓને વિશેષ માનવામાં આવે છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ કહેવાય છે. 

યોગિની એકાદશી વ્રત ત્રણેય લોકમાં તેના પુણ્ય પ્રભાવ માટે પ્રસિદ્ધ છે. માન્યતા છે કે, જે વ્યક્તિ યોગિની એકાદશીનું વ્રત કરે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં યોગિની એકાદશીનું વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે.

પવિત્ર એકાદશી એટલે શું? જાણો ઉપવાસનો અર્થ | what is the ekadashi and fast  Meaning

યોગિની એકાદશી 2023 ક્યારે છે 
હિન્દી પંચાંગ મુજબ, આ વર્ષે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 13 જૂન મંગળવારના રોજ સવારે 09.28 કલાકે શરૂ થશે અને 14 જૂન બુધવારે સવારે 08.48 કલાકે સમાપ્ત થશે. ઉદયાતિથિના આધારે 14મી જૂને યોગિની એકાદશી વ્રત રાખવામાં આવશે. બીજી તરફ યોગિની એકાદશી વ્રત 15 જૂનને ગુરુવારે ઉજવવામાં આવશે. યોગિની એકાદશી વ્રતનો પારણ સમય સવારે 05.23 થી 08.10 સુધીનો રહેશે.

યોગિની એકાદશી 2023 પૂજા મૂહુર્ત અને રીત

  • જો તમે યોગિની એકાદશીનો ઉપવાસ કરતા હોય તો સવારે વહેલા ઊઠીને સ્નાન કરો, પીળા વસ્ત્રો પહેરો. 
  • ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લો. 

આજે છે નિર્જળા એકાદશી, શા માટે કહેવાય છે ભીમસેની કે પાંડવ એકાદશી? જાણો શુભ  મુહૂર્ત | Today is Nirjala Ekadashi, why is it called Bhimseni or Pandava  Ekadashi Know the auspicious moment

  • આ પછી શુભ મુહૂર્તમાં પૂજા કરવી. 
  • આ વર્ષે યોગિની એકાદશીના દિવસે પૂજા કરવા માટે 2 શુભ મુહૂર્ત છે. 
  • પહેલું મુહૂર્ત સવારે 05.23 થી 08.52 સુધી છે.
  • પૂજાનો બીજો શુભ સમય સવારે 10.37 થી બપોરે 12.21 સુધીનો છે. 
  • ધ્યાન રાખો કે યોગિની એકાદશી વ્રતની પૂજા કર્યા પછી તેની કથા સાંભળો, કારણ કે કથા સાંભળ્યા કે વાંચ્યા વિના યોગિની એકાદશી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ