બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / વિશ્વ / Year 2021 Flashback; It has been a difficult year in the international arena

વસમું વર્ષ / વર્ષ 2021 ફલેશબેક; આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કપરો કાળ રહેલું વર્ષ, ક્યાંક સતા ડોલી, તો ક્યાંક રાષ્ટ્ર પ્રમુખ

Mehul

Last Updated: 03:49 PM, 29 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે રાજનીતિમાં ઉથલપાથલ. અમેરિકામાં વર્ષની શરૂઆતમાં જ તખ્તા પલટ. તો બ્રાઝીલમાં કોરોનાએ મચાવ્યો કહેર. ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં એક દાયકા પછી લોકતંત્ર સ્થપાયું

  • વર્ષ 2021 ઇતિહાસની અટારીથી 
  • એવી ઘટનાઓ જે હંમેશા યાદગાર 
  • આંતર રાષ્ટ્રીય ઘટનાઓની આરપાર 

 

વર્ષ 2021 વિદાય લઈ રહ્યું છે. અને નવિન વર્ષ 2022ની તૈયારીઓ ચાલી રહી છે. યુવા વર્ગ નવા વર્ષને વધાવવા માટે ઉતાવળું છે...પરંતુ કોરોના ઓમિક્રોન વેરિએન્ટ આ વર્ષે પણ ઉજવણીમાં ભંગ પાડે તે નક્કી છે. આ વર્ષે વિશ્વમાં એવી અનેક ઘટનાઓ બની જે હંમેશા યાદ રહેશે. વિદાય લઈ રહેલા વર્ષમાં એવી કઈ ઘટનાઓ બની જે યાદગાર રહેશે?

અમેરિકામાં શું થયું ?

વર્ષ 2021ની શરૂઆતમાં કોરોના તેની ચરમસીમાએ હતો. વિશ્વમાં અનેક જગ્યાએ લોકડાઉનની સ્થિતિ હતી કોરોના નામની આ મહામારી વિશ્વમાં હાહાકાર મચાવતી હતી વિશ્વના સુખી સંપન્ન દેશો પણ કોરોના સામે લાચાર હતા જગત જમાદાર અમેરિકા પણ બાકાત ન હતું. અમેરિકામાં સૌથી વધારે સંક્રમિત લોકો હતા. ત્યારે અમેરિકામાં જાન્યુઆરી માસમાં સત્તા પરિવર્તન થયું. અને જો બાઈડન 46મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ અને ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડન બહૂમતિ સાથે જીત્યા. બાઈડનની જીતે અનેક રેકોર્ડ સર્જ્યા. અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી ઉંમરના 78 વર્ષના બાઈડને રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. આ સાથે જ અમેરિકાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત મહિલા ઉપરાષ્ટ્રપતિ પદે ભારતીય મૂળના કમલા હેરિસે શપથ લીધા. એટલું જ નહીં એશિયન અને અશ્વેત મહિલા તરીકે પણ પ્રથમ હોવાનો રેકોર્ડ બન્યો. તો આ શપથ ગ્રહણના બે સપ્તાહ પહેલા અમેરિકન સંસદ કેપિટલ હિલ પર હિંસક હુમલો થયો અમેરિકન સંસદમાં 206 વર્ષ પછી શરમજનક ઘટના બની. ટ્રમ્પના સમર્થકોએ ચાર કલાક સુધી હથિયારો સાથે અરાજક્તા ફેલાવી હતી

મ્યાનમારમાં 50 વર્ષ પછી લોકશાહીનું ચિરહરણ

વાત કરીએ ફેબ્રુઆરી મહિનાની. તો ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં એક દાયકા પછી લોકતંત્ર સ્થપાયું હતું. પરંતુ ફરી સત્તા પલટો થયો અને ત્યાંની સેનાએ ફરી એકવાર દેશની કમાન પોતાના હાથમાં લઈ લીધી. અને મ્યાનમારના તમામ નેતાઓને બંધી બનાવી લીધા. અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. દેશના પ્રમુખ વાઈસ પ્રેસિડેન્ટને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. મ્યાનમારમાં 50 વર્ષ પછી 2011માં લોકશાહી આવી હતી. જેનું 2021માં ચિરહરણ થયું અને સૈન્ય શાસન સ્થાપિત થઈ ગયું. જેના વિરોધમાં મ્યાનમારના લોકોએ પ્રદર્શન કર્યા હતા .મ્યાનમારના નેતા ઓંગ સાગ સુકીના સમર્થનમાં અને સેનાના સાશનના વિરોધમાં વિશાળ રેલી નીકળી હતી. દેશમાં ઠેર ઠેર પોતાની જ સેના સામે પ્રદર્શન થયા હતા તો ત્યાંની સેનાએ ઓંગ સાન તેમ જ પ્રમુખ વીન મીન્ટને ચાર વર્ષની સજા ફરમાવી જેનો વિશ્વભરમાં વિરોધ થયો. અને વિરોધને કારણે સેનાએ ઝૂકવી પડ્યું અને સજા ઘટાડી બે વર્ષની કરવામાં આવી.પરંતુ ઓંગ સાન સુકી કઈ જેલમાં છે જે હજુ સુધી જાહેર કરાયું નથી

બ્રાઝીલમાં સ્થિતિ બેકાબુ 

માર્ચ મહિનામાં કોરોના તેની હાઈ પીક પર પહોંચી ગયો હતો સમગ્ર વિશ્વમાં હાહાકાર હતો. અમેરિકા બાદ સૌથી ખરાબ સ્થિતિ હવે આ મહિનામાં બ્રાઝિલની થઈ. માર્ચ મહિનામાં કોરોનાના સૌથી વધારે કેસ અને સૌથી વધારે મૃત્યુ પ્રતિદિવસ બ્રાઝિલમાં થઈ રહ્યા હતા. આ દેશમાં ICU બેડ ખુટી પડ્યા હતા. સ્થિતિ બેકાબુ થઈ ગઈ હતી. તો આ સિવાય ચીલી, ફ્રાંસમાં પણ સ્થિતિ વણસી તો લોકડાઉન લગાવી દેવામાં આવ્યું. અને અનેક પ્રતિબંધો સાથે આ દેશમાં લોકોની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ. રોડ રસ્તા ખાલીખમ થઈ ગયા. તો આ જ સમયગાળા દરમિયાન યુરોપ, ઈટલી, ફ્રાંસ, જર્મની અને સ્પેન જેવા દેશો પણ ફરી કોરોનાની ઝપેટમાં આવી ગયા. ફ્રાંસની રાજધાની પેરિસમાં ICU બેડ ભરાઈ ગયા. અને સ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ. 

20 વર્ષ પછી અમેરિકાએ પોતાનું સૈન્ય  ખેંચ્યું પરત 

માર્ચ પછી એપ્રિલ માસમાં વિશ્વમાં એક સૌથી મોટી ઘટનાએ આકાર લીધો...એપ્રિલમાં જગત જમાદાર અમેરિકાએ સૌથી મોટો નિર્ણય લેતા અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય હટાવવાનો નિર્ણય કર્યો. 20 વર્ષ પછી અમેરિકાએ પોતાનું સૈન્ય પરત ખેંચવાની જાહેરાત કરી. આ 20 વર્ષમાં 150 લાખ કરોડનો ખર્ચ અને 2400 સૈનિકોના બલિદાન આપ્યા. અમેરિકાએ 2001-2002માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર તાલિબાનોએ ધ્વસ કર્યું તે પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનોને સત્તાથી દૂર રાખવા અમેરિકાએ અફઘાનમાં લશ્કરનો સશ્ત્ર સરંજામ સાથે જમાવડો કર્યો હતો. એક તબક્કે એક લાખથી વધુ સૈનિકો હતા. જે ક્રમશ ઘટાડી 8600 કરાયા હતા. તત્કાલિન પ્રમુખ ટ્રમ્પે જુલાઈ 2020માં દોહા કરાર અંતર્ગત તાલિબાનોને વચન આપ્યું હતું કે જો તમે અમારી શરતો માનશો તો પહેલી મે 2021 સુધીમાં સૈન્ય પાછુ ખેંચી લેશું. પરંતુ બાઈડને કોઈ પણ શરત વગર 30 ઓગસ્ટ 2021ના દિવસે તમામ સૈન્ય પાછુ બોલાવી દીધું...અમેરિકાના આ નિર્ણયથી અફઘાની નાગરિકો અને ખાસ કરીને મહિલાઓને તાલિબાનોનો ડર ઘૂસી ગયો. અને વિશ્વના દેશોના રાજકારણે એક નવી જ કરવટ લીધી. 

તાલીબાની રંગ -  કાબૂલ એરપોર્ટ પર જાણે કીડિયારુ

અમેરિકા અને નાટોનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી હટી ગયા બાદ તાલિબાનોએ પોતાનો રંગ બતાવવાનો શરૂ કરી દીધો. અમેરિકા અને વિશ્વના દેશોએ વિચાર્યું ન હતું કે તાલિબાનો માત્ર 12 દિવસમાં જ અફઘાનના અનેક વિસ્તાર પર પોતાનો કબજો જમાવી દેશે. 12 દિવસમાં જ તાલિબાનોએ કાબુલ, કંદહાર અને અન્ય કેટલાક પ્રાંતો પર પોતાનો પર પોતાનો ઝંડો લહેરાવી દીધો. અને અફઘાની સૈન્ય તાલિબાનો સામે સાવ પાંગળુ સાબિત થયું. વિવિધ દેશોએ પોતાના રાજદૂતોને પરત બોલાવી દીધા. તો તાલિબાનોના ડરથી લાખો અફઘાની નાગરિકો દેશ છોડવા મજબૂર થઈ ગયા. અને કાબૂલ એરપોર્ટ પર જાણે કીડિયારુ ઉભરાવવા લાગ્યું. વિમાનને બસ કે ટ્રક સમજી નાગરિકોને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. પાંખિયા પર પણ લોકો ચડી ગયા હતા. તો વધુ પડતી ભીડને કારણે કાબુલ એરપોર્ટ પર હિંસા અને બોમ્બ બ્લાસ્ટ થયા. તાલિબાનનું સંપૂર્ણ શાસન આવી ગયા બાદ તેમણે જાહેરાત કરી કે શરિયા આધારિત શાસન વ્યવસ્થા કરીશું. તાલિબાનોએ અફઘાનિસ્તાનના પ્રેસિડેન્યિયલ હાઉસના કિંમતી ખજાનો અને આર્ટિકલ હસ્તગત કર્યા. તાત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ઘની સત્તા જાળવી રાખી તાલિબાનો સામે લડવાની જગ્યાએ દેશ છોડી જતા રહ્યા. જેના કારણે તેમનો જોરદાર વિરોધ થયો. હાલ તેઓ કયા દેશમાં આશરો લઈ રહ્યા છે તેની કોઈ જ સચોટ જાણકારી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ