બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / xi jinping joe biden meeting israel hamas russia ukraine war

સુપરપાવર / બે દુશ્મનો વચ્ચે મિત્રતા: અમેરિકામાં બાયડન સાથે મુલાકાત બાદ જિનપિંગે કહ્યું- ધરતી પર 2 સુપરપાવર રહી શકે છે

Arohi

Last Updated: 11:23 AM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Xi Jinping Joe Biden Meeting: બાયડન અને જિનપિંગે બુધવારે સેનફ્રાન્સિસ્કોમાં મુલાકાત કરી હતી. અમેરિકામાં બાયડન સાથે મુલાકાત બાદ જિનપિંગે કહ્યું- ધરતી પર 2 સુપરપાવર રહી શકે છે

  • અમેરિકામાં બાયડન સાથે જિનપિંગની મુલાકાત 
  • કહ્યું ધરતી પર 2 સુપરપાવર રહી શકે છે 
  • બે દુશ્મન દેશો વચ્ચે મિત્રતા? 

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે મોડી રાત્રે કેલિફોર્નિયામાં મુલાકાત કરી. આ મુલાકાત સેનફ્રાન્સિસ્કોમાં ચાલી રહેલી APEC એટલે કે એશિયા-પૈસેફિક ઈકોનોમિક કો-ઓપરેશન સમિટમાં થઈ. આ સમયે બન્ને દેશોની વચ્ચે ફરીથી મિલિટ્રી કોમ્યુનિકેશન શરૂ કરવા પર સહમતિ બની છે. 

બન્ને દેશોની દ્વિપક્ષીય બેઠક વખતે જિનપિંગે કહ્યું- અમેરિકા તાઈવાનને હથિયાર આપવાનું બંધ કરે. તેણે ચીનના એકીકરણનું સમર્થન કરવું જોઈએ. જેને રોકવું શક્ય નથી. ચીનના સ્ટેટ મીડિયા શિનહુઆ અનુસાર જિનપિંગે કહ્યું- ચીન અમેરિકાને પછાડવા કે તેની જગ્યા લેવા નથી માંગતું. પરંતુ તેના માટે જરૂરી છે કે અમેરિકા ચીનને દબાવવાનું બંધ કરે. 

ચીની વિદેશ મંત્રાલય અનુસાર જિનપિંગે કહ્યું- ચીનના એક્સપોર્ટ પર કંટ્રોલ, રોકાણની તપાસ અને એકતરફી પ્રતિબંધોથી ચીનના હિતોને નુકસાન પહોંચી રહ્યું છે. ચીનની સાયન્સ અને ટેક્નોલોજીને દબાવીને તેના વિકાસને રોકવામાં આવી રહ્યો છે. 

રિપોર્ટ અનુસાર જિનપિંગે આગળ કહ્યું- ધરતી એટલી મોટી છે કે અહીં બે સુપરપાવર રહી શકે છે. અમારા દેશ ખૂબ જ અલગ છે, પરંતુ આપણે આ અંતરથી ઉપર ઉઠી શકીએ છીએ. ચીન અને અમેરિકા જેવા 2 મોટા દેશો માટે એક બીજા સાથે મોંઢુ ફેરવવું વિકલ્પ ન હોઈ શકે. બન્ને દેશોમાં સંઘર્ષ અને ટકરાવ વિરૂદ્ધ પરિણામ થઈ શકે છે. 

શું કહ્યું બાયડને? 
ત્યાં જ બાઈડને કહ્યું- જિનપિંગ આ અર્થમાં તાનાશાહ છે. જે કમ્યુનિસ્ટ દેશ ચલાવે છે. ચીનની સરકાર અમારી સરકારથી બિલકુલ અલગ છે. પ્રેસ કોન્ફ્રન્સ વખતે બાઈડને કહ્યું- મારી જિનપિંગ સાથે ખૂબ સારી વાતચીત થઈ. 

અમે ઘણા મુદ્દા પર ગંભીર અને સકારાત્મક ચર્ચાઓ કરી. હું તાઈવાન મુદ્દા પર ફરીથી અમેરિકાનો રસ્તો સાફ કરી દીધો છે. અમે વન ચાઈના પોલિસીનું સમર્થન કરીએ છીએ અને આ ક્યારેય નહીં બદલાય. 

આ પહેલા બાયડને જિનપિંગની સાથે મુલાકાત વખતે કહ્યું- હું અમારી વાતચીતને મહત્વ આપું છું કારણ તે મને લાગે છે કે તે સૌથી વધારે જરૂરી છે કે અમે એક બીજાને સ્પષ્ટ રીતે સમજીયે. અહીં એક લીડર બીજા લીડર સાથે વાત કરી રહ્યા છે. માટે અમારી વચ્ચે કોઈ કન્ફ્યુઝન ન રહી શકે. આપણે એ નક્કી કરવાનું રહેશે કે પ્રતિસ્પર્ધા સંઘર્ષમાં ન બદલાઈ જાય. 

AI પર કંટ્રોલ કરવામાં સહમતિ 
બાયડન અને જિનપિંગની વચ્ચે વન-ટુ-વન બેઠક વખતે બાયડને જાહેરાત કરી છે કે ચીન ફેંટાનિલ ડ્રગના કોમ્પોનેટ્સ પર કંટ્રોલ કરશે. જેનાથી અમેરિકાની ડ્રગ સમસ્યા પર કંટ્રોલ કરવામાં આવી શકે છે. તેના ઉપરાંત બન્ને દેશો AIને ન્યૂક્લિયર કમાન્ડથી દૂર રાખવા પર પણ સહમતિ બની. 

બન્ને રાષ્ટ્રાધ્યક્ષોની બાઈલેટરલ મીટિંગનું સેશન લગભગ 2 કલાક સુધી ચાવ્યું. બન્ને નેતા છેલ્લી વખત નવેમ્બર 2022માં બાલીમાં G20 સમિટમાં મળ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ