હવે મુંબઈમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XEનો બીજો કેસ સામે આવ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ પુષ્ટિ કરી હતી કે મુંબઈના સાંતાક્રુઝમાં 67 વર્ષીય વ્યક્તિ હવે એક્સઈ વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેઓ 11 માર્ચે કામને લઈને વડોદરા ગયા હતા, જ્યાં એક હોટલમાં મીટિંગમાં હાજરી આપ્યા બાદ તેમની તબિયત લથડી હતી. જ્યારે તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.
વેક્સિનના ડબલ ડોઝ લેનાર નીકળ્યો XE પોઝિટીવ
બીએમસીએ માહિતી આપી હતી કે કોરોના પરીક્ષણમાં દર્દી પોઝિટીવ નીકળ્યો છે. તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો ન હતા, તે જ્યારે ગુજરાતથી મુંબઈ પાછો ફર્યો ત્યારે તેના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું ત્યારે રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેને એક્સઈ વેરિઅન્ટનો ચેપ લાગ્યો છે. બીએમસીએ કહ્યું કે આ વ્યક્તિએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે. તેનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી, તેની હાલત સ્થિર છે.
દેશમાં XE વેરિયન્ટના 3 કેસ
દેશમાં હાલમાં એક્સઈ વેરિયન્ટના 3 કેસ છે તેમાંથી બે મુંબઈમાં અને એક ગુજરાતમાં છે.
બીએ.2 સ્ટ્રેન કરતા 10 ટકા વધુ ઘાતક
નવો વેરિઅન્ટ XE ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ બીએ.2 કરતા લગભગ 10 ટકા વધુ ચેપી હોઈ શકે છે. જેને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ચિંતિત છે. XE એ ઓમિક્રોનના બે પેટા-લેન્સ BA.1 અને BA.2 ની પુનઃસંયોજક તાણ છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે જ્યાં સુધી તેના સંક્રમણ દર અને રોગના વર્તનમાં નોંધપાત્ર ફેરફારો જોવા નહીં મળે, ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિઅન્ટ સાથે જોડવામાં આવશે.
Jammu and Kashmir | 24 people have tested positive for COVID-19 at NIT, Srinagar: Block Medical Officer, Hazratbal, Srinagar pic.twitter.com/C2XJZXh7F1
શ્રીનગરની એનઆઈટીમાં 24 લોકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. દેશમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધારો આવી રહ્યો છે. દેશમાં કોરોનાની ચોથી લહેરને લઈને પણ અનેક પ્રકારની આગાહીઓ કરવામાં આવી છે.