બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 'Would I eat Shilajit's rotis?' Brijbhushan Singh's Statement on Sexual Exploitation Allegations

નિવેદન / 'હું શું શિલાજીતની રોટલીઓ ખાતો?' યૌન શોષણના આરોપોને લઇ બૃજભૂષણસિંહનું ચોંકાવનારું નિવેદન

Priyakant

Last Updated: 10:53 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest News: બૃજભૂષણ સિંહે કહ્યું કે, પહેલા તેઓ કહેતા હતા કે મેં 100 બાળકોનું યૌન શોષણ કર્યું છે. પછી તેઓ કહેવા લાગ્યા કે, આવું 1000 બાળકો સાથે થયું. શું મેં શિલાજીતની બનેલી રોટલી ખાધી?

  • WFIના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન 
  • પહેલવાનો પહેલા તેઓ કહેતા હતા કે, મેં 100 બાળકોનું યૌન શોષણ કર્યું 
  • પછી તેઓ કહેવા લાગ્યા કે, આવું 1000 બાળકો સાથે થયું, મેં શિલાજીતની બનેલી રોટલી ખાધી? 
  • જો આ લોકો જંતર-મંતર જશે તો હું રાજીનામું આપી દઈશ: બૃજભૂષણ શરણ સિંહ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનો ચાલી રહેલો વિરોધ દિવસેને દિવસે વધુ ગરમાઇ રહ્યો છે. બ્રિજ ભૂષણ પર એક સગીર સહિત 7 મહિલા રેસલર્સે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.  કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર બૃજભૂષણે કહ્યું,' પહેલા તેઓ કહેતા હતા કે મેં 100 બાળકોનું યૌન શોષણ કર્યું છે. પછી તેઓ કહેવા લાગ્યા કે, આવું 1000 બાળકો સાથે થયું. શું મેં શિલાજીતની બનેલી રોટલી ખાધી? 

બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, જો આ લોકો જંતર-મંતર જશે તો હું રાજીનામું આપી દઈશ. બૃજભૂષણે એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન પોતાનો ખુલાસો કરતા આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો રાજકીય રીતે પ્રેરિત છે. મહત્વનું છે કે, જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજો બૃજભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે. 

શું કહેવું છે કુસ્તીબાજોનું ? 
જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજોનું કહેવું છે કે, બૃજભૂષણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે તેમની ધરપકડ થવી જોઈએ. કુસ્તીબાજોના આ વિરોધ પ્રદર્શનને હવે રાજકીય સમર્થન પણ મળી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જંતર-મંતર પહોંચીને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું, ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ કુસ્તીબાજોને મળ્યા હતા.

નવજોત સિંહ સિદ્ધુએ શું કહ્યું ? 
આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયાઆ હતા. વિરોધને 'સત્યાગ્રહ' ગણાવતા સિદ્ધુએ એક ટ્વીટમાં કહ્યું કે, તેઓ બપોરે જંતર-મંતર ખાતે કુસ્તીબાજો સાથે જોડાશે. જણાવી દઈએ કે, બૃજભૂષણ વિરુદ્ધ 2 FIR નોંધવામાં આવી છે. આમાંથી એક સગીર કુસ્તીબાજના આરોપ સાથે સંબંધિત છે અને POCSO એક્ટ હેઠળ નોંધાયેલ છે તો બીજી FIR જાતીય સતામણી સાથે સંબંધિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ